રૂપિયો નવ પૈસાના ઘસરકા સાથે ૭૯.૯૦ની નવી વિક્રમી નીચી સપાટીએ

વેપાર વાણિજ્ય

મુંબઇ: વિશ્ર્વબજારમાં ડોલરની મજબૂતી અને સ્થાનિક સ્તરે શેરબજારમાંથી એફઆઇઆઇની એકધારી વેચવાલી વચ્ચે રૂપિયો ગુરુવારે નવ પૈસાના ઘસરકા સાથે ૭૯.૯૦ (પ્રોવિઝનલ)ની નવી વિક્રમી નીચી સપાટીએ પહોંચ્યો હતો.
આંતરબેન્કિંગ હૂંડિયામણ બજારમાં ડોલર સામે રૂપિયો ૭૯.૭૨ના મકકમ સ્તરે ખુલ્યો હતો જે ઇન્ટ્રા-ડે ૭૯.૭૧ની ઊંચી અને ૭૯.૯૨ની નીચી રેન્જમાં અથડાયો હતો. સત્રને અંતે અમેરિકન ડોલર સામે ભારતીય ચલણ નવ પેસાના ઘટાડા સાથે ૭૯.૯૦ની સપાટીએ સ્થિર થયું હતું.
વિદેશી હૂંડિયામણ બજારના સાધવનોએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થવાને કારણે રૂપિયો વધુ ગબડતો અટકાવ્યો હતો. ફોરેક્સ માર્કેટમાં ડોલર ૨૦ વર્ષની ઊંચી સપાટી પર પહોંચ્યો છે જ્યારે ડોલર સામે રૂપિયો દૈનિક નવી નીચી સપાટી દર્શાવી રહ્યો છે.
કરન્સી બજારોમાં ઇમર્જિંગ એશિયા, ઇમર્જિંગ યુરોપ અને લેટિન અમેરિકાની કરન્સી તૂટી છે. એક વરસમાં રૂપિયો સાત ટકાથી વધુ તૂટયો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.