શિક્ષણનું રહસ્ય: વાંચે તેે પામે…

ઉત્સવ

અલભ્ય ગ્રંથવિશ્ર્વ -પરીક્ષિત જોશી

નામ- શિક્ષણનું રહસ્ય
લેખક-વિલિયમ કિલ્પ્ોટ્રોક
અનુવાદક- નવલરામ જગન્નાથ ત્રિવેદી
પ્રકાશક-ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
પ્રકાશન વર્ષ-૧૯૩૩
કુલ પાના- ૧૨૦
કિંમત- છ આના

-૧૯૨૬ના ડિસ્ોમ્બરમાં મદ્રાસ ઈલાકામાં આવેલા વેલોરમાં એક શિક્ષણ પરિષદ ભરાઈ હતી. ત્ોમાં પ્રખ્યાત અમેરિકન શિક્ષણશાસ્ત્રી વિલિયમ ક્લિપ્ોટ્રોકે યોજના પદ્ધતિ સંબંધી જે વ્યાખ્યાનો આપ્યાં હતાં એ ખૂબ જ વખણાયાં હતાં. ચિત્તવિજ્ઞાનના જે અચલ સિદ્ધાંતો ઉપર યોજના પદ્ધતિનું મંડાણ કરવામાં આવ્યું છે, ત્ો સિદ્ધાંતો આ ભાષણોમાં સરળ અન્ો સચોટ રીત્ો સમજાવવામાં આવ્યા છે. પરિષદે આ ભાષણો એક લઘુ પુસ્તકના આકારમાં પ્રસિદ્ધ કર્યા હતા એનો ગુજરાતી અનુવાદ આપણન્ો નવલરામ જગન્નાથ ત્રિવેદી દ્વારા સુલભ બન્યો છે.
કચ્છના દીવના રા.બા. મોતીલાલ લાલભાઈના પત્ની સૌ. કંકુબાઈ ૨૯ વર્ષની યુવાન વયે સ્વર્ગવાસી થયેલા. ત્ોમના સ્મરણાર્થે ૫૦૦૦ રૂપિયાની રકમનું એક ફંડ એકત્રિત કરીન્ો ૧૮૮૯માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીન્ો સોંપવામાં
આવ્યું હતું.
જેના વ્યાજમાંથી રા.બ. મગનભાઈની ક્ધયાશાળામાં માસિક રૂ. પાંચની એક સ્કોલરશિપ અન્ો એ જ ક્ધયાશાળામાં વાર્ષિક રૂ. પચ્ચીસના પુસ્તકોનું ઈનામ આપતા વધતી રકમમાંથી સ્ત્રી જાતિની કેળવણી માટે પ્રચારપ્રસાર અન્ો સ્ત્રીઓની નીતિ તથા બુદ્ધિની ત્ોમજ સાંસારિક સુખ સંપત્તિની વૃદ્ધિ માટે ઉપયોગી પુસ્તકોના ભાષાન્તર કે સારોદ્ધારરૂપ કે નવીન ઈનામ આપી રચવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એ અન્વયે આ પુસ્તક પ્રગટ થયું ત્યાં સુધીમાં સૌ. કંકુબાઈ સ્મારક ગ્રંથમાળા ૧૩ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં હતા.
એ ૧૩ પુસ્તકોમાં સ્ત્રીજાતિ વિશે વિવેચન, ગ્ાૃહવ્યવસ્થા અને આરોગ્યવિદ્યા, મા અન્ો દીકરી અથવા પ્ૌસો અન્ો ત્ોની કરકસર, ઘરમાં વપરાતી ચીજોનું રસાયણ, અબળા સંજીવન, છોકરાંઓની આરોગ્યતા, સ્ત્રીગીત સંગ્રહ, સ્ત્રીબોધક સતી ચરિત્રો, સંસારમાં સ્ત્રીની પદવી, મિસ લોરેન્સ નાઈટીંગ્ોલનું ચરિત્ર, સ્ત્રીઓની પરાધીનતા, શહેનશાહ બાનુ મેરી, કરકસર અન્ો ઉદારતા જેવા પુસ્તકો પ્રકાશિત થયા છે.
૧૨૦ પાનાના ફલક પર વિસ્તરેલા પુસ્તકમાં કુલ ત્રણ વિભાગમાં ૧૬ પ્રકરણો છે. પહેલા વિભાગમાં શિક્ષણ એટલે શુંથી શરૂ થતી વાત ક્રિયા દ્વારા મળતું શિક્ષણ, સંતોષ અન્ો કંટાળાની શિક્ષણ પર થતી અસર, શિક્ષણમાં તત્પરતાનું સ્થાન, તીવ્ર મનોવૃત્તિની શિક્ષણ પર અસર, શિક્ષણમાં આનુષંગિક બાબતોનું મહત્ત્વ અન્ો સહયોગથી શિક્ષણ કેવી રીત્ો મળે એ વિષયોનો સમાવેશ કરેલો છે.
