નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ લૉન્ચ કરવામાં આવેલા ઈઓએસ-૦૬ સેટેલાઈટ દ્વારા લેવાયેલી ગુજરાતની વિસ્મયકારક તસવીરો શેર કરી હતી અને કહ્યું હતું કે અત્યાધુનિક સ્પેસ ટેક્નોલોજી વાવાઝોડાની વધુ સારી રીતે આગાહી કરવામાં અને કોસ્ટલ ઈકોનોમીને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ મિશન યુનિક હેઠળ શનિવારે અર્થ ઑબ્ઝર્વેશન સેટેલાઈટ (ઈઓએસ) તેમ જ અન્ય આઠ સેટેલાઈટ સફળતાપૂર્વક વિવિધ ભ્રમણકક્ષામાં મૂક્યા હતા.
ટ્વિટર પરના સંદેશામાં મોદીએ કહ્યું હતું કે ઈઓએસ-૦૬ સેટેલાઈટ દ્વારા લેવાયેલી ગુજરાતની વિસ્મયકારક તસવીરો શેર કરી છે. શું તમે એ તસવીરો નિહાળી છે? આ અત્યાધુનિક સ્પેસ ટેક્નોલોજી વાવાઝોડાની વધુ સારી રીતે આગાહી કરવામાં અને કોસ્ટલ ઈકોનોમીને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરશે. (એજન્સી)