Homeવેપાર વાણિજ્યસિલિકોન વેલી બૅન્કના ધબડકાની સેન્ટિમેન્ટલ અસર શૅરબજાર પર સો ટકા વર્તાશે

સિલિકોન વેલી બૅન્કના ધબડકાની સેન્ટિમેન્ટલ અસર શૅરબજાર પર સો ટકા વર્તાશે

હોટ ટોપિક -નિલેશ વાઘેલા

મુંબઈ: અમેરિકાની વધુ એક મોટી બેન્કિંગ કટોકટી વૈશ્ર્વિક ઇક્વિટી બજારને ઘમરોળી રહી છે. યુએસ રેગ્યુલેટરે મુખ્ય બેન્કોમાંની એક સિલિકોન વેલી બેંકને બંધ કરવાનો આદેશ આપ્યો છે. કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ પ્રોટેક્શન એન્ડ ઇનોવેશને આ બેંકને બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનને બેંકના રીસીવર બનાવવામાં આવ્યા છે. તેમને ગ્રાહકોના નાણાાં સુરક્ષિત રાખવાની જવાબદારી પણ આપવામાં આવી છે.
સિલિકોન વેલી બેન્કની પેરેન્ટ કંપની એસવીબી ફાયનાન્સિયલ ગ્રુપના શેર્સ ટ્રેડિંગ બંધ થતાં પહેલા લગભગ ૭૦ ટકા ગબડ્યા હતા. અમેરિકાની આ બેન્ક બંધ થવાના સમાચારની અસર દુનિયાભરના દેશો પર જોવા મળી શકે છે. આ સમાચાર આવ્યા બાદ બેન્કિંગ સેક્ટરનો બેન્ચમાર્ક સ્ટોક ઈન્ડેક્સ અચાનક ૮.૧ ટકા તૂટ્યો હતો. આ ઘટાડો પાછલાા ત્રણ વર્ષમાં એક દિવસમાં સૌથી મોટો ઘટાડો છે. તેની અસર ભારતીય શેરબજાર પર પણ પડી છે. શુક્રવારે ભારતીય શેરબજાર પણ ઘબડકા સાથે બંધ થયું હતું. અમેરિકાની આ બેન્ક બંધ થયા બાદ દરેક જગ્યાએ ખળભળાટ જોવા મળી રહ્યો છે. આગામી કેટલાક દિવસો સુધી વિશ્ર્વભરના બજારોમાં નેગેટિવ સેન્ટિમેન્ટ રહી શકે છે. ભારતીય બજાર પણ તેનાથી અલગ નથી. વિશ્ર્વબજારમાં ફરી એકવાર મંદીનો ખતરો તોળાઈ રહ્યો છે. આ કટોકટીને ધ્યાનમાં રાખીને ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશની પણ એક ટીમની રચના કરી છે. બીજી તરફ ભારતમાં આ સમાચાર સામે આવતાની સાથે જ ભારતીય રોકાણકારો અને સોફ્ટવેર એઝ અ સર્વિસ (એસએએએસ) કંપનીઓના સ્થાપકોની ઊંઘ હરામ થઇ ગઈ છે. સિલિકોન વેલી અમેરિકાની આ ૧૬મી સૌથી મોટી બેન્ક છે. વર્ષ ૨૦૦૮ની નાણાકીય કટોકટી પછી ફરી એકવાર આટલી મોટી બેન્ક બંધ થઈ ગઈ છે અને તેણે ટેક ઈન્ડસ્ટ્રીને આંચકો આપ્યો છે. બેન્ક પાસે ૨૦૯ અબજ ડોલરની સંપત્તિ અને ૧૭૫.૪ ઇબજ ડોલરની થાપણો હતી. આ બેન્ક નવા યુગની ટેક કંપનીઓ અને સાહસ મૂડીમાં રોકાણ કરતી કંપનીઓને નાણાકીય સહાય પૂરી પાડતી હતી.
