એપીએમસી માર્કેટ પરિસરમાં છાપરું તૂટી પડયું

આમચી મુંબઈ

નવી મુંબઇ: છેલ્લા થોડા દિવસથી નવી મુંબઇમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વાશીમાં એગ્રિકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટી (એપીએમસી)ના કાંદા-બટાટા બજારમાં લિલામી હૉલનું લોખંડનું છાપરું સોમવારે રાત્રે ઓચિંતુ તૂટી પડયું હતું. એપીએમસી માર્કેટના ગાળા જર્જરિત હાલતમાં હોવાથી એના પુન:નિર્માણની માગણી વર્ષોથી થઇ રહી છે.
જોકે આ ઘટના બની ત્યારે છાપરા નીચે કોઇ ન હોવાથી સદ્નસીબે જાનહાનિ થઇ ન હતી. તૂટેલા છાપરાને દૂર કરવાનું કામ હાથ ધરાયું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.