આજકાલ લોકોને મોંઘવારીનો ભારે માર ઝેલવો પડી રહ્યો છે. રાંધણ ગેસના ભાવમાં વધારો, દૂધના ભાવમાં વધારો તો ક્યારેક શાકભાજીના ભાવમાં વધારો – રોજેરોજ મોંઘવારી કૂદકેને ભૂસકે વધતી જ જાય છે અને આમ આદમીનું બજેટ ખોરવાઇ જ જાય છે. એવામાં લોકો ખુશ થાય એવા સમાચાર જાણવા મળ્યા છે.
હાલમાં આવી રહેલા હોળીના તહેવાર નિમિત્તે ખાદ્ય તેલની માગમાં વધારો જોવા મળી રહ્યો છે, તેમ છતાં પણ તેના ભાવમાં ગટાડો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ખઆદ્ય તેલના ભાવ ઘટવાને કારણે અને બમ્પર આવકને કારણે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો હોવાનું ટ્રેડ પંડિતો જણાવી રહ્યા છે.
હાલમાં સરસવનું તેલ 170 રૂપિયાથી ઘટીને 140 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. રિફાઇન્ડ સોયાબીન તેલ રૂપિયા 145 પ્રતિ લિટરથી ઘટીને 120 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. સૂર્યમુખી તેલની વાત કરીએ તો તેનો ભાવ પણ 140 રૂપિયા પ્રતિ લિટરથી ગટીને 120 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે. આમ ખાદ્ય તેલના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા 20થી 25 જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે.