પેટમાં અસહ્ય દુખાવો થતાં ટોઇલેટ ગઇ વિદ્યાર્થિની, બાળકને આપ્યો જન્મ

લાડકી

૨૦ વર્ષની વિદ્યાર્થિની નાઇટ આઉટ પર જતાં પહેલાં ટોઇલેટ જાય છે અને ત્યાં તે એક બાળકને જન્મ આપે છે. નવાઇની વાત તો એ છે કે આ વિદ્યાર્થિનીને કયારેય ખબર જ ન પડી કે તે પ્રેગ્નન્ટ છે. એ ફક્ત એમ માની રહી હતી કે તેને પેટમાં જે દુખાવો થઇ રહ્યો છે તે પીરિયડ્સને કારણે થઇ રહ્યો છે. આ બનાવ બ્રિટનના બ્રિસ્ટલનો છે. ઘટના બાદ જેસ ડેવિસ નામની આ વિદ્યાર્થિની આઘાતમાં છે. હજુ તેને વિશ્ર્વાસ નથી થઇ રહ્યો કે તે હવે એક બાળકની માતા છે. ડેવિસ સાઉધમ્પ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેને પ્રેગ્નન્સી જેવા કોઇ સિમ્પ્ટમ્સ નહોતા કે નહોતો બેબી બંપ. ડેવિસનું કહેવું છે કે તેના પીરિયડ્સ હંમેશ અનિયમિત રહ્યા છે. એટલે તેને ધ્યાનમાં ન આવ્યું કે છેલ્લા કેટલાક સમયથી તેને પીરિયડ્સ આવ્યા નથી. ૧૧મી જૂને જયારે જેસ ડેવિસે દીકરાને જન્મ આપ્યો ત્યારે તેને લાગ્યું કે તે કોઇ સપનું જોઇ રહી છે.
જેસ ડેવિસ તેના મિત્રો સાથે નાઇટ આઉટ પર જવાની હતી, પણ તેને પેટમાં દુખાવો પણ થઇ રહ્યો હતો. એટલે તે પહેલાં ટોઇલેટ ગઇ, જ્યાં તેણે બાળકને જન્મ આપ્યો. એ પછી સૌથી પહેલાં તેણે તેના મિત્રને આ ઘટના અંગે માહિતી આપી. શરૂઆતમાં મિત્રને લાગ્યું કે જેસ નાઇટ આઉટ માટે ન આવવા માટે બહાનું બનાવી રહી છે. જોકે બાદમાં જેસે તેને ફોટો મોકલતાં મિત્રને તેની વાત પર ભરોસો થયો હતો. એ પછી એમ્બ્યુલન્સને બોલાવીને જેસ અને તેના નવજાત દીકરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. હાલમાં મા અને દીકરો બંને સ્વસ્થ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.