Homeધર્મતેજવેદના અભ્યાસથી ધર્મના સાચા તત્ત્વનો ઉઘાડ થાય છે

વેદના અભ્યાસથી ધર્મના સાચા તત્ત્વનો ઉઘાડ થાય છે

શાંકરવાણી -ડૉ. અનિલ દ્વિવેદી

આપણે ભારતવર્ષ; કે જે ઋષિઓનો દેશ છે, તેમાં આવ્યા છીએ. આપણે જીવનમાં શું કરવું જોઈએ, એ શ્રી શંકરાચાર્ય પોતાના સાધનપંચકસ્તોત્રમાં સમજાવે છે ; જેનો પહેલો શ્ર્લોક
આ છે –
वेदो नित्यमधीयतां तदुदितं कर्म स्वनुष्ठीयतां
तेनेशस्य विधीयतामपचितिः काम्ये मतिस्त्यज्यताम्।
पापौधः परिधूयतां भवसुखे दोषोऽनुसन्धीयतां
आत्मेच्छा व्यवसीयतां निजगृहात्तूर्ण विनिर्गम्यताम् ॥1॥
રોજ વેદનો અભ્યાસ કરવો, તેમાં બતાવેલાં કર્મોનું સારી રીતે આચરણ કરવું, એવાં કર્મોથી ઈશ્ર્વરની પૂજા કરવી, કામ્ય કર્મોમાં રસ ન ધરાવવો, પાપના સમૂહને સારી રીતે ધોઈ નાખવો, સંસારનાં સુખોમાં દોષો જોવા, આત્માને જાણવાની દૃઢ ઈચ્છા કરવી અને છેલ્લે ઘર છોડી દેવું.
આ શ્ર્લોકનાં ચાર ચરણોમાં આઠ આજ્ઞાઓ આપી છે; જેમકે –
૧ વેદાધ્યયન : શ્રી શંકરાચાર્ય જણાવે છે કે રોજ વેદનો અભ્યાસ કરવો. વેદને ધર્મનું મૂળ કહ્યો છે. તેના અભ્યાસથી ગુફામાં છુપાયેલા ધર્મના સાચા તત્ત્વનો ઉઘાડ થાય છે. માટે ભલે એક કે બે મંત્રો વંચાય , પણ અર્થ સાથે વાંચવા જોઈએ.
૨ કર્મ : વેદમાં દર્શાવેલ કર્મ કરવાં. વેદમાં કેવળ યજ્ઞકર્મો જ છે, એવું નથી. બીજી પણ ઘણી આજ્ઞાઓ છે. વેદ એટલે વૈદિક સાહિત્ય ; જેમાં બ્રાહ્મણગ્રંથો, આરણ્યકો અને ઉપનિષદોનો સમાવેશ થાય છે. આ બધામાં લટ્ટર્રૂૈ મડ ઢપૃ ખફ જેવી આજ્ઞાઓ છે. ઈશાવાસ્યોપનિષદમાં લખ્યું છે કે સો વરસ જીવવાની ઇચ્છા રાખવી, પણ કામ કરતા કરતા; નિષ્ક્રિય થઈ બેઠાં બેઠાં નહીં. આમ વેદકથિત કર્મ કરતા રહેવું જોઈએ.
૩ ઈશ્ર્વરપૂજન: વેદમાં બતાવેલ માર્ગે ઈશ્ર્વરની પૂજા કરવી જોઈએ. જેમકે પુરુષસૂક્તમાં ષોડશોપચાર પૂજાના મંત્રો છે. આવા મંત્રો દ્વારા વેદ અનુસાર પૂજા કરવી જોઈએ.
૪ કામ્ય કર્મોનો ત્યાગ : આપણી કામનાઓ પૂરી કરવા માટે ઈશ્ર્વરની આરાધના કે અન્ય અનુષ્ઠાન ન કરવાં જોઈએ. શ્રી શંકરાચાર્ય જણાવે છે કે કામ્ય કર્મોનો વિચાર છોડી દેવો જોઈએ. કોઈ પણ પ્રકારના ફળની અપેક્ષા વગર પૂજા વગેરે કર્મ કરવાં જોઈએ.
૫ પાપપ્રક્ષાલન : પ્રક્ષાલન એટલે ધોવું. પાપોને ધોઈ નાખવા જોઈએ. પણ કર્મ ક્યારેય નાશ પામતાં નથી. કર્મ ભોગવવાં જ પડે છે. અહીં પાપ ધોવાં એટલે એવું સમજવાનું છે કે પાપ કરવાનું બંધ કરવું. અટકી જવું. આમ કરીએ એટલે જૂનાં પાપકર્મ ધોવાતાં ધોવાતાં બધાં જ પાપકર્મો ધોવાઈ જશે. પરિણામે પાપકર્મો શૂન્ય બની જશે. આ છે પાપપ્રક્ષાલન.
૬ સંસારમાં દોષદર્શન : સંસારના સુખ સ્થિર નથી. સૂરદાસ કહે છે કે વળઠ ઇંગૂ ણવિં અળ્રૂળજ્ઞ આવું થાય છે. આથી સાંસારિક સુખમાં દોષ જોવા જોઈએ; જેથી સંસારમાં રહેવા છતાં તેનાથી અલિપ્ત રહેવાય.
૭ આત્મેચ્છા : આત્માને જાણવાની ઇચ્છા રાખવી. ઇંળજ્ઞવપ્ર? હું કોણ છું? સતત આ પ્રશ્ર્નનું ચિંતન કરવું જોઈએ ; જેથી આત્મજ્ઞાન તરફ આગળ વધી શકાય.
૮ ગૃહત્યાગ : શ્રી શંકરાચાર્ય છેલ્લે એવી આજ્ઞા કરે છે કે પોતાના ઘરમાંથી જલ્દીમાં જલ્દી નીકળી જવું . ઘર છોડી દેવું. અહીં લાક્ષણિક અર્થ એ છે કે ઘરમાં વધુ પડતો રસ ન રાખવો. આ પણ ગૃહત્યાગ જ છે.
આમ શ્રીશંકરાચાર્યે પહેલા જ શ્ર્લોકમાં જાણે કે છેલ્લો ઉપદેશ આપી દીધો છે !
– ડૉ.અનિલ દ્વિવેદી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular