ટિકિટ આપો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કરવા નાગપુરના ફ્રીડમ મેટ્રો પાર્ક સ્ટેશનેથી ટિકિટ ખરીદીને ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો. (એજન્સી)
નાગપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રોના ફ્રીડમ પાર્ક સ્ટેશનેથી ટિકિટ કઢાવીને મેટ્રો ટ્રેનનો પ્રવાસ કર્યો હતો. તેમણે ફ્રીડમ પાર્કથી ખાપરી સુધી નાગપુર મેટ્રોમાં યાત્રા કરી હતી. આ પ્રવાસ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વડા પ્રધાને રવિવારે નાગપુર રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું અને મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો. નાગપુર મેટ્રો પ્રોજેક્ટના બીજા તબક્કાનું શિલારોપણ પણ તેમણે કર્યું હતું.