નકલી સોનાની અસલી ચમક!

વેપાર વાણિજ્ય

ઓપિનિયન – સી. એ. પ્રકાશ દેસાઇ

સોનાનો મહીમા મહિલાઓ જેટલો સમજે છે તેટલો જ રોકાણકારો અને સરકારો સમજે છે. સોનામાં સટ્ટો છેલ્લા કેટલાક વર્ષોથી કેવો જામેલો હતો. તે આપણે સૌ જાણીએ છીએ. સરકારોમાં પણ જેની તિજોરીમાં વધારે સોનું તે દેશ વધારે સમૃદ્ધ.!
સોનાની લાલચમાં રોકાણકારો અને સરકાર કેટલી અંજાય જાય છે. તેનું ઇતિહાસમાં જો કોઇ સચોટ ઉદાહરણ હોય તો તે છે. ઇન્ડોનેશિયાના બુસાંગ રિવર પાસે નીકળેલું સોનું.
સોનાનું સૌથી મોટું સ્કેમ:
કેનેડામાં ડેવીડ વોલ્શ નામની એક વ્યક્તિ બ્રેસીયા રિર્સોસિસ લિમિટેડ નામની એક કંપની ચલાવતા હતા. ૧૯૮૯માં તેણે બ્રી એક્સ મીનરલ લિમિટેડ નામે એક સબસિડીયરી કંપનીની સ્થાપના કરી હતી. ૧૯૯૩ સુધી આ નવી કંપનીમાં ખાસ કોઇ બિઝનેસ નહોતો, આ આરસામાં એક ભુસ્તરશાસ્ત્રી જ્હોન ફેડરહોફે વોલ્શને સલાહ આપી કે ઇન્ડોનેશિયાની બુસાંગ રિવરની આસપાસ આવેલા જંગલોના પેટાળમાં સોનાની ખાણો છે. તેથી ત્યાં જો આ વોલ્શ ખાણો ખરીદશે તો તેને અબજો ડૉલરનો ખજાનો મળશે. આના માટે તેણે પ્રોજેક્ટ મૅનેજરની નિમણૂંક કરી અને પ્રાથમિક અહેવાલ ૧૯૯૫માં આવ્યો તો ત્યાં ૮૫૦ મેટ્રીક ટન હોવાનો અંદાજ હતો. આ અંદાજ ૧૯૯૬માં ૧૭૦૦ ટન અને ૧૯૯૭માં ૨૦૦૦ ટન હોવાનો અંદાજ મુકાયો હતો.
બ્રી એક્સ મિનરલ લિમિટેડ લિસ્ટેડ કંપની હતી. આ કંપનીના શૅર પેની સ્ટોક ગણાતો હતો. જે આ રિપોર્ટ આવ્યા બાદ વધીને ૧૯૭૦માં ૨૮૦ કેનેડીયન ડૉલર ક્વોટ થતો હતો. આનો ફાયદો લેવા માટે બ્રી એક્સને ટેઇક ઓવર કરવા માટે પણ મોટી કંપનીઓએ પેતરો કર્યો પણ ફાવ્યા નહીં. આ બાજુ ઇન્ડોનેશિયાના પ્રમુખ સુહૉટોેને થયું કે ઇન્ડોનેશિયાનો ખજાનો કેનેડાવાળા લઇ જાય તે કેમ ચાલે? તેથી તેણે શરત મૂકી કે આ જે જગ્યા સોનું મળવાનું છે તે સાઇટ બ્રી એક્સ કંપની કેનેડાની બેરીક ગોલ્ડ કંપની સાથે તેની દીકરી સીટી રુકમાના સાથે મળીને કામ કરે. સાથે એ પણ વણ કહી શરત મૂકી કે સુહૉટોના દીકરા સીગીટને સાથે રાખે જે સુહૉટો ફેમિલીના હિતનું ધ્યાન રાખશે. આખરે ૧૭ ફેબ્રુઆરી ૧૯૯૭ના તખ્તો ગોઠવાયો અને બોન હસન સુહૉટોના ખાસ સહયોગીએ એગ્રિમેન્ટ ફાઇનલાઇઝ કર્યું કે બ્રી એક્સને ૪૫ ટકા મળશે અને બોબ હસનને કીકીબેક. ફ્રી પોર્ટ મેકમોરન કોપર ઍન્ડ ગોલ્ડ કંપની સોનાની ખાણોના ચાર્જમાં રહેશે. બ્રી એકસને ખાણોના ૩૦ વર્ષના લીઝ રાઇટસ મળશે. ૧૯૯૭ના ફ્રી પોર્ટ કંપનીએ ખાણમાં કેટલું સોનું છે તેનું ડ્યુ ડિલિજન્સ શરૂ કર્યું. પણ ૧૯ માર્ચ ૧૯૯૭ના એક ગમખ્વાર હૅલિકોપ્ટર દુર્ઘટનામાં ફ્રી પોર્ટના ભુસ્તરશાસ્ત્રીનું અવસાન થયું અને સમગ્ર પિક્ચર બદલાઇ ગયું.
