Homeદેશ વિદેશડૉલર સામે રૂપિયો ૩૬ પૈસા ગબડ્યો

ડૉલર સામે રૂપિયો ૩૬ પૈસા ગબડ્યો

મુંબઈ: આજે અંદાજપત્રની જાહેરાત પૂર્વેનાં આર્થિક સર્વેક્ષણમાં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નાં આર્થિક સર્વેક્ષણમા નિકાસમાં ઘટાડો અને ચાલુ ખાતાની ખાધમાં વધારો થવાને કારણે રૂપિયો દબાણ હેઠળ રહેવાની શક્યતા વ્યક્ત કરવાની સાથે સ્થાનિક ઈક્વિટીમાં સાધારણ સુધારો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૩૬ પૈસા ગબડીને ૮૧.૮૮ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૧.૫૨ના બંધ સામે
સાધારણ નરમાઈના ટોને ૮૧.૫૮ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૦૭ અને ઉપરમાં ૮૧.૫૮ની સપાટીએ રહ્યા બાદ અંતે ગઈકાલના બંધથી ૩૬ પૈસાના ઘટાડા સાથે ૮૧.૮૮ના મથાળે બંધ રહ્યો હતો. આમ આજે એક તબક્કે રૂપિયામાં પંચાવન પૈસાનું ગાબડું પડી ગયું હતું.
આજે જાહેર થયેલા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નાં આર્થિક સર્વેક્ષણમાં નિકાસ ઘટવાની સાથે ચાલુ ખાતાની ખાધમાં વધારાની શક્યતાને ધ્યાનમાં લેતાં ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવા ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે સાધારણ ૪૯.૪૯ પૉઈન્ટનો અને ૧૩.૨૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૬૭૯૨.૮૦ કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં રૂપિયો ગબડ્યો હતો. જોકે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૧૫ ટકા ઘટીને ૧૦૨.૪૩ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૧.૧૮ ટકાના ઘટાડા સાથે બેરલદીઠ ૮૩.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં ધોવાણ સિમિત રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular