(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ અને ગઈકાલે ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહ્યું હોવા છતાં આજે વૈશ્ર્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો હોવા છતાં ભાવ બેરલદીઠ ૮૦ ડૉલરની નીચે ૭૯.૮૮ ડૉલર આસપાસ પ્રવર્તી રહ્યા હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૩૭ પૈસાના ઉછાળા સાથે ૮૨.૪૫ની સપાટીએ બંધ રહ્યો હતો. સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૮૨ના બંધ સામે સુધારાના ટોને ૮૨.૭૭ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર નીચામાં ૮૨.૮૦ અને ઉપરમાં ૮૨.૪૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૩૭ પૈસાની તેજી સાથે ૮૨.૪૫ની સત્રની ઊંચી સપાટીએ જ બંધ રહ્યો હતો.