‘ઇમર્જન્સી’નું ટીઝર રજૂ થયું

મેટિની

૨૫ જૂન, ૧૯૭૫ના દિવસે ભારતનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી જાહેર કરી દીધી હતી. આ ઘટના પર આધારિત ફિલ્મનું ટિઝર હાલમાં જ રજૂ થયું છે. કંગના રણોત આ ફિલ્મમાં ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવી રહી છે એટલું જ નહીં, પણ આ ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન પણ તેણે જ કર્યું છે.
આ ફિલ્મના ટિઝરની શરૂઆત ૧૯૭૧ની એક ઘટનાથી શરૂ થાય છે. ટીઝરમાં ઇન્દિરા ગાંધીનો પી.એ. તેમને કહે છે કે, ‘અમેરિકાના પ્રેસિડેન્ટે પૂછ્યું છે કે શું એ તેમને મેડમ કહીને બોલાવી શકે? જેના પર આ અભિનેત્રી કહે છે કે, ‘ઠીક છે, પણ તેમને કહી દેજો કે મારી ઓફિસમાં બધા મને સર કહીને બોલાવે છે.’ કંગનાનો બોલવાનો અંદાજ અને ઇન્દિરા ગાંધી તરીકેનો તેનો પરિવેશ ખરેખર શાનદાર અને આબેહૂબ ઇન્દિરા ગાંધી જેવો લાગે છે. આ ફિલ્મનું એક પોસ્ટર પણ રજૂ થયું છે. જેમાં ગળામાં રૂદ્રાક્ષ, હાથમાં ચશ્માં સાથે વાળની કાળી ધોળી લટમાં કંગના કોઇ ઊંડા વિચારમાં હોય તેવું દર્શાવાયું છે ત્યારે આબેહૂબ ઇન્દિરાં ગાંધીનું પાત્ર ભજવવામાં સફળ રહી હોય એવું આ ચિત્ર પરથી તો લાગે છે. જોઇએ આ ફિલ્મને કેવો પ્રતિસાદ મળે છે. આ ફિલ્મ ૨૩ જૂન, ૨૦૨૩માં રિલીઝ થશે. આ ફિલ્મ ઉપરાંત કંગના તેજસ અને મણિકર્ણિકા રિટર્ન્સમાં પણ નજરે પડશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.