મુકેશ અંબાણીના ડ્રાઈવરનો પગાર છે અધધધ….

4913

દુનિયાના અબજોપતિની યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું નામ છે એની માહિતી તો આપણને બધાને જ છે. પણ આજે આપણે અહીં મુકેશ અંબાણી નહીં પણ તેમના ઘરે કામ કરતાં વર્કર્સ વિશે વાત કરવાના છીએ.
મુકેશ અંબાણી પોતાના ઘરે કામ કરતાં વર્કર્સ પર વિશેષ ધ્યાન આપે છે અને તેઓ પોતાને ત્યાં કામ કરનારા કર્મચારીઓને સારા પગાર સિવાય બીજી અનેક સુખ-સુવિધાઓ પણ આપે છે. આ બાબતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 2017માં મુકેશ અંબાણીના પર્સનલ ડ્રાઈવરનો પગાર મહિનાનો 2 લાખનો છે અને હવે એક રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીના શેફને એટલે કે તેમના ઘરે રસોઈ કરનારા રસોઈયાને એક વિધાનસભ્ય કરતાં પણ વધુ પગાર હોવાનો ખુલાસો કરવામાં આવી રહ્યો છે.
મળી રહેલી માહિતી અનુસાર મુકેશ અંબાણીના રસોઈયાને દર મહિને બે લાખ રૂપિયાનો પગાર આપવામાં આવે છે અને મીડિયા રિપોર્ટ અનુસાર દિલ્હીના વિધાનસભ્યને દર મહિને 90 હજાર રૂપિયાનો પગાર ચૂકવવામાં આવે છે. એટલે એવું કહી શકાય મુકેશ અંબાણીના સ્ટાફની કમાણી એક વિધાનસભ્યની આવક કરતાં પણ વધુ છે. બીજા એક રિપોર્ટમાં એવો દાવો પણ કરાઈ રહ્યો છે કે અંબાણીના દરેક સ્ટાફનો પગાર એક સમાન જ છે. એટલું જ નહીં અંબાણીના ઘણા બધા સ્ટાફના સંતાનો વિદેશમાં ભણે છે અને એ માટે અંબાણી દ્વારા પણ શક્ય એટલી મદદ કરવામાં આવે છે.
એટલું જ નહીં અંબાણીના ઘરમાં કામ કરનારા કર્મચારીઓને અન્ય ભથ્થાની સાથે સાથે ઈન્શ્યોરન્સ પણ આપવામાં આવે છે. જોકે, અહીં કામ કરવું એટલું સહેલું નથી. કર્મચારીઓએ અનેક પ્રકારની પરીક્ષાઓ આપવી પડે છે અને તેમાંથી પાસ થયા બાદ જ તેમને નોકરી પર રાખવામાં આવે છે… એટલે ભાઈસાબ લાખો રૂપિયાનો પગાર કંઈ એમને એમ નથી મળી જતો, એના માટે કેટલા પાપડ વણવા પડે છે એ તો ત્યાં નોકરી કરનાર કર્મચારી જ કહી શકે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!