પવઈ તળાવને સ્વચ્છ કરવાની યોજના વિલંબમાં મુકાઈ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

પવઈ તળાવને સ્વચ્છ કરવાની મહાનગર પાલિકાની યોજના વિલંબમાં મૂકાઇ ગઈ છે કારણ કે પવઈ લેકમાં પડતી ગટરના પાણીની લાઈન અન્યત્ર ડાયવર્ટ કરીને તેને સ્વચ્છ રાખવા માટે એક સલાહકાર નીમવા માટેની બીડને માત્ર એક જ અરજી મળી છે. આથી મહાનગરપાલિકાએ બીડ ફાઇલ કરવા માટેની સમયમર્યાદા હવે બે અઠવાડિયા સુધી લંબાવી દીધી છે. પવઈ તળાવમાં ગટરના પાણીનો નિકાલનો વિવાદ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે આ મુદ્દે વારંવાર ચર્ચા પણ થતી આવી છે, પરંતુ તેને યોગ્ય નિકાલ આવ્યો નથી.
નોંધનીય છે કે મુંબઈ હાઇકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે મહાનગરપાલિકાને પહેલેથી જ પવઇ લેકમાં ગટરનું પાણી છોડવાનું બંધ કરવાનો આદેશ આપ્યો છે, કારણ કે ગટરનું પાણી પવઇ લેકના પાણીને પ્રદૂષિત કરી રહ્યું છે અને સાથે સાથે એની જૈવ વૈવિધ્યતાને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે. મહાનગરપાલિકા છેલ્લા ઘણા સમયથી પવઇ લેકની સફાઇના મુદ્દે ચર્ચા કરી રહી છે અને હવે આ દૂષણને ડામવા માટે યુદ્ધના ધોરણે પગલાં લેવાની જરૂર જણાઈ રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.