મુંબઈ: મધ્ય રેલવેમાં સતર્ક ટી સી (ટિકિટ ચેકર)એ ચેકિંગ વખતે બે સગીર વયના બાળકને બચાવી લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. ૨૯મી નવેમ્બરનાં રોજ મધ્ય રેલવેના CSTM ખાતે આ બનાવ બન્યો હતો. સંજય દિક્ષિત નામના હેડ ટી સી ચેક કરી રહ્યા હતા ત્યારે તેમની નજર બે બાળકો પર પડી હતી. તેમની પાસે ટિકિટ માંગી તો તેમને કોઈ સંતોષજનક જવાબ આપ્યો નહોતો, તેથી તેમના પર શંકા ગઈ હતી કે કદાચ તેઓ ઘરેથી ભાગીને આવ્યા હોવા જોઈએ.
પરિણામે ટી સી તેમને સમજાવીને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. પોલીસ ચોકીમાં લઈ ગયા પછી ત્યાં જમાડીને પ્રેમથી પૂછપરછ કરતા તેમણે કબૂલ્યું હતું કે તેઓ ઘરેથી ભાગીને મુંબઈ આવ્યા છે. બંને એ સાચી વાત જણાવ્યા પછી પોલીસે ચાઇલ્ડ લાઈન (સામાજિક સંસ્થા)ને બંને સગીરનો કબજો સોંપ્યો હતો. ટિકિટ ચેકરની સજાગતાનેં કારણે બને સગીરને બચાવવામાં આવ્યા હોવાનું અધિકારી એ કહ્યું હતું.