રાજકોટ સીવીલ હોસ્પિટલનુ વધુ એક કૌભાંડ આવ્યું સામે. આજ રોજ એક સમાચાર માટે પત્રકાર હોસ્પીટલ પહોંચ્યા ત્યાં
અવાર નવાર વિવાદોમાં રહેતી સિવિલ કે કૌભાંડકારી સિવિલ હોસ્પિટલમાં પૂઠ્ઠા બારોબાર વેચી નાખવાનું કૌભાંડ સામે આવ્યું. મીડિયા દ્વારા કૌભાંડ બહાર આવતા સિવિલ હોસ્પિટલના સતાધીશો અને ડોક્ટરોએ ચાલતી પકડી હતી અને બે સામાન્ય કર્મચારીઓને ધરી દેવાયા હતા.
ડાયાલિસિસ નો સમાન આવતા બોક્સ કેટલા સમયથી વેંચાય છે જેની સિવિલ તંત્રને જાણ જ નથી. સામાન્ય પ્રજાને તો ઘણીવાર પ્રશ્ન થાય છે કે સિવિલ હોસ્પિટલની દરેક વસ્તુમાં કાંઈક ને કાંઈક વહીવટ જોવા મળે છે. તો સરકારનું આરોગ્ય ખાતુ કોઈ પગલા કેમ લેતું નથી? અગાઉ પણ રોગી કલ્યાણ સમિતિ ના હિસાબોમાં તપાસની અધિકારીઓને અમુક ખર્ચાઓ ગળે ઊતર્યા નથી.તેના ખુલાસા માગ્યા છે પરંતુ વાત હજુ ઠેરની ઠેર પડી છે. તોતિંગ પગાર લેતા સરકારી કર્મચારીઓ નીતિમતા ને તો ઘોળીને પી ગયા છે. બે નંબરનો પૈસો પચાવવા વાળા અધિકારીઓનું પેટ કેવડું છે તે ભાજપના આરોગ્ય મંત્રીશ્રી જો ખુદ પેટનું ઓપરેશન કરે તો સાચી હકીકત જાણવા મળે. સમગ્ર કૌભાંડ 2014 નો ઓર્ડર દેખાડી આચરવામાં આવી રહ્યું છે. અગાઉ પણ કોઈ લખાણ વગર કોઈ એક વ્હાલી સરળ (વહીવટ) લેબોરેટરીને કોન્ટ્રાક્ટ આપી દીધાનું પણ સંભળાય છે અને ખુલાસો પુછ્યો છે. જોઇએ ભીનું સંકેલી લેવાશે કે છાપરે ચડી પોકરશે. દવાની ખરીદી, જુદાં જુદાં રેટ કોન્ટ્રાક્ટ, મશીનરી ખરીદી… કેટલું લખવું?
સ્થાનિક રાજકીય આગેવાનો માં એક રાજ્ય સભાના સાંસદ રામભાઇ મોકરીયા પ્રશ્નો અને ફરીયાદ બાબતે ધબધબાટી બોલાવે છે. પરંતુ બાકીનાં લોકોનો કોઈ રોલ જોવા, સાંભળવા નથી મળતો.
સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગના બ્રધર દ્વારા બહારથી પુઠ્ઠા ભરવા માણસો બોલવામાં આવતા હતા.જે વગર લખાણ કે ગેટ પાસ વગર બારોબાર સગેવગે કરી નખાય છે કે શું? તેવો પ્રશ્ન સ્વાભાવિક રીતે લોકો પુછે છે. સિવિલ હોસ્પિટલની કૌભાંડ પૂર્તિ નીકળે તેટલું લોલમલોલ ચાલે છે. હજુ તો ઘણું બહાર આવવાનું બાકી છે.