નોર્વેના ડાન્સ ગ્રુપ ધ ક્વીક સ્ટાઈલની સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ જ ચર્ચા છે અને આ ડાન્સ ગ્રુપ દુનિયાના અલગ અલગ દેશોના શહેરોમાં ફરી રહ્યું છે. હાલમાં આ ગ્રુપ ભારતમાં છે અને આમચી મુંબઈમાં છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે ડાન્સ કર્યા બાદ હવે આ ગ્રુપે મુંબઈગરાની લાઈફ લાઈન એવી લોકલ ટ્રેનમાં ડાન્સ કરીને ધમાલ મચાવી હતી. તેમનો આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
ધ ક્વીક સ્ટાઈલ ગ્રુપે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મુંબઈ લોકલમાં ડાન્સ કરતો વીડિયો શેર કર્યો હતો અને આ વીડિયોમાં તેઓ લેકે પહેલા પહેલાં પ્યાર…ગીત પર ડાન્સ કરતાં જોવા મળે છે. વીડિયોમાં આ ગ્રુપ લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કોચમાં ડાન્સ કરી રહ્યા હતા અને પ્રવાસીઓ કુતુહલતાથી તેમનો આ ડાન્સ જોઈ રહ્યા હતા.
View this post on Instagram
વીડિયોના કેપ્શનમાં આ ગ્રુપે Our first step in a local train in India #Mumbai એવી કેપ્શન પણ આપી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર પ્રચંડ વાઈરલ થયો છે અને અત્યાર સુધી 40 લાખથી વધુ લોકોએ આ વીડિયો જોયો હતો અને તેના પર 4000થી વધારે કમેન્ટ આવી ચૂકી છે.
સોશિયલ મીડિયા પર અનેક લોકો એવી આશા વ્યક્ત કરી રહ્યા હતા કે આ ગ્રુપ ઝડપથી ભારત આવે. દરમિયાન કેટલાક લોકોએ આ લોકોને લોકલ ટ્રેનમાં જગ્યા જ કઈ રીતે મળી ગઈ એવો સવાલ પણ કમેન્ટ સેક્શનમાં કર્યો હતો. જ્યારે બીજા એક યુઝરે તેમના વીડિયો પર કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે દિલ્હી મેટ્રોથી લઈને મુંબઈ લોકલ સુધી બધી જ જગ્યાએ તમારા યુનિક સ્ટાઈલની ચર્ચા છે.
The Quick Style ગ્રુપે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે પણ ડાન્સ કર્યો હોઈ એ વીડિયો પણ ખૂબ જ વાઈરલ થયો હતો. વિરાટ કોહલી અને The Quick Style ગ્રુપે ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો હતો અને અને આ વીડિયોને “When Virat and Quick Style” એવી કેપ્શન આપી હતી. અનુષ્કા શર્માએ આ વીડિયો પર કમેન્ટ કરી હોઈ તેણે ફાયરનું ઈમોજી પોસ્ટ કર્યું છે. આ વીડિયોને 70 લાખથી વધુ લોકોએ જોયો છે અને 20 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
View this post on Instagram