મુંબઇ: શેરબજારે સત્રના પૂર્વાર્ધમાં જ ફરી ૬૦,૦૦૦ પોઇન્ટની સપાટી સર કરી. બુધવારે સેન્સેક્સ ૫ એપ્રિલ પછીના તેના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. ફુગાવાની ગતિ ધીમી પડવા સાથે અને મજબૂત કમાણીના આંકડાને કારણે સેન્ટિમેન્ટ તેજીમય રહ્યું હતું.
નરમ પડી રહેલા ફુગાવાના દબાણે એવી અપેક્ષાને જન્મ આપ્યો છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આગામી મહિનાઓમાં વ્યાજ દરમાં વધારો કરવાની ગતિ અને માત્રાને ધીમી કરી શકે છે.
ટોચના વિશ્લેષકે જણાવ્યું હતું કે, આક્રમક દર વધારાની સાઇકલ એક કે બે વધુ સાઇકલ સાથે પૂરી થઈ શકે છે.
“વૈશ્વિક કેન્દ્રીય બેંકો દ્વારા વલણ ધીમે ધીમે નરમ બની શકે છે, જે સમગ્ર વિશ્વમાં સેન્ટિમેન્ટને વેગ આપી રહ્યું છે.
મજબૂત કોર્પોરેટ જૂન-ક્વાર્ટરના પરિણામો, કોમોડિટીના ભાવમાં નરમાઈ અને ગ્રાહક ફુગાવો હળવો થવાથી સ્થાનિક મૂડમાં, ખાસ કરીને ગ્રાહક અને ઓટો શેરોમાં મદદ મળી છે.
હાલના તબક્કે હિન્દુસ્તાન યુનિલિવર 1.8% વધવા સાથે નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ વિક્રમજનક ઊંચાઈએ પહોંચ્યો હતો.
નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ 2.4% ઉછળ્યો હતો જ્યારે IT ઇન્ડેક્સ 0.9% વધ્યો હતો.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ ભારતીય ઇક્વિટીમાં નાણા ઠાલવી રહ્યા છે, જેમણે આ મહિને 12 ઓગસ્ટ સુધી 2.83 બિલિયન ડોલર મૂલ્યના શેરો ખરીદ્યા હતા, જેની સરખામણીએ જુલાઈના ડેટામાં દર્શાવેલ છે કે 618 મિલિયન ડોલરનો પ્રવાહ હતો.

Google search engine