Homeટોપ ન્યૂઝમોબાઈલ એપથી ટિકિટ કઢાવવાની કિલોમીટરની મર્યાદા વધારી

મોબાઈલ એપથી ટિકિટ કઢાવવાની કિલોમીટરની મર્યાદા વધારી

સબર્બનના પ્રવાસીઓને ટિકિટ કઢાવવાના વિસ્તાર પાંચ કિલોમીટર સુધી વધાર્યો

નવી દિલ્હી: મોબાઈલ એપ ( યુટીએસ-અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ) મારફત ટિકિટ બુક કરવાના નિયમોમાં રેલવે મંત્રાલયે સુધારો કરતા સબર્બન સેક્શનમાં રેગ્યુલર ટ્રેનોમાં કરનારા પ્રવાસીઓને રાહત થઈ છે. નોન-સબર્બન સેક્શન (લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનો)ની ટિકિટ (રિઝર્વેશન નહીં) બુક કરવાના હાલના પાંચ કિલોમીટરના વિસ્તારમાંથી વધારો કરીને ૨૦ કિલોમીટર સુધી કરવામાં આવ્યો છે, જ્યારે (મુંબઈ જેવા) સબર્બન સેક્શનના પ્રવાસીઓ માટે બે કિલોમીટરમાંથી વધારો કરીને પાંચ કિલોમીટર કરવામાં આવ્યો છે.
આ બાબતમાં રેલવે બોર્ડે સાતમી નવેમ્બરના તમામ ઝોનને આદેશ આપી દેવામાં આવ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનો તથા સબર્બનની લોકલ ટ્રેનોમાં રોજ પ્રવાસ કરનારા પ્રવાસીઓની લંબાસમયગાળાની માગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, એવું રેલવે બોર્ડના અધિકારીએ જણાવ્યું હતું.
નવા નિયમમાં સુધારો કર્યા પૂર્વે મોબાઈલ એપ મારફત સ્ટેશનથી પાંચ કિલોમીટરના વિસ્તાર સુધી ટિકિટ બુક કરવાની મંજૂરી હતી. ઍ પ્રકારે સબર્બન સેક્શનના પ્રવાસીઓ માટે બે કિલોમીટર સુધી મંજૂરી હતી, પરંતુ તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે પાંચ કિલોમીટર સુધી વિસ્તારવામાં આવ્યો છે.
કોઈ પણ ઝોનલ રેલવે જો પાંચ કિલોમીટરથી દસ કિલોમીટર સુધીના પ્રતિબંધોમાં વધારો કરવા ઈચ્છતું હોય તો ક્રિસ (સેન્ટર ફોર રેલવે ઈન્ફર્મેશન સિસ્ટમ)ને જાણ કરવાની રહેશે. હાલના તબક્કે સબર્બન અને નોન-સબર્બન સેક્શનમાં પ્રવાસીઓ મોબાઈલ એપ મારફત ટિકિટ બુક કરવાની સાથે માસિક પાસ, પ્લૅટફૉર્મ ટિકિટ્સ કઢાવી શકે છે, તેનાથી પ્રવાસીઓને ટિકિટ બુકિંગ વિન્ડો પર લાંબી લાઈનમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળે છે, જ્યારે સમયની પણ બચત થાય છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ યુટીએસ એપ્લિકેશન એન્ડ્રોઈડ, આઈઓએસ અને ઓપરેટિંગ સિસ્ટમના વિન્ડોઝવાળા સ્માર્ટફોનમાં કામ કરે છે, જ્યારે ડાઉનલોડ ફ્રીમાં થાય છે. આર-વોલેટ, પીટીએમ, મોબીલિંક્સ વગેરે વોલેટ અથવા ઈન્ટરનેટ બેકિંગ થાય છે, જ્યારે નવા નિયમો પ્રવાસીઓ માટે વરદાન છે, જે ટૂંક સમયમાં મોબાઈલ મારફત ટિકિટ બુકિંગમાં નોંધપાત્ર વધારો થશે, એમ મુંબઈ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular