કર્ણાટકના બેંગ્લોર શહેરમાં યુગલને મોડી રાત્રે ફરવું ભારે પડ્યું હતું. મળતી માહિતી અનુસાર પોલીસે 11 વાગ્યા બાદ ફરવું એ કાયદાનું ઉલ્લંઘન ગોવાનું ગણાવીને દંડ ભરવા પર મજબૂર કર્યા હતાં. ગુરુવારે રાત્રે 12.30 વાગ્યે યુગલ તેના મિત્રની બર્થડે કેક કાપીને ઘરે પાછા ફરતા હતાં ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની વેન તેમની પાસે ઉભી રહી હતી અને પોલીસે તેમની પુછપરછ કરી હતી. તેમણે ફોન જપ્ત કરીને અંગત વિગતો પુછવા લાગ્યા હતાં. યુગલે જ્યારે દંડ ભરવાનું કારણ પૂછ્યું તો પોલીસ કર્મચારીએ જણાવ્યું હતું કે રાત્રે 11 વાગ્યા પછી રસ્તા પર ફરવાની મંજૂરી નથી. યુગલ આ વાતથી સહેમત નહોતું. દંપતીએ આ પ્રકારના કાયદાથી અજાણ હોવા માટે માફી માગી, પરંતુ પોલીસે તેમને જવા દેવાની મના કરીને 3000 રૂપિયા દંડની વાત કરી હતી.
યુગલે જવા માટે વિનંતી કરી તો અરેસ્ટ કરવા અને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપવા લાગ્યા હતાં. સોશિયલ મીડિયા પર પીડિત કાર્તિક પત્રીએ સોશિયલ મીડિયા પર આપવિતી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મારી પત્નીની રડી-રડીને હાલત ખરાબ થઇ ગઇ હતી. પછી એક પોલીસકર્મીએ મને થોડે દૂર લઇ જઇને સલાહ આગળની પરેશાનીથી બચવા માટે પૈસા આપી દો. આના પર હું 1000 રૂપિયા આપવા તૈયાર થઇ ગયો. પોલીસકર્મી માની ગયો અને તરત તેણે ઓનલાઇન પેમેન્ટ માટે કહ્યું. પૈસા ભર્યા બાદ અમને ચેતવણી આપવામાં આવી અને જવા દીધા. પોલીસ ઉપાયુક્તે આ ઘટના પર ધ્યાન પર ધ્યાન આપ્યું અને પત્રીને સખત કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું. જોકે સમ્પીગેહલ્લી પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલ અને એક હેડ-કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે જો તેમને આ પ્રકારની ઘટનાઓનો સામનો કરવો પડે તો તેઓ તેમનો સંપર્ક કરે.
બેંગ્લોરમાં કપલને મોડી રાત્રે ફરવું મોંઘું પડ્યું
RELATED ARTICLES