ચા-કૉફીની આદત ગુલામી અને માનસિક દુર્બળતા ઉત્પન્ન કરે છે

પુરુષ

આહારથી આરોગ્ય સુધી-ડૉ. હર્ષા છાડવા

દુર્ઘટના અને રોગચાળાને બાદ કરતાં દરેક રોગોની ઉત્પત્તિનું કારણ શરીરમાં વિજાતીય દુષિત દ્રવ્યોનું જમા થવું છે. આ દૂષિત દ્રવ્યો શરીરમાં જમા થવાનું કારણ છે કે આપણે જાણકારી વગર ખાન-પાનનું સેવન, જેને કેવી રીતે બનાવવામાં આવ્યું છે, તે ખાવા યોગ્ય છેકે નહીં? ફકત સ્વાદ અને સરળતાથી ઉપલબ્ધ છે તેમ જોવું?
દુનિયાના કોઇપણ ખૂણામાં જાવ કોઇ વસ્તુ મળે કે ન મળે પણ ચા-કૉફી જરૂર મળે. સવારના ઊઠતાવેંત જે મહારાણી યાદ આવે તે છે. ચા અને કૉફી. દારૂની જેમ જ ચા-કૉફી પણ નશીલા પદાર્થ છે. બીજા નશાઓની જેમ જ ચા-કૉફીની આદત પણ ગુલામી અને માનસિક દુર્બળતા ઉત્પન્ન કરે છે. આ ગુલામી આપણે પશ્ર્ચિમી દેશ કે અંગ્રેજો તરફથી
મળેલી છે.
૧૯૪૨માં તેઓએ આપણાં દેશમાં ચાના પેેકેટ મફતમાં વહેંચ્યા. આપણા ભારતમાં દેશમાં ચાનો કે કૉફીનો રિવાજ નહોતો. આપણે શીરાણમાં ચા નહીં છાસ પીતાં. અલગ-અલગ જડબુટીના કાઢાઓ પીતાં. કારણ ચા કે કૉફી ખૂબ જ શરીરમાં ગરમી પેદા કરે છે. આપણો દેશ ગરમ દેશ છે.
આપણે ચા-કૉફીના શિકાર બની ગયાં છીએ. કોઇપણ મિટિંગ પાર્ટી, સહજ એકબીજાને મળવું ત્યારે ચા-કૉફી પીવી એ જાણે આદત બની ગઇ છે. આના વગર જાણે કામ અધૂરા લાગે. બેડ ટીનો કલ્ચર શહેરોમાં પ્રચલિત થઇ ગયો.
આ આદતોથી સાવધાન થઇ જવું જરૂરી છે. હાલના અધ્યનોથી એવું તારણ પણ
નીકળ્યું છે કે સ્વાસ્થ્ય માટે ચા-કૉફી
હાનિકારક છે અને સાથે સાથે તે બિનજરૂરી પણ છે. તો જાણી લ્યો કે ચા-કૉફીની બનાવટ કેવી છે?
ચા-કૉફીમાં વપરાતાં કેમિકલ આ પ્રમાણે છે: ફરફ્યુરાલ ૫૫-૨૨૫ પીપીએમ, કેફિન ૨ ટકાથી ૩.૬, ટેનિક ૧૨ ટકાથી ૨૫ ટકા, થિયાનિન, થિયોફાલિન, ઇથનાલામાઇન ટેરીથનોલામાઇસ.
ચાનું ફરફયુરાલ આ એક ડ્રગનાશક નીદણનું મારક અને સ્વાદ-સોડમ ધારક છે. તે જ તેના ઉપયોગ વ્યાપનું કારણ છે. આ ‘શિરદર્દ,’ સંવેદના શૂન્ય જીભ અને સ્વાદના શૂન્યતાનું કારણ બને છે.
શ્ર્વસન માર્ગમાં ઉગ્ર સંવેદના સાથે શ્ર્વાસોચ્છવાસમાં મુશ્કેલી સર્જે છે. મોઢાનું સુકાવવું સાથે નાકમાંથી લોહી પડવાનું
કારણ. પેટનો દુ:ખાવો, ઊલટી અને અતિસારમાં કારણરૂપ છે. આ એક સેન્દ્રિય દાવક છે.
ટેનિક એસિડ આનું રૂપાતરણ કેટૈકોલ ઝેરમાં થાય છે. આ રસાયણ વિવિધ ઉદ્યોગોમાં પેશી કઠણ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જેમકે ગાય, ભેંસ કે અન્ય પ્રાણીના ચામડા ને કઠણ કરવા.
ચા ના દાણા બનવા માટે (કે તેણે કઠણ દાણા બનાવવા) તેમ જ ચા કે કૉફી રૂપે આ રસાયણ પેટમાં જતા તે રક્તવાહિનીઓને કઠણ કરી નાખે છે. એટલે કે લચીલાપણુ ઓછું કરી નાખે છે. એક કપ ચા-કૉફી ૭થી ૮. મિ.મી. મરકયુરી જેટલું રક્તદાબ (B.P.) ઉચ્ચું કરી નાખે છે એટલે સહજ રીતે B.P. ની બીમારી આપે છે.
કેફિન: આ રસાયણ ચા ને લુખી (શુષ્ક) બનાવે તેવી જ રીતે ત્વચાને લૂખી (શુષ્ક) બનાવે છે. પ્રજીવકબી (B12) કોમ્પલેક્સને અવળી-પ્રતિકુળ અસર કરે છે.
