ડૉલર સામે રૂપિયો વધુ બે પૈસા નરમ

વેપાર વાણિજ્ય

મુંબઈ: સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે પાંખાં કામકાજો વચ્ચે ડૉલર સામે રૂપિયો બેતરફી વઘઘટે અથડાઈને અંતે ગઈકાલના બંધથી વધુ બે પૈસાના ઘટાડા સાથે ૭૯.૮૫ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૫૬૩ કરોડની લેવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હોવાથી રૂપિયામાં ઘટાડો સિમિત રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૯.૮૩ના બંધ સામે નરમાઈના ટોને ૭૯.૮૪ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯.૮૭ અને ઉપરમાં ૭૯.૬૮ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી બે પૈસાના ઘટાડા સાથે ૭૯.૮૫ની સપાટીએ બંધ રહ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.