અલબત્ત એ સ્પષ્ટ નથી કે આ સમયે તેની થાપણો ૨૫૦,૦૦૦ ડોલરની મર્યાદાને કેટલી વટાવી ગઈ છે કે નહીં! પાછલાં ૧૮ મહિનામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાને કારણે ટેક કંપનીઓમાં રોકાણકારોનો રસ ઘટ્યો છે. તેમજ રોકાણકારો માટે જોખમ ઉભું થયું છે. સિલિકોન વેલી બેન્ક ટેક્નોલોજી ઉદ્યોગના સંપર્કમાં આવી હતી, જેને કારણે તેની બેંકિંગ પર ખરાબ અસર પડી છે. બીજી તરફ, બાકીની બેન્કો પાસે આને ટાળવા માટે પૂરતી મૂડી છે.
હવે ટેક્નિકલ ધોરણે આગામી દિવસોમાં ચાર્ટિસ્ટ કેવી આગાહી કરે છે તે જોઇએ. શુક્રવાર બજાર માટે એક બ્લેક ફ્રાઈડે હતો. નિફ્ટી સતત બીજા સત્ર માટે ૧ ટકા ઘટી ગયો હતો. તે ૧૦ માર્ચે લોન્ગ ટર્મ મૂવિંગ એવરેજથી નીચે બંધ થયો છે. અમેરિકી બેરોજગારી અને ગેર-કૃષિ પેરોલ ડેટાના આવા પહેલા ગ્લોબલ માર્કેટમાં કરેક્શન જોવા મળ્યો છે. ઈન્ડેક્સ ૧૭૪૪૪ પર એક શાર્પ ગેપ ડાઉનની સાથે ખુલ્યો છે. આ દિવસ દરમિયાન ૧૭૩૨૪ સુધી ઘટી ગયો છે. તે નીચલા સ્તરથી ઇન્ડેક્સ રિકવર થયો છે. પરંતુ પૂરા સત્રોમાં એક નકારાત્મક પૂર્વાગ્રહની સાથે ઘણી હદ સુધી દાયરામાં રહ્યા છે. બજારની અંતમાં એનએસઈના બેન્ચમાર્કે ઇન્ડેક્સ નિફ્ટી ૧૭૭ અંક અથવા ૧૭૪૧૩ના સ્તર પર બંધ થયો છે. નિફ્ટીએ બેરીશ કેન્ડલ બનાવ્યો છે. આ ડેલી ચાર્ટ પર હેમર પેટર્ન ફોર્મેશન જેવું દેખાઈ છે. ડાઉનટ્રેન્ડમાં હેમર ફોર્મેશન સામાન્ય રીતે બુલિશ રિવર્સલના સંકેત આપે છે.
એક્સપર્ટનું કહેવું છે કે આવતા સત્રો માટે ૧૭,૩૦૦ એટલે કે શુક્રવારના નીચલા સ્તર પર સપોર્ટ ઝોનના રૂપમાં કામ કરશે. જો તે આ સ્તર પર તોડશે તો ૧૭૨૦૦-૧૭૦૦૦ ઝોનમાં વધું ઘટાડો આવી શકે છે. જ્યારે ૧૭,૬૦૦ મહત્વપૂર્ણ રેજિસ્ટેન્સ ઝોન બને એવી આશા છે.
અગ્રણી ચાર્ટિસ્ટે કહ્યું કે, ડેલી ચાર્ટ પર ઈન્ડેક્સ ડાઉનવર્ડ સ્લોપિંગ ચેનલની અંદર ઘટી રહ્યો છે. આ ફરીથી મંદીના વલણની પુષ્ટિ કરે છે. તેમાં ૧૪-ડે મૂવિંગ એવરેજ (૧૭૫૫૨) અને ૫૦-ડે મૂવિંગ એવરેજ (૧૭૮૨૫), બેયરિશ ક્રોસઓવરમાં છે. જ્યારે ઈન્ડેક્સ વેલ્યૂ બન્ને એવરેજથી નીચે છે.
તેમના મતાનુસાર વલણ મંદીનો બન્યો છે. જ્યારે સુધી નિફ્ટી ૧૭૮૫૦થી નીચે બંધ નહીં થાય ત્યા સુધી બજાર ઉછાળે વેચવાલીની સ્થિતિમાં રહેશે. જો આ સ્તર તોટશે તો એ પછી બેન્ચમાર્કને ૧૬૯૫૦-૧૬૭૫૦ પર સપોર્ટ મળી શકે છે. એ જ રીતે, જો બેન્ક નિફ્ટી ૪૦,૮૦૦ના સ્તરની નીચે ગબડશે તો તે ૪૦,૧૦૦ લેવલ બાદ ૩૯,૭૫૦ પોઇન્ટ સુધી નીચે પટકાઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular