બ્રહ્માજી અને દેવી સરસ્વતીની સાચી કથા

ઇન્ટરવલ

તર્કથી અર્ક સુધી -જિજ્ઞેશ અધ્યારુ

પશ્ર્ચિમના કહેવાતા વિદ્વાનો દ્વારા ત્રિદેવ અને ત્રિશક્તિઓમાં સૌથી વધુ ભૂલભરેલું વર્ણન જો કોઈનું કરાયું હોય તો એ છે બ્રહ્મદેવ અને દેવી સરસ્વતિ. ગ્રંથો મુજબ સરસ્વતી બ્રહ્માની પત્ની છે પરંતુ વિદ્વાનો દ્વારા ક્યાંક તેમને બ્રહ્માજીની પુત્રી તરીકે આલેખવાનો પ્રયત્ન થયો તો ક્યાંક વિષ્ણુપત્ની દર્શાવાયા છે. હદ તો ત્યારે થાય જ્યારે બ્રહ્માજીની પુત્રીને જ પત્ની તરીકે દર્શાવવાનો ઘૃણાસ્પદ પ્રયત્ન થાય. આવું લખતા લોકોને ફક્ત એ જ પ્રશ્ર્ન પૂછવાનો કે જો સરસ્વતી બ્રહ્માજીની પુત્રી હોય તો એમની પત્ની અને સરસ્વતીના માતા કોણ? વળી પશ્ર્ચિમી વિદ્વાનો શતરૂપાને જ સરસ્વતી કહે છે જે તદ્દન ભૂલભરેલું છે. શતરૂપા એ ભગવાન મનુના પત્ની હતાં. આ ખોટી સમજણને તર્ક અને પ્રમાણોથી દૂર કરીએ.
ઋગ્વેદના દસમા મંડળમાં હિરણ્યગર્ભ અને નાસદીય સૂક્ત છે; જે બ્રહ્માંડની ઉત્પત્તિ વિગતે વર્ણવે છે. એ મુજબ પ્રથમ કંઈ નહોતું, ન સત, ન અસત, ન અંતરિક્ષ, ન આકાશ, ન જળ, ન સ્થળ, ન મૃત્યુ, ન અમરતા, ન રાત્રી, ન દિવસ હતી તો બસ શૂન્યતા, અપાર અનહદ અંધકાર. અને એમાં બ્રહ્મનાદ અથવા બ્રહ્મના શબ્દ એવા ઓમ્ કારને લીધે સ્વર્ણિમ પ્રકાશિત બીજ એવા હિરણ્યગર્ભમાંથી
સમસ્ત ચરાચર જગતની ઉત્પત્તિ થઈ એવું કહેવાયું છે.
બ્રહ્મ અને બ્રહ્મા ભિન્ન છે એમ પણ કહી શકાય કારણ કે વેદો મુજબ બ્રહ્મ અવિનાશી છે, દેવી દેવતાઓ તેમના જ સ્વરૂપો છે. એ બધાના પૂજન દ્વારા અંતે હેતુ તો પરબ્રહ્મને પામવાનો જ હોય છે. એટલે જ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્ર્વર:’ પછી ગુરુ ર્સાક્ષાત પરબ્રહ્મ’ કહેવાયું છે. એક માન્યતા એવી પણ છે કે એ હિરણ્યગર્ભ એટલે જ બ્રહ્મ.
એ નાદબ્રહ્મને લીધે બ્રહ્માજી પ્રગટ થયાં, વિષ્ણુ અને શિવ અવતર્યા. આ ત્રણેય દેવો અજન્મા છે, અમર્ત્ય છે. સર્જન, પાલન અને સંહારનું ચક્ર આપણી સંસ્કૃતિમાં ત્રણ પ્રવર્તકો દ્વારા ચાલે છે એમ કહેવાયું. બ્રહ્માજી, વિષ્ણુજી અને શિવજી. ત્રણેયનું કાર્ય અવિરત ચાલે છે. શિવ સંહાર કરી શૂન્યતા આપે એટલે બ્રહ્મા ફરી સર્જનની પ્રક્રિયા શરૂ કરે અને વિષ્ણુજી પાલન કરે. આમ યુગ યુગાંતર અને કલ્પો ચાલ્યા કરે. એને આનુસંગિક પ્રશ્ન એ થાય કે એ દરેકને એમનું કર્મ કરવા માટે પ્રાથમિક જરૂરત શું હોય?
