શૅરબજારમાં શરૂઆત નરમ વલણથી થઈ શકે છે

વેપાર વાણિજ્ય

ગ્રહ સંકેત – વિનોદ રાવલ

આ સપ્તાહના ગ્રહયોગો અને ખગોલીક સ્થિતિ:
આ સપ્તાહની શરૂઆત સૂર્ય અને શનિના ઓપોઝિશનથી થશે. આ સપ્તાહમાં મંગળ અને પ્લૂટોનો કેન્દ્રયોગ બને છે. બુધ અને રાહુ પણ કેન્દ્રયોગમાં છે. બુધ અને હર્ષલ, અને શુક્ર અને ગુરુના પણ કેન્દ્રયોગ છે. આ ગ્રહયોગો બજારને કઈ દિશા આપશે તે જોઈએ…
શૅરબજાર: આ સપ્તાહમાં શૅરબજારમાં શરૂઆત વેચવાલીથી થઈ શકે છે. પહેલા દિવસથી બજારમાં વેચીને વેપાર કરતાં જવો હિતાવહ છે. સપ્તાહની શરૂઆતમાં વેચાણ દરેક ભાવે કરી શકાય. મોટા ગેપ સાથે બજાર ઓપન થાય અને સપ્તાહના મધ્યના દિવસોમાં નફારૂપી લેવાલી આવતાં બજાર બેતરફી ચાલી શકે છે. માટે નફો બુક કરતાં જવો. સપ્તાહના અંતિમ દિવસોમાં પણ બજારની ચાલ બેતરફી રહે પણ ઊંચા મથાળે વેચીને વેપાર ગોઠવવો લાભદાયી રહે. આ સપ્તાહમાં દરેક ઉછાળે વેચીને વેપાર કરવાથી લાભ મળી શકે છે.
મિત્રો, આ સપ્તાહમાં પણ ગ્રહયોગોની ચાલ દેશ અને દુનિયામાં આકસ્મિક કુદરતી હોનારત, ધરતીકંપ, મોટા પૂર આવતાં હોનારત થવી. સમૂહ મૃત્યુ જેવા બનાવ, ત્રાસવાદી, આતંકવાદી હુમલા, અલગ અલગ બોર્ડ પર યુદ્ધના બનાવો બનવાના યોગો હોવાથી શૅરબજારમાં વેચવાલી આવતા સારી નરમાઈ જોવા મળે. આ સપ્તાહમાં રિલાયન્સ બૅંક, ફાયનાન્સ સેકટરમાં વધઘટ જોવા મળી શકે.
સોના-ચાંદી: સોના અને ચાંદી વાયદા અને હાજર બજારમાં ભાવ મજબૂત રહી શકે છે. સોના અને ચાંદી વાયદા અને હાજરમાં આ સપ્તાહના શરૂઆતના દિવસથી જ બજારમાં સ્ટોક કરીને વેપાર ગોઠવવાથી લાભ મળી શકે છે. સપ્તાહના શરૂઆતના દિવસોમાં અને મધ્યના દિવસોમાં બજારમાં તેજી આવી શકે છે. સપ્તાહની મધ્યમાં નફારૂપી વેચવાલી આવતાં ભાવ નરમ જોવા મળે. નફો બુક કરતાં જવો. સોના અને ચાંદીમાં સપ્તાહની મધ્યના દિવસમાં સોના અને ચાંદીમાં મજબૂતી જોવા મળે. બજારમાં નરમ મજબૂત રાખીને વેપાર કરવો. પણ વધઘટ બન્ને સાઈડ આવી શકે છે માટે નફો બુક કરતાં જવો. આ સપ્તાહમાં દરેક નીચા ભાવે સ્ટોક કરીને વેપાર કરવો લાભદાયી થઈ શકે છે. સપ્તાહનાં અંતિમ દિવસોમાં સોના-ચાંદી બજારમાં મજબૂત ભાવ જોવા મળે. એક કે બે દિવસ ઝડપી લેવાલી આવતાં સારા મજબૂત ભાવ જોવા મળે.
ક્રૂડ ઓઈલ: ક્રૂડ ઓઈલમાં મજબૂત ભાવ જોવા મળે. ક્રૂડ ઓઈલમાં ભાવમાં મજબૂતાઈ બતાવી શકે છે. ક્રૂડ ઓઈલમાં શરૂઆતના દિવસથી સ્ટોક કરીને તેજીનો વેપાર ગોઠવવો. આ સપ્તાહના શરૂઆતના દિવસોમાં સ્ટોક કરીને તેજીનો વેપાર ગોઠવતાં જવો. સપ્તાહની મધ્યના દિવસમાં બજાર બેતરફી ચાલ બતાવી શકે છે. આ સપ્તાહમાં શરૂઆતના દિવસોથી મજબૂત ધ્યાન રાખીને વેપાર કરવો. સપ્તાહના અંતિમ દિવસો સુધી તેજીનો વેપાર રાખી શકાય. સપ્તાહના અંતિમ દિવસોમાં નવી લેવાલી આવતાં બજાર મજબૂત રહી શકે છે. આ સપ્તાહમાં ક્રુડ ઓઈલમાં મજબૂત ભાવ રહી શકે છે.
કોમોડિટી: આ સપ્તાહમાં કોમોડિટી બજાર મજબૂતી તરફી જોવા મળી શકે છે. આ સપ્તાહમાં સિંગતેલ, કપાસિયા તેલ, એરંડા, તેલીબિયાં અને દિવેલમાં સપ્તાહની શરૂઆત મજબૂત ભાવથી થાય. સપ્તાહની શરૂઆતના દિવસથી જ તેજી ધ્યાન રાખીને વેપાર ગોઠવતાં જવો. આ સપ્તાહમાં તેલ, તેલીબિયાં, કપાસિયાં, એરંડા, દિવેલ, તેલમાં તેજી ધ્યાન રાખીને વેપાર દરેક ભાવે કરવો. સપ્તાહના મધ્યના દિવસો સુધી સ્ટોક કરતાં જવું લાભદાયી રહે. આ દિવસોમાં એકાદ દિવસ બજારમાં સામાન્ય નરમાઈ અથવા સાંકડી વધઘટ જોવા મળે. પણ મંદીનો વેપાર કરવો નહીં. કપાસિયાં, એરંડા અને દિવેલ, તેલમાં આ સપ્તાહમાં નવી લેવાલી આવતા હાજર અને વાયદામાં મજબૂતાઈ જોવા મળે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.