નાશિકઃ મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં માતા અને દીકરાના પવિત્ર સંબંધોને કલંકિત કરનારો ચોંકાવનારો કિસ્સો ધ્યાનમાં આવ્યો છે. મા-દીકરા વચ્ચેના સંબંધોને દુનિયામાં પવિત્ર માનવામાં આવે છે, જ્યારે કોઈ પણ વ્યક્તિ માટે માતા વિના જીવનની કલ્પના કરવાનું સંભવ નથી, પરંતુ જન્મ આપનારી માતાની દીકરાએ છેડતી કરી હોવાની ઘટના બની છે.
નાશિક જિલ્લામાં આ ઘટના બની છે, જેમાં સગા દીકરાએ માતાની છેડતી કરી હતી અને દીકરાની સામે માતાએ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. નાશિકના સાતપુર પોલીસ સ્ટેશનની હદમાં પીડિત મહિલાએ પોતાના સગા પુત્રની સામે છેડતી કરવા બદલ એફઆઈઆર નોંધાવ્યો છે. પોલીસે આરોપી સામે આઈપીસીની કલમ 354 અને 504 અન્વયે કેસ નોંધ્યો છે. આ બનાવ પછી આરોપી ભાગી ગયો હતો, જ્યારે પોલીસે તેને શોધવા માટે તપાસ હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ફરિયાદમાં જણાવ્યા મુજબ આ બનાવ રાતના બન્યો હતો. આરોપીએ ઘરમાં લાઈટ બંધ કર્યા અને કપડા ઉતારીને પીડિતાના શરીર પર હાથ ફેરવ્યા હતા. દીકરાના આ કરતૂતને કારણે માતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. અત્યાર સુધીમાં દારુ માટે માતાની મારપીટના કિસ્સા અથવા વિવાદને કારણે લડાઈ-ઝઘડાના બનાવો નોંધ્યા છે, પરંતુ કોઈ દીકરા દ્વારા પોતાની સગી જનેતા સાથે છેડતી કરવાની ઘટનાને કારણે સમગ્ર નાશિકમાં ખળભળાટ મચાવી દીધો છે.
દીકરો બન્યો શેતાન, આ હરકત કરીને માતા-દીકરાના સંબંધોને લગાવ્યું કલંક
RELATED ARTICLES