સર્જન માટે શું જોઈએ? પ્રેરણા અથવા જ્ઞાન, એટલે જ્ઞાનની દેવી છે સરસ્વતી, પ્રેરણાની નદી… પાલન માટે જોઈએ ઐશ્ર્વર્ય, એટલે ધનની દેવી છે લક્ષ્મી અને સંહાર માટે જોઈએ શક્તિ એટલે શિવ સાથે છે દેવી પાર્વતિ. વેદોમાં ત્રણ દેવ છે અગ્નિ, વાયુ (અથવા ઈન્દ્ર) અને સૂર્ય. અને વેદોમાં ત્રણ દેવીઓ છે સરસ્વતી, ઈલા અને મહી અથવા ભારતી. અહીં પણ સાયુજ્ય એવું જ છે જેવું અન્ય ગ્રંથોમાં વર્ણવાયુ છે. અગ્નિ પૃથ્વીના દેવ અને ઈલા એટલે સ્વયં પૃથ્વી; ઇન્દ્ર અથવા સરસ્વાન એ આકાશના – અંતરિક્ષના દેવ અને સરસ્વતી એટલે સ્વયં પ્રકાશ, સૂર્ય અથવા આદિત્ય એ દ્યુલોકના દેવ અને મહી અથવા મહત્તારૂપી શક્તિ એ લોકનું પ્રતિનિધિત્વ કરે છે એમ શ્રી અરવિંદ તેમના પુસ્તક વેદોનું ‘રહસ્ય’માં કહે છે. આ ત્રણેય માતા અદિતીની પુત્રીઓ છે. જો કે ઋગ્વેદનો આ અર્થ આધિદૈવિક છે, એને ભૌતિક અર્થમાં ન લેવો જોઈએ.
બ્રહ્મપુરાણ મુજબ શરૂઆતમાં, સર્વત્ર પાણી (જેને આજનું વિજ્ઞાન કોસ્મિક ફ્લ્યુઇડ કે સબસ્ટન્સ કહે છે) હતું અને બ્રહ્મ (દૈવી તત્ત્વ) વિષ્ણુના રૂપમાં આ પાણી પર સૂતા હતા. નર એટલે પરમપુરુષ અને અયન એટલે ..‘ની તરફ’ આમ મૃત્યુલોકના જીવો માટે નારાયણ એટલે મોક્ષ તરફની યાત્રા. એ બ્રહ્માંડીય જળમાં સોનેરી પ્રકાશમાન બીજ હતું જેમાંથી બ્રહ્માજી પ્રગટ થયાં એથી તેમને સ્વયંભૂ કહેવામાં આવે છે, જે પોતે (સ્વયં) જ જન્મેલા (ભૂ) છે. તેમણે એ બીજના બે ભાગ કર્યા અને એમાંથી સ્વર્ગ અને પૃથ્વીની રચના કરી. આકાશ, દિશાઓ, સમય વગેરે પણ તેમાંથી જ અસ્તિત્વમાં આવ્યા.
બૃહદારણ્યક ઉપનિષદ પાંચમા અધ્યાયના પાંચમા બ્રાહ્મણમાં કહે છે કે સૌપ્રથમ આ અવ્યક્ત જગત જળરૂપ હતું, એમાંથી સત્ય અથવા બ્રહ્મની રચના થઈ. આ બ્રહ્મથી બ્રહ્મા અને બ્રહ્માથી દેવો વગેરે પ્રગટ્યા. આ સત્ય અથવા બ્રહ્મ એ જ હિરણ્યગર્ભ એવી સમજણ મળે છે.
બ્રહ્મમાંથી પુરુષ અને પ્રકૃતિ તથા એમાંથી ત્રિદેવ પ્રગટ્યાં એવી કથા છે. ત્રણ દેવો અને ત્રણ દેવીઓ પરમ પૂજ્ય છે કારણ કે એમના મૂળ સિદ્ધાંતમાં પુરુષ અને પ્રકૃતિ છે અને એ બંને અવિભાજ્ય છે. એટલે જ આપણે ત્યાં અર્ધનારીશ્ર્વર શિવની પૂજા થાય છે. પુરુષ અને પ્રકૃતિ એકબીજાના પૂરક છે.
