ડૉલર સામે રૂપિયો વધુ ૨૫ પૈસા તૂટયો

વેપાર વાણિજ્ય

મુંબઈ: ગત જુલાઈ મહિનાના આર્થિક ડેટા નબળા હોવાથી તેમ જ અમેરિકા-ચીન વચ્ચેના રાજકીય ભૌગોલિક તણાવને કારણે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ઑલ ફોલ ડાઉન જળવાઈ રહેતા આજે વધુ ૨૫ પૈસાના ઘટાડા સાથે ૭૯.૪૦ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સત્ર દરમિયાન એક તબક્કે રૂપિયો ૭૦ પૈસા ગબડી ગયો હતો. આજે સ્થાનિકમાં સત્રના આરંભે ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૯.૧૫ના બંધ સામે નરમાઈના ટોને ૭૯.૨૧ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન એક તબક્કે ૭૯.૮૫ સુધી નીચે પટકાયા બાદ ઉપરમાં ખૂલતી ૭૯.૨૧ની સપાટી સુધી ક્વૉટ થઈને અંતે ગઈકાલના બંધથી ૨૫ પૈસાના સુધારા સાથે ૭૯.૪૦ના મથાળે બંધ રહ્યો હતો. એકંદરે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મોનેટરી પૉલિસી કમિટીની આવતીકાલે સમાપન થતી બેઠક પૂર્વે ટ્રેડરોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હતો. તાઈવાનના મુદ્દે અમેરિકા-ચીન વચ્ચે વધી રહેલા તણાવને કારણે રૂપિયામાં ભારે ચંચળતા જોવા મળી હોવાનું મોતીલાલ ઓસ્વાલ ફાઈના-ન્સિયલ સર્વિસીસના ફોરેક્સ તથા બુલિયન એનાલિસ્ટ ગૌરાંગ સોમૈયાએ ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો ૭૯.૨૦થી ૭૯.૮૦ આસપાસની રેન્જમાં અથડાતો રહે તેવી શક્યતા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.