પોલીસ ફરાર જાહેર કરવામાં વારિસ પંજાબ દેના ચીફ અમૃતપાલ સિંહની પાછળ છે. વારિસ પંજાબ દેના ચીફ અમૃતપાલને પંજાબ પોલીસ શહેર-શહેરમાં શોધી રહી છે. અમૃતપાલ સિંહનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. જો કે, પંજાબ પોલીસે હવે તેનું વાહન રિકવર કરી લીધું છે. અમૃતપાલના કાફલાને જલંધર જિલ્લામાં અટકાવવામાં આવ્યો હતો, પરંતુ તે પોલીસને ચકમો આપીને ભાગી ગયો હતો.


એવું કહેવામાં આવી રહ્યું છે કે અમૃતપાલ સિંહ કથિત રીતે આ કાર દ્વારા જલંધરથી ભાગી રહ્યો હતો, તે કારને શાકોટમાં છોડીને ભાગી ગયો હતો. પોલીસ કારનો પીછો કરીને ત્યાં પહોંચી હતી, પરંતુ અમૃતપાલ સિંહનો કોઈ પત્તો નહોતો મળ્યો. પંજાબ પોલીસનું કહેવું છે કે અમૃતપાલ સિંહની શોધ કરવામાં આવી રહી છે. જલંધર પોલીસ કમિશનર કુલદીપ સિંહ ચહલે કહ્યું કે તે ફરાર છે અને અમે તેને શોધી રહ્યા છીએ. ટૂંક સમયમાં તેની ધરપકડ કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે અમૃતપાલના કથિત સલાહકાર અને ફાઇનાન્સર દલજીત સિંહ કલસી ઉર્ફે સરબજીત સિંહ કલસીની પોલીસે ધરપકડ કરી છે.


પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં અત્યાર સુધીમાં લગભગ 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ઘણા લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. અમૃતપાલ સિંહના 6 થી 7 ગનમેનની પણ ધરપકડ કરવામાં આવી છે.


પંજાબમાં સ્થિતિ વણસે નહીં તે માટે અનેક સ્થળોએ સુરક્ષા સઘન કરવામાં આવી છે અને રાજ્યમાં ઈન્ટરનેટ-એસએમએસ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. પંજાબ સરકારે બેંકિંગ અને મોબાઈલ રિચાર્જ સિવાય તમામ મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ, તમામ SMS સેવાઓ 20 માર્ચ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે.