Homeઉત્સવરાત્રિ આકાશના વિશિષ્ટ તારકસમૂહોની કથા અને મહત્ત્વ

રાત્રિ આકાશના વિશિષ્ટ તારકસમૂહોની કથા અને મહત્ત્વ

બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ

રાશિચક્રની દશમી રાશિ મકર રાશિ છે. મકર રાશિને રાત્રિ આકાશમાં ઓળખવી ઘણી અઘરી છે. તેમાં ધનુ રાશિને ઓળખીએ પછી રાત્રિ આકાશમાં તેની પૂર્વે એક અટૂલો પ્રકાશિત તારો દેખાય તે જ મકર રાશિનો તારો. બાકી આ રાશિના બીજા બધા તારા તદ્ન ઝાંખા છે. મકર રાશિનો તેજસ્વી તારો મગરની આંખમાં છે. મકર રાશિનું બીજું એક મહત્ત્વ કે તે ખગોળીય દક્ષિણ ગોળાર્ધમાં ૨૩.૫ અક્ષાંશે છે, જેને સૂર્ય કદી ઓળંગતો નથી. તેને મકરવૃત્ત કહે છે. પૃથ્વી પર તેનું પ્રક્ષેપણ (ઙજ્ઞિષયભશિંજ્ઞક્ષ) માટે જ મકરવૃત્ત કહેવાય છે. સૂર્ય આ વખતે મકર રાશિમાં હોય છે. પૃથ્વીની પરાંયન ગતિ (ૂજ્ઞબબહશક્ષલ ખજ્ઞશિંજ્ઞક્ષ, ઙયભિયતતશભક્ષ અડ્ઢશત જ્ઞર ઝવય ઊફિવિં)ને લીધે રાશિચક્ર (ુજ્ઞમશભફહ ઇયિિંં) પશ્ર્ચિમ તરફ ખસે છે. તેથી હવે આ સમયે સૂર્ય ધનુ રાશિમાં રહે છે. માટે આ વૃત્તને ધનવૃત્ત કહેવું જોઇએ. આ બધું હકીકતમાં પૃથ્વીની ધરી જે ૨૩.૫ અંશે મૂકેલા છે. તેને હિસાબે થાય છે. ઋતુઓ પણ તેને હિસાબે થાય છે અને ધ્રુવ તારા જે ફરે છે, તે પણ તેને હિસાબે જ થાય છે.
મકર રાશિ પછી પૂર્વમાં અગિયારમી રાશિ કુંભ રાશિ છે. દેવતા બ્રહ્માંડમાં અમૃત સલિલ ઢોળે છે. આ રાશિને ઓળખવી પણ થોડી અઘરી પડે છે, પણ થોડું આપણે એ જગ્યાએ ધ્યાનથી જોઇએ તો એક વર્તુળમાં તારા ગોઠવાયેલા દેખાય છે જે અમૃત કુંભને દર્શાવે છે અને બાકીના ઝાંખા તારા કુંભના દેવતાને દૃશ્યમાન કરે છે.
કુંભ રાશિ પછી મીન રાશિ છે. આ રાશિમાં બે માછલીઓ આકાશરૂપી મહાસાગરમાં કૂદાકૂદ કરે છે. મીન રાશિનું હવે મહત્ત્વ એ છે કે વસંતસંપાત બિંદુ મેષ રાશિમાંથી ખસીને મીન રાશિના પ્રારંભે આવ્યું છે. બે હજાર વર્ષ પૂર્વે વસંતસંપાત બિંદુ મેષ રાશિમાં હતું. એટલે કે મેષ રાશિ, રાશિચક્રની પ્રથમ રાશિ હતી, હવે મીન રાશિ, રાશિ ચક્રની પ્રથમ રાશિ બની છે. મીન રાશિનો પ્રકાશિત તારો રેવતી નક્ષત્ર છે. આ બધી રાશિઓના તારા ઝાંખા હોવાથી રાત્રિ આકાશમાં જોવા અઘરા પડે છે.
મેષ રાશિ આજથી બે હજાર વર્ષ પહેલાં રાશિ ચક્રની પ્રથમ રાશિ હતી. મેષ રાશિનો આકાર હોકી જેવો છે. તેમાં બે પ્રકાશિત તારા છે. બીજા ઝાંખા તારા હોકીના બેટનો આકાર બનાવે છે. જે એ તારા પ્રકાશિત છે તેમના નામો અશ્ર્વિની અને ભરણી છે. હવે મેષ રાશિ, રાશિચક્રની છેલ્લી રાશિ બની છે.
