ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે ઈમારતોને થયેલા નુકશાન અને ડિમોલીશનને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી તાત્કાલિક સુનાવણી કરવાની અરજી કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવી બાબતો માટે કોર્ટમાં આવવાની જરૂર નથી. લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સંસ્થાઓ આના પર પહેલેથી જ કામ કરી રહી છે. આ મામલે 16 જાન્યુઆરીએ સુનાવણી થશે.
તાત્કાલિક સુનાવણી માટેની અરજી સ્વામી અવિમુક્તેશ્વરાનંદ વતી દાખલ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની ખંડપીઠે ગઈકાલે આ અરજીને મેન્શન કરવા કહ્યું હતું. એડવોકેટ પરમેશ્વર નાથ મિશ્રાએ આ મામલે વહેલી તકે સુનાવણી કરવાની માંગ ઉઠાવી હતી.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે જોશીમઠમાં આજે જે કંઈ પણ થઈ રહ્યું છે તે માઈનિંગ, મોટા પ્રોજેક્ટના નિર્માણ અને તેના માટે થઈ રહેલા બ્લાસ્ટને કારણે થઈ રહ્યું છે. શહેરમાં લાંબા સમયથી ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે પરંતુ તેની અવગણના કરવામાં આવી રહી છે. જેમાં ભૂસ્ખલન, જમીન ધસી જવા, જમીન ફાટવા અને ઈમારતોમાં તિરાડો પડવાના હાલના બનાવોને રાષ્ટ્રીય આપત્તિ તરીકે જાહેર કરવામાં આવે.
અરજીમાં ઉત્તરાખંડના જે લોકોએ પોતાનું ઘર ગુમાવ્યું છે તેમને તાત્કાલિક આર્થિક સહાય અને વળતર મળે એવી માંગણી કરવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ અને કુદરતી સંસાધનોના વિનાશ, મોટા પાયે માનવ દખલગીરીને કારણે આજે ઉત્તરાખંડ રાજ્યમાં આ દિવસ આવ્યો રહ્યો છે.
જોશીમઠ સંકટ પર સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો, કહ્યું- સરકારો છે, કામ કરશે
RELATED ARTICLES