માનસ મંથન – મોરારિબાપુ

जननि जनकर गुर बंधु हमारे ।
कृपा निधान प्रान ते प्यारे ॥

અયોધ્યાના પ્રજાજનોએ ભગવાન રામના દર્શન કરી એમનાં વચનો સાંભળ્યા ત્યારે આવો પ્રતિભાવ ઊઠ્યો હતો. ભાગવત યાદ આવે બાપ ! શ્રીકૃષ્ણ જ્યારે દ્વારિકા પધાર્યા ત્યારે દ્વારિકાવાસીઓ એમનું સ્વાગત કરવા આવે છે ત્યારે આવા જ શબ્દો બોલ્યા છે. તમે અમારી મા છો. આજે અમારી પાસે મા છે. તમે અમારા બાપ છો. તમે અમારા પિતા છો. તમે અમારા સદ્દ્ગુરુ છો. તમે અમારા સ્વામી છો. અમને સમજણ પડી છે કે તમારાં ચરણોનો આશ્રય અમારી કૃતાર્થતા છે. રામજીને પ્રજાજનોએ પહેલી વાત કરી,તમે અમારી મા છો. આવું કોઈ શાશન છે વિશ્વમાં? કે જ્યાં પ્રજા રાજાને કહે કે તમે અમારા માવતર છો ! અમે તમારી પ્રજા છીએ. રાજા મારો ગુરુ છે. તમે અમારા મા-બાપ છો. આવા શબ્દો કઈ સત્તાને સાંભળવા મળે? જેણે બહુ પુણ્યો કર્યા હોય તેને કદાચ સાંભળવા મળે. મને કોઈએ પૂછ્યું હતું,ક્યાં? નૈમિષમાં કોઈએ મને જિજ્ઞાસા કરી હતી. હું આજની પરિસ્થિતિ પર બોલતો હતો. મને પૂછ્યું હતું કે બાપુ,તમારી દ્રષ્ટિએ સત્તામાં અથવા તો શાસન કોની પાસે હોવું જોઈએ? મેં કહ્યું મારે કોઈ સાથે લેવાદેવા નહીં. મારે કોઈ પણ પક્ષ સાથે શું લેવાદેવા? અમારે તો રામાયણ સાથે લેવાદેવા. પણ શાસન સજજનોનું હોવું જોઈએ. અને એ સજજનો પુણ્યશાળી સજજનો હોવા જોઈએ. જેણે પુણ્ય કર્યાં હોય ! જેનાં કુળમાં ખાનદાની ધરબાઈ ધરબાઈને પડી હોય એવા પુણ્યવાન સજજનોના હાથમાં શાસન હોવું જોઈએ. અને એ શાસન કરતી વખતે પણ તટસ્થ અને બિલકુલ જગત માટે જીવતા હોય એવા સાધુને પૂછી પૂછીને વાત કરતાં હોય ! એવા પાસે શાસન હોવું જોઈએ. પુણ્યશાળી સજજનો…કોઈ ગલત અર્થ ન કરશો ભાઈ ! અને કરો તો તમારી જવાબદારી. મારું તો બધું ટેપ થાય છે. મારે કોઈ વાદ,કોઈ પક્ષાપક્ષ સાથે લેવાદેવા નહીં. અમારે શું લેવાદેવા? પણ રાષ્ટ્રની જાગૃતિ માટે, સાધુના કર્તવ્યરૂપે જ્યારે બોલવું પડે ત્યારે બોલું. બાકી અમારે શું લેવાદેવા ! અમે તો બધા માટે બોલીએ. જેને લાગુ પડે એને બધાને લાગુ પડે. જવા દો,મારે કહેવું છે કે અમારા રામજીની સત્તા, એક રાજા તરીકે તમે રામજીને લો,એની પ્રજા સજળ નેત્રે કહે છે કે તમે અમારા ગુરુ છો! રાજાને ગુરુ કહી શકાય એવું શાસ્ત્રમાં વિધાન છે.
રઘુનાથજીએ ક્યાંય રાજનીતિની વાત ન કરી એમની પ્રજાને. આખા પ્રવચનમાં ક્યાંય રાજનીતિ નથી. કેવળ પ્રીતિની ચર્ચા છે. અને તેથી કથામાં હું બહુ સાફ શબ્દોમાં ઘોષણા કર્યા કરું છું કે અમારે રાજનીતિ સાથે કશીયે લેવાદેવા નથી. રાષ્ટ્રપ્રીતિ સાથે અમારે નાતો છે. રાષ્ટ્રનું કલ્યાણ થવું જોઈએ. રાષ્ટ્રપ્રીતિ, ‘જન ગણ મન અધિનાયક જય હે,ભારત ભાગ્ય વિધાતા…’ એની સાથે અમારે સંબંધ છે. રાષ્ટ્રપ્રીતિ હોવી જોઈએ. સુધાસમ વચનો પ્રભુએ કહ્યા પ્રજાને. ક્યાંય રાજનીતિની વાત ન કરી. આવો રાજા હોવો જોઈએ પ્રજા પર. આ રામરાજ્યની સંસાર