આકાશમાં ગેઇટ વે ઓફ હેવન્સ (સ્વર્ગનો દરવાજો) છે. આ ગેઇટ ચાર તારાનો બનેલો છે. બે તારા ચારે બાજુ અને બીજા બે તારા સામેની બાજુ. એક બાજુના તારામાં મિથુન રાશિના બે પ્રકાશિત તારા છે અને બીજી બાજુના બે તારામાં લઘુલુબ્ધક (સ્મોલ ડોગ જળફહહ ઉજ્ઞલ) ભરક સમૂહનો પ્રશ્ર્વા તારો છે અને બીજો એક તારો છે. આ ચાર તારા સ્વર્ગનો દરવાજો બનાવે છે. તેને સ્વર્ગનો દરવાજો કહે છે. કારણ કે બધા જ ગ્રહો સૂર્ય, ચંદ્રને પોતાના માર્ગમાં એકના એક સમયે આ સ્વર્ગના દરવાજામાંથી પસાર થવું જ પડે છે.
પૂર્વ-દક્ષિણમાં બે તારક સમૂહો છે, એક તારક સમૂહને બૃહલુબ્ધક કહે છે, બ્રુહલુબ્ધક એટલે મોટો શ્ર્વાન (ઈફક્ષશત ખફષફત) અને બીજા તારક સમૂહને લઘુલુબ્ધક એટલે નાનો શ્ર્વાન કહે છે. (ઈફક્ષશત ખશળજ્ઞયિ) બૃહલુબ્ધકમાં એક ખૂબ જ પ્રકાશિત તારો છે. તેનું નામ વ્યાધ છે. વ્યાધ, પૃથ્વી પરથી જોતાં આકાશનો સૌથી વધારે પ્રકાશિત તારો છે. તે આપણાથી ૮.૭ પ્રકાશ વર્ષ દૂર છે. જ્યારે આપણે વ્યાધ તારાને જોઇએ છીએ ત્યારે આપણે તેની ૮.૭ વર્ષ પહેલાંની સ્થિત જોઇએ છીએ, નહીં કે તત્કાલીન (તત્ત્વક્ષણ) સમયની સ્થિતિ. આ બન્ને શ્ર્વાનો સ્વર્ગના દરવાજા આગળ ચોકી કરે છે. તે કોઇ પણ અયોગ્ય જીવાત્માને સ્વર્ગમાં જવા દેતા નથી. ઋગ્વેદમાં આ બન્ને તારા વિશે ચાર પાંચ પન્ના ભરીને લખાયું છે. પારસીઓના અવેસ્તામાં પણ
તેમના વિશે લખાયું છે. તે દર્શાવે છે કે પારસીઓ વેદો લખાયાં પછી જ ઇરાન તરફ સ્થળાંતર કરી ગયા હતા, પણ તેઓ તેમની સાથે વેદસંસ્કૃતિ જેવી કે અગ્નિપૂજા કેડે કસ્તી બાંધવી, જનોઇ પહેરવી વગેરે. રાત્રિ આકાશમાં બીજા બે તારક સમૂહો છે. એક ઉત્તર ક્રોસ (ગજ્ઞિવિંયયક્ષ ભજ્ઞિતત) અને બીજું દક્ષિણ ક્રોસ (જજ્ઞીવિંયયક્ષ ભજ્ઞિતત) ઉત્તર ક્રોસનું બીજું અંગ્રેજી નામ છે. ઈુતક્ષહહત અને આપણે ભારતમાં તેને હંસતારા મંડળ કહીએ છીએ. તેમાં ચાર તારા ક્રોસ બતાવે છે. તેમાં એક તારો હંસની આંખમાં છે અને તેનો સામેનો તારા હંસની પૂછડીમાં છે. તેને હંસપૂચ્છ કહે છે, અંગ્રેજીમાં તેને ઉયક્ષયવ કહે છે ભારતીયો ઇચ્છે છે કે તેનું નામ ગાંધીતારો રાખવામાં આવે. હંસમંડળમાં બીજા બે તારા હંસની બે પાંખોમાં છે. આવી રીતે ચાર તારા ક્રોસ બનાવે છે. હંસપૂચ્છ તારો આપણાથી ૧૬૦૦ પ્રકાશ વર્ષ દૂર છે છતાં ખૂબ જ પ્રકાશિત છે, હકીકતમાં બ્રાઇટ જાયન્ટ તારો છે. આ હંસ તારામંડળ આપણી આકાશગંગા મંદાકિનીના પટમાં છે માટે તે આકાશગંગામાં તરતો હોય તેમ દેખાય છે, માટે તેનું નામ હંસતારા મંડળ રાખવામાં આવ્યું છે. કલાકની ૫૦, ૦૦૦ કિ. મી.ની ગતિવાળા રોકેટમાં બેસી હંસપૂચ્છ તારાએ જવું હોય તો ચાર કરોડ વર્ષ લાગે. હંસતારા મંડળ એક બીજી રીતે વિશિષ્ટ છે અને તે એ રીતે વિશિષ્ટ છે કે પ્રથમ બ્લેક હોલ આ તારા મંડળમાં શોધાયું છે. જયારે આપણે હંસપૂચ્છ તારાને જોઇએ છીએ ત્યારે આપણે તેની સ્થિતિ તાક્ષણની જોતાં નથી પણ ૧૬૦૦ વર્ષ પહેલાંની જોઇએ છીએ કારણ કે પ્રકાશને ત્યાંથી આપણા સુધી પહોંચતા ૧૬૦૦ વર્ષ લાગે છે. તેની સામેની બાજુએ દક્ષિણમાં ચાર તારા ક્રોસ બતાવે છે, તેને અંગ્રેજીમાં કુથી કહે છે આપણે તેને ત્રિશંકુ કહીએ છીએ. આ ત્રિશંકુ નક્ષત્ર અંતરિક્ષમાં ઝૂલતુ લાગે છે. ત્રિશંકુની વિખ્યાત કથા બધાને જાણીતી છે.
