મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં આજે વધ્યા મથાળેથી નરમાઈ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડાનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં એક તબક્કે ૧૮ પૈસાનો સુધારો જોવા મળ્યો હતો. અંતે ગઈકાલના બંધથી વધુ નવ પૈસાના ઘટાડા સાથે ૮૨.૦૪ના મથાળે બંધ રહ્યો હતો. સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૧.૯૫ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૧.૯૩ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૦૪ અને ઉપરમાં ૮૧.૭૭ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી નવ પૈસા ઘટીને ૮૨.૦૪ના મથાળે બંધ રહ્યો હતો. આજે વૈશ્ર્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૦૧ ટકા ઘટીને બેરલદીઠ ૮૨.૬૫ ડૉલર, ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૨૨ ટકા ઘટીને ૧૦૫.૪૨ અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૬૭૧.૫૬ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવા છતાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૫૪૧.૮૧ પૉઈન્ટનો અને ૧૬૪.૮૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ડૉલર સામે રૂપિયો નવ પૈસા નરમ
RELATED ARTICLES