નવા સંસદભવનમાં રાષ્ટ્રીય પ્રતીકની પ્રતિમાનું વડા પ્રધાનના હસ્તે અનાવરણ

દેશ વિદેશ

રાષ્ટ્રીય પ્રતીક:
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાંસ્યનાં બનેલા રાષ્ટ્રીય પ્રતીકનું સંસદની નવી ઈમારતની છત પર સોમવારે અનાવરણ કર્યું હતું. (એજન્સી)

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદભવનની નવી ઇમારતની છત પર સ્થાપિત રાષ્ટ્રીય પ્રતીકની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. અનાવરણ વિધિ વેળા વડા પ્રધાનની જોડે લોકસભાના સ્પીકર ઓમ બિડલા, રાજ્યસભાના નાયબ સભાપતિ હરિવંશ અને નગર વિકાસ ખાતાના પ્રધાન હરદીપસિંહ ઉપસ્થિત હતા. આ નિમિત્તે યોજાયેલી ધાર્મિક વિધિમાં પણ મહાનુભાવો સહભાગી થયા હતા.
આ વર્ષના આગામી મહિનાઓમાં સંસદભવનની નવી ઇમારતના ઉદ્ઘાટન પૂર્વે રાષ્ટ્રીય પ્રતીકની પ્રતિમાનું અનાવરણ સીમાચિહન રૂપ ઘટના ગણાય છે. સંસદનું શિયાળુ સત્ર નવી ઇમારતમાં યોજાવાનો આત્મવિશ્ર્વાસ સરકારે વ્યક્ત કર્યો છે. સંસદભવનની નવી ઇમારતના મધ્યવર્તી પ્રવેશખંડમાં
ઉપરના ભાગમાં રાષ્ટ્રીય પ્રતીકની
પ્રતિમા સ્થાપવામાં આવી છે. ૯૫૦૦
કિલો વજન અને ૬.૫ મીટરની ઊંચાઈ ધરાવતી પ્રતિમાને આધાર માટે ૬૫૦૦
કિલોનું સ્ટીલનું માળખું બાંધવામાં
આવ્યું છે. (એજન્સી)ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.