Homeવેપાર વાણિજ્યડૉલર સામે રૂપિયો ૧૧ પૈસા તૂટ્યો

ડૉલર સામે રૂપિયો ૧૧ પૈસા તૂટ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાના જાન્યુઆરી મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ટ્રેડરોએ વેપારમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી આજે ડૉલર સામે રૂપિયો ૧૧ પૈસા તૂટીને ૮૨.૮૧ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં ઘટાડો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં રૂપિયાને થોડાઘણા અંશે ટેકો મળ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૭૦ના બંધ સામે સુધારાતરફી વલણ સાથે ૮૨.૫૯ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૮૨ અને ઉપરમાં ૮૨.૫૭ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧૧ પૈસાના ઘટાડા સાથે ૮૨.૮૧ના મથાળે બંધ રહ્યો હતો.
તાજેતરમાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી ઉપરાંત આજે એશિયન ઈક્વિટી માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો હોવાથી સ્થાનિકમાં રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં વિશ્ર્લેષક દિલીપ પરમારે જણાવતાં ઉમેર્યું હતું કે આજે ડૉલર ઈન્ડેક્સમાં ૦.૩૫ ટકાનો અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ૦.૮૧ ટકાનો ઘટાડો ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૬૦૦.૪૨ પૉઈન્ટનો અને ૧૫૮.૯૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવા ઉપરાંત ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૩૨૨.૩૯ કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular