Homeઆપણું ગુજરાતપુલ અચાનક નથી પડ્યો! સ્ક્રિપ્ટ બે વર્ષ પહેલા લખાઈ હતી, કંપનીએ કલેકટરને...

પુલ અચાનક નથી પડ્યો! સ્ક્રિપ્ટ બે વર્ષ પહેલા લખાઈ હતી, કંપનીએ કલેકટરને લખેલો પત્ર સામે આવ્યો હતો

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યો છે અનેક પરિવારો બરબાદ થઇ ગયા છે. પોલીસે ઓરેવા કંપનીના મેનેજર, ટીકીટ ક્લાર્ક, સિક્યોરિટી પર્સન સહીત 9 લોકોની ધરપકડ કરી છે. પરંતુ આ દુર્ઘટનામાં મોટી માછલીઓને બચાવી લેવાના પ્રયત્નો થઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ પુલ અચાનક તૂટી પડ્યો નથી, આ ગોઝારા અકસ્માતની સ્ક્રિપ્ટ બે વર્ષ પહેલા લખવામાં આવી હતી. ઓરેવા કંપનીએ બે વર્ષ પહેલા જીલ્લા કલેકટરને લખેલો એક પત્ર સામે આવ્યો છે.
બ્રિજની જાળવણી અને સમારકામ સાથે સંકળાયેલી અજંતા ઓરેવા કંપનીનો જાન્યુઆરી 2020માં મોરબી જીલ્લા કલેકટરને ઝુલતા પુલના કોન્ટ્રાક્ટ અંગે લખેલો પત્ર સામે આવ્યો છે. આ પત્રમાં મોરબી જીલ્લા કલેકટરને કહેવાયું છે કે અમે કામચલાઉ સમારકામ કરીશું. આ પત્ર પછી પણ અધિકારીઓ મૌન રહ્યા અને આ અકસ્માત સર્જાયો.
પત્રના લખાણ પરથી એવું જણાઈ રહ્યું છે કે બ્રિજના કોન્ટ્રાક્ટને લઈને કંપની અને જિલ્લા વહીવટીતંત્ર વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો. અજંતા ગ્રુપની ઓરેવા કંપની ઝુલતા પુલ માટે કાયમી કોન્ટ્રાક્ટ ઈચ્છતી હતી. કપનીએ પાત્રમાં લખ્યું છે કે જ્યાં સુધી કાયમી કોન્ટ્રાક્ટ આપવામાં ન આવે ત્યાં સુધી તેઓ પુલ પર કામચલાઉ સમારકામ કરીને બ્રીજ ચાલુ કરી દેશે. કંપની બ્રિજના સમારકામ માટે સામગ્રી મંગાવશે નહીં અને તેમની માંગ પૂરી થયા પછી જ તેઓ કામ પૂર્ણ કરશે.

આ પત્રના બે વર્ષ બાદ માર્ચ 2022માં એજ કંપનીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાયમી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. કંપનીના બ્રીજના સમારકામ માટે આવા વલણ છતાં સંચાલન અને જાળવણી માટે ઓરેવા કંપની સાથે વર્ષ 2022 થી 2037 એમ 15 વર્ષ માટે કરાર કરવામાં આવ્યો. ઉપરાંત નગર પાલિકાની મંજુરી વગર બ્રીજ ખુલ્લો મુકાયો હતો. નગર પાલિકાના અધિકારીઓને જાણ હોવા છતાં બધું અવગણતા રહ્યા અને બ્રીજ બંધ ના કરાવ્યો. પુલ અકસ્માત બાદ મોરબી જીલ્લા વહીવટી તંત્ર, નગરપાલિકા અને સરકાર જવાબદારીમાંથી છટકી રહી છે.

બીજી તરફ મોરબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં ના તો ઓરેવા કંપનીના માલિકનું નામ છે ના કોઈ સરકારી અધિકારીનું. વિધાનસભા ચૂંટણી નજીક હોવાને કારણે સરકાર દ્વારા ભીનું સંકેલવાના પ્રયત્નો થઇ રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular