સમજુ નર તો સમજી બેઠા, ગાફલ ગોથાં ખાવે રે…

ધર્મતેજ

અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ

રવિ-ભાણ સંપ્રદાયના સંત બાલક્સાહેબનો શિષ્ય વંથલી ગામના પીઠો ભગત વાણવી ગાય છે :
રામ સુમર , તારે કાંઈ ફીકર નહીં,
તારાં સબ દુ:ખડાં મિટ જાવે રે,
તારા ભવના ફેરા ભાંગી જાવે રે,
તારા પંડનાં પ્રાછત જાવે રે,
તારાં જનમ મરણ મટી જાવે રે,
રામ સુમર તારે કાંઈ ફીકર નહીં…૦
આ કાયામેં પાંચ પુરુષ એમાં,
તત્ત્વ નજરે ના’વે રે ,
સદ્ગુરુ મિલે તો ભેદ બતાવે,
અજ્ઞાની અથડાવે રે..
વીંધાણાં એટલાં મોતીડાં કે’વાણા,
અણવિંધ્યા પથરા કહાવે રે,
સમજુ નર તો સમજી બેઠા,
ગાફલ ગોથાં ખાવે રે..
-રામ સુમર તારે કાંઈ ફીકર નહીં…૦
સાત સાયર વચમાં બેટ,
કેમ કરી દરશન પાવે રે,
નુરત સુરતના દોર સાંધી લે,
તો, પલકમાં પહોંચાવે રે..
હરખે હરખે રામ સુમર,
ભલે લખ આવે લખ જાવે રે
ભૂલીશ ને ભૂલાવીશ મા,
તારા મનને ધંધે વળગાવે રે..
-રામ સુમર તારે કાંઈ ફીકર નહીં…૦
દિવસના ભૂલ્યા કેમ ચડે મારગે,
આડી રાત અંધારી આવે રે,
ભૂલવાડે તો ય ભૂલીશ મા,
મરને ત્રણે ગુણમાં તાવે રે..
સતને શબદે, ગુરુને વચને,
અંદરનું ઓળખાવે રે,
ગુરુ બાલક્સાહેબના ચરણે બેસી,
દાસ પીઠો ગુણલા ગાવે રે..
-રામ સુમર તારે કાંઈ ફીકર નહીં…૦
આજ વાત રવિસાહેબે આ રીતે કરી: સ્થૂળ માહિતી વિદ્યા ક્યારે બને? આપણા વિવિધ શબ્દકોશોમાં એકાક્ષ્ારી ‘જ્ઞ’ શબ્દનો અર્થ આપતાં જણાવાયું છે કે- ‘જ્ઞ’ એટલે
જાણવું. માત્ર બુદ્ધિના સ્તરને સ્પર્શે એવી જાણકારી ફક્ત માહિતીના સ્તરે હોય છે માહિતી, કેળવણી, શિક્ષ્ાણ, અભ્યાસ, જ્ઞાન,
વિજ્ઞાન અને વિદ્યા એ સાત
પગથિયાં છે.
સ્થૂલ માહિતીના તો અઢળક ભંડારો ભર્યા છે પણ એમાંથી કેળવણી દ્વારા કોઈ એક ચોક્ક્સ ક્ષ્ોત્ર પસંદ કરીને એનું શિક્ષ્ાણ લેવામાં આવે, એનો સતત અભ્યાસ એટલે કે આવર્તન કરીને ઘૂંટવામાં આવે ત્યારે એ જ્ઞાન બનેલ પણ એ જ્ઞાન જ્યાં સુધી જીવનવ્યવહારમાં પ્રયોગ રુંપે ન પ્રયોજાય ત્યાં સુધી એ કોરું- કોઈને પ્રભાવિત કરવા પૂરતું શુષ્ક જ્ઞાન જ રહે, એને વિશેષ્ા જ્ઞાન-વિજ્ઞાન દ્વારા જીવન વ્યવહારમાં સિદ્ધ કરવામાં આવે ત્યારે એ ‘મેધા’ બની જાય અને એવી ‘મેધા’ જ્યારે ‘પ્રજ્ઞા’સુધી પહોંચે ત્યારે એને કહેવાય વિદ્યા. આવી વિદ્યા જ મુક્તિ અપાવી શકે.