બીજા વિભાગમાં વર્તમાનકળાનું જીવન પરિવર્તન, જીવનમાં પ્રવેશ કરી શિક્ષણ કેવી રીત્ો નવજીવન લાવે છે, કેવી જાતના અનુભવોથી વિચારશક્તિ ખીલે છે અન્ો જીવન સાથે શિક્ષણ ઓતપ્રોત થઈ ગયું ક્યારે કહેવાય એ વિષયે ચર્ચા કરેલી છે. ત્રીજા વિભાગમાં બાળકો પોતાના ઉદ્દેશ મારફત
શું શીખે છે સાથે શરૂ થતી વાત જાત્ો પસંદ કરેલાં કાર્યોથી ચારિત્રય કેવી રીત્ો ઘડાય છે, શિક્ષણમાં યોજનાનો વિશિષ્ટ અર્થ, વિદ્યાર્થીઓની યોજનાઓ શિક્ષકે કેટલી
હદ સુધી દોરવી જોઈએ અન્ો શાળાઓમાં યોજનાઓ કેવી રીત્ો દાખલ થઈ શકે છે ઇત્યાદિ વિષયે વિશદ્ છણાવટ કરવામાં
આવી છે.
લેખકનું મુખ્ય મુદ્દો એ છે કે શિક્ષણ ક્રિયા દ્વારા મળે છે. એના પ્રતિપાદનમાં એમણે ઘણા ઉદાહરણો પણ આપ્યાં છે. નવમાં ત્રણ ઉમેરીએ તો કેટલા થાય એ એક પરિસ્થિતિ છે. બાળક એનો જવાબ ૧૨ આપ્ો તો એ યોગ્ય પ્રતિચેષ્ટા કરી કહેવાય. પરિસ્થિતિ અન્ો પ્રતિચેષ્ટા વચ્ચેનો આ સંબંધ બાળકે વારંવારની માનસિક ક્રિયા દ્વારા દ્રષ્ટ કર્યો હોય છે. જેમ જેમ વધુ ઘૂંટાતો જાય ત્ોમ ત્ોમ વધારે ઝડપથી અન્ો વધારે ચોક્કસ રીત્ો જવાબ વાળી શકે. જો પોતાના વિષયનું રટણ ન થતું રહે તો એનું જ્ઞાન કટાતું જાય છે અન્ો શિક્ષણ અટકી ગયું કહેવાય. કામ, કામન્ો શીખવે એ કહેવત આ જ વાત કહે છે.
શિક્ષણ બાબત્ો એક મહત્ત્વનો સવાલ વિદ્યાર્થીઓની યોજનાઓન્ો શિક્ષકે કેટલી હદ સુધી દોરવી જોઈએ એ પણ છે. એના જવાબમાં લેખક કહે છે કે યોજના પદ્ધતિમાં વિદ્યાર્થીઓની સ્વતંત્રતા ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. ત્ોમણે પોતાની મેળે ઉદ્દેશો અન્ો યોજનાઓ નક્કી કરવી જોઈએ. સ્વતંત્ર શિક્ષણની પદ્ધતિમાં પણ સારા શિક્ષકોની જરૂર છે. સારા શિક્ષકો જ વિદ્યાર્થીઓન્ો સારી રીત્ો કેળવી શકે એ સ્વાભાવિક જણાતી
ઘટના છે.
લેખકે પોતાના જાતઅનુભવ અન્ો નિરંતર ચાલતી સંશોધન પ્રક્રિયાન્ો આધારે શિક્ષણનું રહસ્ય ખોલી આપવાના પ્રયાસ કર્યા અન્ો એના આધારે આ વ્યાખ્યાનશ્રેણીમાં પોતાના વક્તવ્યો આપ્યા હતા. એનો સરળ સહજ ગુજરાતી અનુવાદ આપીન્ો અનુવાદક નવલરામ જગન્નાથ ત્રિવેદીએ ગુજરાતી ભાષા સાહિત્યની સાથોસાથ આપણા બાળકોના શિક્ષણ ક્ષેત્રે કાર્યરત શિક્ષકો અન્ો અધ્યાપકો માટે પણ એક ઉત્તમ ભાથું પ્ાૂરું પાડ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.