૨૬ માર્ચ ૧૯૯૭ના ફ્રી પોર્ટએ નવા ઑસ્ટ્રેલિયન ભુસ્તરશાસ્ત્રી કોલીન જૉન્સની ઍપોઇન્ટમેન્ટ કરી અને શોકિંગ એનાઉન્સમેન્ટ કર્યું કે ખાણોમાંથી જે સેમ્પલને લેબોરેટરીમાં ચકાસવામાં આવેલા તેમાં બહું ઓછી માત્રામાં સોનું જોવા મળેલું હતું. આના કારણે ઊંડી તપાસ કરતા જણાયું કે અગાઉ જે સેમ્પલો લેબોરેટરીમાં મોકલવામાં આવેલા હતા. તેમાં સોનાની રજકણો ભેળવી દેવામાં આવેલી હતી અને ખાણોના સેમ્પલમાં કોઇ સોનું ન્હોતું. કેનેડીયન સ્ટોક માર્કેટમાં બ્રી એક્સના શૅરમાં મોટી વેચવાલી આવી અને સુહૉટોએ ડીલ સાઇન કરવાનું માંડી વાળ્યું અને આખી ગેઇમ પત્તાના મહેલની જેમ ધારાશયી થઇ ગઇ.
બ્રી એક્સના ડેવીડ વોલ્શે તેના બચાવમાં ૧લી એપ્રિલ ૧૯૯૭ના કહ્યું કે ઇન્ટરનેટ ઉપર અફવા ફેલાવવામાં આવી હતી કે ખાણમાંથી નીકળેલા સેમ્પલમાં સોનાની રજકણો ભેળવી દેવામાં આવી છે. આના કારણે જ કંપનીના શૅરો કેનેડીયન સ્ટોક માર્કેટમાં પીટાઇ ગયા હતા તેથી તપાસની જરૂર છે.
વધારે તપાસ કરવા માટે સ્ટ્રેથકોના મિનરલ્સને એપોઇન્ટ કરવામાં આવેલી તેણે ૪મે ૧૯૯૭ના તેના રિપોર્ટમાં પણ ક્ધફર્મ કર્યું કે સેમ્પલોમાં સોનાની રજકણો ભેળવીને એવું દર્શાવવાનો પ્રયત્ન કરેલો કે ખાણમાં સોનું છે.
આના કારણે બ્રી એક્સના શૅરોનું કામકાજ નેસડેકમાં સસ્પેન્ડ કરવામાં આવ્યું અને કંપનીએ નાદારી નોંધાવી. કંપની સામે કેટલાય ખટલાઓ દાખલ કરવામાં આવ્યા. પણ રોકાણકારોએ આ કંપનીના શૅરોના કામકાજમાં અબજો રૂપિયા ગુમાવ્યા અને આ સાથે કર્મચારીઓના ફંડે પણ અબજો રૂપિયા ગુમાવ્યા.
ઓનટારીયો મ્યુનિસિપલ એમ્પ્લોઇઝ રીટાયરમેન્ટ બોર્ડ ૪૫ મિલિયન ડોર્લ્સ ગુમાવ્યા, કવેબેક પબ્લિક સેકટર પેન્શન ફંડે ૭૦ મિલિયન ડોર્લ્સ ગુમાવ્યા, ઓન્ટારીયો ટીચર્સ પેન્શન પ્લાને ૧૦૦ મિલિયન ડોર્લ્સ ગુમાવ્યા. કાયદાની ચુંગાલથી બચવા વોલ્શ ૧૯૯૮માં બ્હામાં ચાલ્યા ગયા. પણ થોડા સમયમાં જ ૪ જૂન ૧૯૯૮ના તેનું અવસાન થયું અને ૨૦૦૨માં બ્રી એક્સ મિનરલ્સ નાદર જાહેર થઇ.
કહેવાય છે ને કે “ધેર ઇઝ નો ડર્થ ઑફ ફુલ્સ વ્હુ થીન્ક ધે કેન ઇન્ટિમિડેટ યુ ઇન્ટુ ચેન્જિંગ યોર માઇન્ડ પ્લીઝ ઇગ્નોર ધેમ.!! ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.