બ્રહ્મ અને પ્રકૃતિ એક જ છે કે ભિન્ન એ વિશે પ્રશ્ર્ન કરતાં બ્રહ્માજી મહાદેવી સ્વરૂપે વિદ્યમાન પ્રકૃતિને દ્વૈત અને અદ્વૈત વિશે પ્રશ્ર્ન કરે છે. દેવી ભાગવતના ત્રીજા સ્કંધના છઠ્ઠા અધ્યાયમાં મહાદેવી કહે છે,
લડેઇંટ્ટર્મૈ ણ ધજ્ઞડળજ્ઞજાશ્ર્નટ લમૃડેમ પપળશ્ર્ન્રૂ ખ
્રૂળજ્ઞજલળજ્ઞ લળવપર્વૈ ્રૂળજ્ઞજલળે ધજ્ઞડળજ્ઞજાશ્ર્નટ પરુટરુમધૄપળટ્ર
હું અને પરબ્રહ્મ કાયમ એક જ છીએ, અમારામાં કોઈ ભેદ નથી કારણ કે જે એ છે એ હું છું અને જે હું છું એ તેઓ છે. બુદ્ધિભ્રમથી જ અમારામાં ભેદ દેખાય. અને આવો જ ભેદ બ્રહ્મા અને સરસ્વતી વચ્ચે પણ અમુક પશ્ર્ચિમી વિદ્વાનોએ શોધી કાઢ્યો છે. ત્યાર પછીનો શ્ર્લોક છે,
ઊઇંપજ્ઞમળરુદ્યટરિ્રૂૈ રૂે રૂૄસ્ત્ર રુણટ્ટર્રૂૈ લણળટણપ્ર્ર
દ્યેટધળર્મૈ ક્ષૂણ્રૂળૃરુટ ઇંળબ ઈાટ્ટક્ષટ્ટલૂર્લૈઘઇંજ્ઞ
બ્રહ્મ અદ્વિતીય, એક, નિત્ય અને સનાતન છે. ફક્ત સૃષ્ટિ રચના સમયે એ ફરી દ્વૈતભાવને પ્રાપ્ત કરે છે. પોતાના મનની શક્તિઓથી બ્રહ્માજીએ ઋષિઓ અને અન્ય માનસસંતાનોને જન્મ આપ્યો. કુચેષ્ટાપૂર્વક ફેલાવાયેલી કથા એવી છે કે બ્રહ્માજી યજ્ઞ કરવા બેઠા અને સરસ્વતી આવ્યા નહીં, એમની રાહ જોઈ થાકેલા બ્રહ્માજીએ આનો ઉપાય દેવોને પૂછ્યો અને તેમણે બીજી પત્ની સર્જી – ગાયત્રી. આ જોઈ ત્યાં આવેલા સરસ્વતીજી ક્રોધિત થયા અને તેમણે બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે તેમની પૂજા ક્યાંય નહીં થાય. આ કથા મને મળતી નથી. એ ફક્ત વેદમંત્ર ગાયત્રીની મહત્તા ઘટાડવા ઉપજાવી કઢાઈ છે.
બીજી કથા એવી છે કે વિષ્ણુજીને ત્રણ પત્નીઓ હતી પણ અંદરોઅંદરના કુસંપને લીધે તેમણે એક પત્ની સરસ્વતી બ્રહ્માજીને આપી દીધી. આ બંને કુ-કથાઓનો છેદ વેદો અને ઉપનિષદો પૂર્ણપણે ઉડાડી આપે છે. તકલીફ એ છે કે આવી કથાઓ પ્રસરાવતી વખતે દેવોને પણ મનુષ્યોની જેમ જ લગ્નના બંધને બંધાતા, સંતતિ ઉત્પન્ન કરતાં અને ઝઘડા કરતાં દર્શાવાય છે જે ઘૃણાસ્પદ અને અપમાનજનક છે અને આપણે એની સત્યતા તપાસવાની પણ દરકાર લેતાં નથી. દેવદેવીઓ પતિપત્નીના સાંસારિક સંબંધોથી પર અધ્યાત્મિક ભૂમિકા પર એકબીજાના અર્ધાંગ, એકબીજાના સહાયક છે. સ્પષ્ટ પ્રમાણ પણ ઉપલબ્ધ છે કે સરસ્વતીજી બ્રહ્માજીના પત્ની હતાં. (ક્રમશ:)

2 thoughts on “બ્રહ્માજી અને દેવી સરસ્વતીની સાચી કથા

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.