ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતા T20 આંતરરાષ્ટ્રીય કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. તેણે આ સદી 54 બોલમાં ફટકારી હતી. શુભમન 63 બોલમાં 12 ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 126 રન બનાવીને અણનમ રહ્યો હતો.
ન્યૂઝીલેન્ડ સામે ODI અને T20માં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ શુભમનના નામે છે. એટલે કે ન્યૂઝીલેન્ડ સામે ODI અને T20માં કોઇ પણ ભારતીય ખેલાડીનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર શુભમનથી વધુ નથી. શુભમને ગયા મહિને વનડેમાં 208 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ T20માં 126 અણનમ રન છે. શુભમને પોતાની ઇનિંગથી દર્શકોના દિલ જીતી લીધા હતા.
શુભમનના અણનમ 126 ભારત માટે T20 ઈન્ટરનેશનલમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે. આ પહેલા આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. રોહિત 118 રન સાથે આ મામલે ત્રીજા સ્થાને છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સંયોજનમાં ટી20 ફોર્મેટમાં શુભમનનો આ સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે.
આ ખેલાડીના નામે સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ
RELATED ARTICLES