હથેળી અને પગના તળિયાની ત્વચા કઠણ બની જાય એટલે કે તળિયાની સપાટી મોઝેક (જડાઉ ડિઝાઇન અંક્તિ પથ્થર) બની જાય. શરીરનાં અંદરના અવયવની મ્યુક્સ (પાતળું આવરણ)ને પણ કઠણ બનાવી છે. ઍસિડિટી વધારી દે.
કૉફીનુંં પાવડરમાં રૂપાંતરણ થતી વખતે એમાં ફિનોલિક તત્ત્વ ઉત્પન્ન થાય એને ક્રયોઝોટ અને પાયરીડીન કહેવાય છે. પાયરીડીન જેવા ઝેર તો તમાકુના ધુમાડામાં પણ હોય છે. શું ફરક છે.
કૉફી પીનારમાં અને બીડી-સિગારેટના ધુમાડામાં? કૉફીમાં પાયરીડીન સાથે જ પરફયુરિઅલ નામનું ઝેર પણ હોય છે જે
ઉંદરને મારવા માટે વપરાય છે. આ ઝેર માણસના પેટમાં જવાથી માથાનો ભયંકર દુ:ખાવો જણાય છે.
આવી કૉફી પીને મજજાતંત્ર ઉપરનું નિયંત્રણ ખોરવાઇ જાય, લથડાઇને ચાલવું કે હાથ-પગ ધ્રૂજાવા માંડે. તેમ જ મગજની બીમારી જેમ કે દિશાનું ભાન ન રહે ઘરનું સરનામું ભૂલી જવું. પાગલની જેમ ચાલવું. ચા-કૉફી પીનાર જે વાદકો (બંસરીવાદક, તબલાવાદક, ગાયકો)ની આંગળીઓમાં ધ્રૂજારી થાય છે.
ધમનીઓ કડક થઇ જતાં એથરોસ્કલેસિસ નામના હાડકાંની બીમારી થાય છે. એક કપ કડક ચાની પ્યાલીમા ૫ ગ્રેન કેફેનની માત્રા ૫થી ૭ ગ્રેનની માત્રા હૃદયના ધબકારા વધારી દે છે.
ચા-કૉફી પી પી ને એસીડીટી વધતી જાય. હાથ-પગની બળતરા થવી સામાન્ય લાગે છે. પણ તે આગળ વધતાં મોટી બીમારીનું સ્વરૂપ લઇ લે છે.
ટેનિક અને ટેનિન એસિડ જૂતા સાફ કરવાની બનાવવા વાળી કંપનીઓ વાપરે છે. રસ્તા પર બેસતાં મોચી પાસે પણ ટેનિક એસિડનો ડબ્બો હોય છે.
પાંચન પ્રણાલી બધી જ લગભગ બરબાદ થઇ જાય હરસ-પાઇલ્સ, મૂળ વ્યાધિ અને ભંગદર જેવી બિમારીઓ પાછળ પડે છે. લીવરને નુકસાન થતાં પિતાશયમાંથી પથરી બને છે.
એક કપ ચા (૧૮૦ મિ.લિ.) શરીરમાંનું લોહનું (iron)નું અભિશોષણ ૫૦ ટકા ઘટાડી નાંખે છે.
મારા જાણીતા ઘણા ભાઇઓ ચા-કૉફી પી પી ને એવા રોગના શિકાર થયા જેમ કે ફેસિયલ, પેરાલિસિસ, પેરાલિસોસ.
ઘણા દર્દીઓ મારી પાસે એવા છે તે
પૂછતાં હોય કે ચા-કૉફીમાં ગોળ નાખીને
પીએ તો. તો મારું કહેુવું છે કે ચા-કૉફીમાં સાકર, ગોળ કે એમને એમ જ પીઓ
પણ ટેનિક એસિડ, ટેનિન કેફિનનું શું? તેને તમે પેટમાં જતું કેવી રીતે રોકી શકવાના. જે દુષપ પરિણામો આવવાના તે આવવાના
જ છે.
એટલે કે આપણે જ આપણી પાયમાલી કે બીમારીનું કારણ છીએ. હૃદયના રોગ, B.P., પાઇલ્સ, મગજની બીમારીઓ નોતરવા તૈયાર બેઠા છીએ.
———————–
ચા-કૉફીના બદલે આપણી પાસે એટલા બધા પેય પદાર્થ છે
* ધાણા + એલચી + ગોળ કાળો
* કેસર + એલચી + નાળિયેર ગોળ- કાળો
* વરિયાળી + એલચી+ ગોળ કાળો
* અજમો + સૂવા + ગોળ
* અજમો + મરી + ગોળ
* તુલસી + ફૂદીનો + લેમનગ્રાસ (ગવડીતચા પાન) + ગોળ + સૂંઠ + મરી + એલચી.
* સુવા + મરી + ગોળ
આવી અનેક કાળા ચા-કૉફીની બદલી પી શકાય અને સ્વાસ્થ્યનું ખ્યાલ રાખી શકાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.