અપેક્ષા રાખે. આવું પ્રેમ રાજ્ય. જનની, જનક, ગુરુ, બંધુ હમારે… શ્રીકૃષ્ણને જોતાં દ્વારકાવાસીઓ રડી પડ્યા, કેટલે દિવસે અમને દર્શન થયાં. આજે અમારી મા આવી છે, આજે અમારા પિતા આવ્યા છે. આજ અમારા માલિક આવ્યા છે. આ સદ્દ્ગુરુ શબ્દ વાપર્યો છે ભાગવતજીમાં,આજ અમારો સદ્દ્ગુરુ આવ્યો છે. આજે અમારો ભાઈ આવ્યો છે. આજ અમારે, કોઈના પગમાં બે આંસુ પાડીને બે વાત કરી શકીએ એવો અમારો માલિક આવ્યો છે. આ ભાવ શ્રીમદ્ ભાગવતજીમાં છે. ઉપનિષદોનો ક્રમ કેટલો સુંદર જાળવ્યો છે. પળટૈડજ્ઞમળજ્ઞ ધમ.
રુક્ષટડજ્ઞમળજ્ઞ ધમ, અળખળ્રૂૃડજ્ઞમળજ્ઞ ધમ રામજીને પહેલાં મા કહ્યા. તમે અમારી મા છો. તમે અમારા પિતા છો. તમે અમારા સદ્દ્ગુરુ છો. અને અયોધ્યામાં આ હોય! એમાં નવાઈ પણ નહિ.
આપણે ત્યાં રજવાડાં હતાં,ત્યારે પ્રજા બોલતી તીને કે, તમે અમારા મા-બાપ છો. ગિરાસદાર હોય,ગામધણી હોય, તોય પ્રજા કહેતી, તમે અમારા માવતર છો,તમે અમારા મા-બાપ છો. પણ તમે અમારા સદ્દ્ગુરુ છો, એમ કહે,ત્યારે તો કોઈએ રામ થવું પડશે. ત્યારે તો કોઈએ કૃષ્ણ થવું પડશે. રામ એટલે પિતૃવચન માટે ગાદી છોડી દે એ, કૃષ્ણ એટલે આટલા આટલા યુદ્ધમાં સક્રિય રહે છતાંય દરેક પદથી દૂર રહે એ કૃષ્ણ. પ્રજા જ્યારે શાસકને જનેતા માને,આ… હા… હા… કેટલું મોટું સૂત્ર છે? જ્યારે જનેતા એમ કહે કે, શાસન કરનાર અમારી મા છે. આવો ભાવ જ્યારે પ્રજામાં ઊઠે,ત્યારે વિશ્ર્વાસ સંપાદન કર્યો કહેવાય. ત્યારે સાચા અર્થમાં ચૂંટાયા કહેવાય.
પ્રજા જ્યારે સત્તાને મા કહીને બોલાવે, દ્રશ્ય મને બહુ ગમે,ભગવાન કરે એ દ્રશ્ય આપણને દેખાડે. જ્યારે જન જન… પ્રભાશંકર પટણીને ભાવનગરના દીવાનને પ્રજા મા કહેતી. સરપ્રભાશંકર પટણી ભાવનગરના દીવાન. ચાંદીના પતરા જેવી સફેદ દાઢી.
બિલકુલ શુદ્ધ બગલાની પાંખ જેવાં,ઊજળા કપડાં. બંડી પહેરે. સાધુ પુરુષ ભાઈ ! કૃષ્ણકુમારસિંહજીની સાથે નીકળે તો કૃષ્ણકુમાર ઝાંખો લાગે !… દીવાન રુડો લાગે. ને જેનાં પ્રધાનો ને જેનાં દીવાનો સારા એનું રાજ્ય સારું બાપ ! સલાહકારો જેનાં સારા એનું રાજ્ય સારું.
તમે અમારા ગુરુ છો. તમે અમારી ભવની પીડા ટાળનારા છો. તમે અમારા બંધુ છો.
त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बंधुश्व सखा त्वमेव ।
त्वमेव विद्या, द्रविणम् त्वमेव, त्वमेव सर्वम् ममदेव देवम् ।
ભગવાનના વચનામૃત સાંભળી અયોધ્યાની પ્રજા બોલી છે. આપણે એ ઘડીની પ્રતીક્ષા કરીએ,એ દ્રશ્યની પ્રતીક્ષા કરીએ,કે જ્યારે દેશની પ્રજાને શાસકોમાં માનાં દર્શન થાય,બાપનાં દર્શન થાય, ગુરુનાં દર્શન થાય, સુહૃદના દર્શન થાય. ભગવાનને કહીએ એવું થાય. જે શાસનને પ્રજા પ્રાણ આપવા તૈયાર થાય,ભગવાન કરે એવા રુડા દ્રશ્યો હિંદુસ્તાનને પ્રાપ્ત થાય. એક છોકરું જો રોગી હોય રાજ્યમાં,રાષ્ટ્રમાં,એક માણસ રોગથી પીડિત હોય તો રાજાની આંખમાં આંસુ આવવા જોઈએ.
– સંકલન : જયદેવ માંકડ ઉ

Google search engine