સંતો! માયા મૂળે નાંહી ં,
વિના વિચાર સકલ જગભૂલે,
જ્ઞાન વિણ ગૂંચવાઈ..
-સંતો! માયા મૂળે નાંહી ં..૦
માયામાયા સિદ્ધ- સાધ પુકારે,
અચરજ એ જ કહાવે ,
ભોરીંગ જેવા સીંદરા ભોંય પર ,
દેખો એ ક્સિ વિધ ખાવે..
માટી કેરા બન્યાં માળિયા,
ચીંતર્યો વાઘ ચિતારે
એવો ભ્રમ દેખી જીવ ભટક્યો,
વાઘ એ ક્સિ વિધ મારે ?
-સંતો! માયામૂળે નાંહી ં..૦
ખેતર બડા બીન રખવાલા,
ઓડા ઊભા કીના ,
અક્કલ વિનાનાં ઓડા નહીં ઓળખ્યા,
દેખત હરણાં બીના..
માયા નિંદર સપનાં જેવી,
બિન ગુરુ ગમ અંધિયારા,
કહે રવિરામ ચેતન જબ જાગ્યા,
ભયા બ્રહ્મ ઉજિયારા…
-સંતો! માયા મૂળે નાંહી ં..૦
***
ઘડીનું સૂઝે નહીં આ ઘટમાં,
નવા જૂના કાંઈ નથી જરૂરી,
પાંજર પડી જાય ઝટપટમાં..
ઘડીનું સૂઝે નહીં આ ઘટમાં…૦
જમડાની આગળ કોઈનું જોર ન ચાલે,
હાથ જોડે તોય લઈ ચાલે,
કુંભી કુંડ ત્યાં આગળ ભર્યા છે,
મૂઢ બુદ્ધિના નિયાં મા’લે..
ઘડીનું સૂઝે નહીં આ ઘટમાં…૦
સદ્ગુરુના શબદ સાંભળી,
સાચા થઈ કોઈ હરિને ઝાલે,
લાલ ગુરુ શરણે બોલ્યા નારણદાસ,
જીવને છોડાવવા જાવું સંત પાસે..
ઘડીનું સૂઝે નહીં આ ઘટમાં…૦
***
સુણો રે નર જ્ઞાની રે, કહી
સમજાવો રે ,
બોલણહારો ક્યાંથી આવ્યો રે..
ધરણી ગગન આકાશ નો’તા રે,
નો’તા ચંદાને સૂરા,
ઈ રે ભજનકી રે કરી લેવી ખોજના,
જેને સતગુરુ મળ્યા હોય પૂરા..
સુણો રે નર જ્ઞાની રે,
કહી સમજાવો રે,
બોલણહારો ક્યાંથી આવ્યો રે..૦
જળ ને થળ રે કોઈ રંગ નોતા,
નોતા આકાશે શેષ્ા મહેશા,
રામ લખનના જેદિ જલમ ભી નોતા, તે દિ સેવા કોની કરતા રે ..
સુણો રે નર જ્ઞાની રે, કહી
સમજાવો રે,
બોલણહારો ક્યાંથી આવ્યો રે..૦
ધરથી અધર કરી રાખો રે,
રાખો અધરથી ઓરા,
સાહેબ કબીર કહે એને અમર કરી થાપો,
જે કોઈ હોયે હમેરા..
સુણો રે નર જ્ઞાની રે, કહી
સમજાવો રે,
બોલણહારો ક્યાંથી આવ્યો રે..૦

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.