ભારત વર્ષના સમ્રાટ રાજા ત્રિશંકુને સદેહે સ્વર્ગમાં જવાની ઇચ્છા થઇ. તે તેના મહાન શક્તિશાળી ગુરુ વિશ્ર્વામિત્ર પાસે જાય છે અને તેની ઇચ્છા વ્યક્ત કરે છે. કોણ જાણે કેમ વિશ્ર્વામિત્ર તેની પ્રાર્થના સાંભળે છે અને તેને પોતાની શક્તિ વડે સદેહે સ્વર્ગમાં મોકલવા તૈયાર થઇ જાય છે. વિશ્ર્વામિત્ર તેને સ્વર્ગમાં આરોહણ કરાવે છે. આ વાત જ્યારે સ્વર્ગના રાજા ઇન્દ્રને ખબર પડી તો તે કાળા માથાના માનવીને સ્વર્ગમાં આવવા દેવા માગતા નથી અને તેના બળથી તેને પૃથ્વી તરફ પાછો મોકલવાનું શરૂ કરે છે. આ વાતની જાણ થતાં વિશ્ર્વામિત્ર ખૂબ ક્રોધે ભરાય છે. કારણ કે એ તેમની આબરુનો સવાલ છે કે મોટે ઉપરાણે તેમણે ત્રિશંકુને સ્વર્ગમાં મોકલ્યો પણ ઇન્દ્રે તેને પાછો કાઢ્યો. તેથી વિશ્ર્વામિત્રે ત્રિશંકુને પૃથ્વી પર પડતો અટકાવ્યો. ત્રિશંકુને પૃથ્વી પર પડવા દીધો નહીં, અને ત્રિશંકુ આ બે મહાન વ્યક્તિઓનાં બળો વચ્ચે અધવચ્ચે જ લટકી રહ્યો. કહેવાય છે કે વિશ્ર્વામિત્રે ત્રિશંકુનો સમાવેશ કરવા ઇન્દ્રની સામે અંતરિક્ષમાં બીજું સ્વર્ગ ઊભું કર્યું.
પુરાણની આ કથા માત્ર કથા લાગે પણ હકીકતમાં તે માત્ર કથા નથી, તેની પાછળ જબ્બર વિજ્ઞાન છે પૃથ્વીની કક્ષાને ફરતે પાંચ બિંદુઓ છે જ્યાં પૃથ્વી અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ એકબીજાને શૂન્ય બનાવે છે, એટલે કે ત્યાં ગુરુત્વાકર્ષણ શૂન્ય છે. આ બિંદુએ કોઇ પણ વસ્તુ હોય તો તે ત્યાંથી ખસી શકે નહીં, કોઇ પણ દિશામાં જઇ શકે નહીં. આ પાંચ બિંદુઓને લાગ્રાંજ બિંદુઓ કહેવામાં આવે છે અને તેને ક૧, ક૨, ક૩, ક૪, ક૫, નામો આપવામાં આવ્યાં છે. આ બિંદુઓને લાગ્રાંજ બિંદુઓ કહેવામાં આવે છે, કારણકે તેમનું અસ્તિત્ત્વ અઢારમી સદીના મહાન ખગોળવિંદ અને ગણિતવિદ લાગ્રાંજે શોધી કાઢયું હતું. લાગે છે કે ત્રિશંકુ સ્વર્ગમાં જતા આ બિંદુએ આવી પહોંચ્યો હશે અને ત્યાં ફસાઇ ગયો હતો. આ લાગ્રાંજ બિંદુએ વિજ્ઞાનીઓ કોલોની સ્થાપી ત્યાં પૃથ્વીવાસીઓને વસાવવા માંગે છે. ત્યાં વિશાળ આયના રાખી પૃથ્વીને રાતે પ્રકાશિત રાખવા માગે છે અને તેને ઊલટો કરી દિવસને રાત બનાવવા માંગે છે અને રાતને દિવસ-ત્યાં વિશાળ સોલર પેનલો રાખી સૌર ઊર્જાને માઇક્રોવેવ મારફતે પૃથ્વી પર મેળવી વિદ્યુત ઉત્પન્ન કરવા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular