Homeદેશ વિદેશશૅરબજારમાં સતત પાંચમા સત્રમાં મંદી, રૂપિયામાં ૨૮ પૈસાનો કડાકો

શૅરબજારમાં સતત પાંચમા સત્રમાં મંદી, રૂપિયામાં ૨૮ પૈસાનો કડાકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: બુધવારે સતત પાંચમા દિવસની પીછેહઠમાં સેન્સેક્સ ૩૪૪ પોઇન્ટ નીચી સપાટીએ ગબડ્યો હતો અને નિફ્ટી ૧૭,૦૦૦ની નીચે ખાબકી ગયો હતો. શેરબજારમાં ૧૦૦૦ પોઈન્ટ્સથી વધુની ઊથલપાથલ જોવા મળી હતી. જ્યારે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ૨૮ પૈસા તૂટ્યો હતો. સેન્સેક્સ ૩૪૪.૨૯ પોઇન્ટ ગબડીને ૫૭,૫૫૫.૯૦ પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી ૭૧.૧૫ પોઇન્ટ ગબડીને ૧૬,૯૭૨.૧૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
અમેરિકામાં બેન્કિંગ સેક્ટરનો ફફડાટ વિશ્ર્વવ્યાપી ફફડાટ વચ્ચે યુરોપનાં બજારોમાં ફરી નોંધપાત્ર ધોવાણ સાથે સ્થાનિક સ્તરે કોઇ મોટા ટ્રિગરના અભાવે ભારત સહિતનાં શેરબજારો હાલમાં વૈશ્ર્વિક રાહે ચાલી રહ્યાં છે. એફઆઇઆઇની એકધારી વેચવાલી અને ફોરેક્સ માર્કેટમાં રૂપિયો નબળો પડવાને કારણે પણ સેન્ટિમેન્ટ ખરડાયું હતું.
વિદેશી સંસ્થાકીય રોકાણકારોની
એકધારી વેચવાલીને કારણે રૂપિયાના મૂલ્યમાં સતત ત્રીજા દિવસે પીછેહઠ જોવા મળી હતી. આંતરબેન્કિંગ વિદેશી હૂંડિયામણ બજારમાં અમેરિકન ડોલર સામે ૮૨.૩૦ અને ૮૨.૬૨ની રેન્જમાં અથડાયા બાદ રૂપિયો અંતે ૨૮ પૈસા તૂટીને ૮૨.૬૫ની સપાટીએ સ્થિર થયો હતો.
શેરબજારમાં ટેલીકોમ, રિયલ્ટી, એફએમસીજી, બેન્ક, ઓટો અને એનર્જી શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું જ્યારે કેપિટલ ગૂડ્ઝ, ક્ધઝ્યૂમર ડ્યુરેબલ્સ, પાવર, ફાર્મા અને મેટલ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૦૨ ટકા ઘટીને અને ૦.૧૦ ટકા વધીને બંધ રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular