મુંબઈ: શિવસેનામાં ભાગલા પડ્યા બાદ બંને જૂથો વચ્ચે આકરી દુશ્મનાવટ જોવા મળી રહી છે ત્યારે ઠાકરે જૂથના એક વિધાનસભ્યે શિંદે જૂથના એક વિધાનસભ્યની પ્રશંસા કરી હોવાનું ધ્યાનમાં આવતાં રાજકીય નિરીક્ષકો પણ ગુંચવાઈ ગયા છે.
શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અને વિધાન પરિષદના સભ્ય સચિન આહિરે શિંદે જૂથના વિધાનસભ્ય બચ્ચુ કડુની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે બચ્ચુ કડુનું હું જાહેરમાં અભિનંદન કરું છું. તેમને ખોખા મળ્યા કે નહીં તેની મને ખબર નથી. મારે ત્યાં જવું પણ નથી. કડુ મારા સારા મિત્ર છે. રાજ્યમાં સત્તા પલટા બાદ બચ્ચુ કડુ લાંબા સમયથી દિવ્યાંગ માટે અલગ મંત્રાલયની માગણી કરતા હતા તે પૂરી થઈ છે. આને માટે બચ્ચુ કડુની પ્રશંસા કરવી જોઈએ. જે સારું છું તેને સારું કહેવામાં આપણે આગળપાછળ જોવાની જરૂર નથી, એમ સચિન આહિરે કહ્યું હતું.
બચ્ચુ કડુના લાંબા સમયના સંઘર્ષને સફળતા મળી છે.