કેફિયત-એ-કચ્છ -રાજેશ માહેશ્ર્વરી
ડૉ. જયંત ખત્રી કચ્છના હોવાનું ગૌરવ દરેક કચ્છી લઇ શકે છે. તે એક તબીબ, વાર્તાકાર, સાહિત્યકાર, કંડલા પોર્ટ ટ્રસ્ટના યુનિયન લીડર, લેબર ટ્રસ્ટી તેમ જ રાજનીતિના જાહેરજીવનના લીડર, માંડવી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અને માંડવી નગરપાલિકાના ઉપપ્રમુખ. સંગીતના જાણકાર અને એક ચુનંદા ચિત્રકાર પણ હતા. તેમની વિચારસરણીમાં સામ્યવાદ અને સ્પષ્ટ વિચારસરણી ધરાવતી બહુ આયામી વ્યક્તિત્વ ધરાવતા હતા.
તેમની નવલિકા પરથી બનેલી હિન્દી ફિલ્મ ‘ધાડ’ ખૂબ જ પ્રખ્યાત છે અને તેમની વાર્તા પરથી બનેલ નાટક ‘ધૂળનો સૂરજ’ પણ ખૂબ જ પ્રચલિત છે.
ડૉ. જયંત ખત્રીમાં રહેલ સાહિત્યસર્જક એટલી ઊંચાઇએ આંબ્યો કે તેઓના જીવનનું તેવું જ એક બળૂકું પાસું ચિત્રકાર તરીકે ઓછું જાણીતું બન્યું. એક ઉત્તમ ચિત્રકારના નાતે તેઓએ અનેક વૈવિધ્યસભર ચિત્રોનો થાળ સર્જીને આપણી પાસે મૂક્યો છે. તાજેતરમાં શ્રી કનુ પટેલ સંપાદિત ડૉ. જયંત ખત્રી પરનું પુસ્તક ‘ચિત્ર સાધનાના પથિક’ શ્રી. જયંત ખત્રી વિમોચન થયું. આ પુસ્તકના અંશો ડૉ. જયંત ખત્રીનાં ચિત્રો અને તે ઉપરાંત તેમના પત્રો, તેમની સાહિત્ય રચનાઓના કેટલાંક અંશો, તેમના નાટકોના પ્રસંગો, તેમના મિત્રોના તેમ જ અન્ય સાહિત્યકારો-કલાકારોના ડૉ. જયંત ખત્રી વિશેના પ્રતિભાવો, વિચારો અને તેમની રચનાઓની સમીક્ષા વગેરે આ પુસ્તકમાં વાંચવા મળે છે.
આ પુસ્તકનું શીર્ષક ખૂબ જ યર્થાર્થ છે. ‘ચિત્ર સાધનાના પથિક’:ડૉ. જયંત ખત્રી એ વિશે શ્રી કનુભાઇ પટેલ પ્રકાશ પાડતાં જણાવે છે કે તેમના ડૉ. ખત્રીનાં ચિત્રોમાં રેખાંકનો, રેખાઓની ગતિશીલતા, ચિત્રોનું કંપોજિસન (સંયોજન), રંગો રંગોનું માધુર્ય, છંદગતિ, રેખાનું ગાંભીર્ય, છાયા ચિત્રોની વિશેષતા ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો છે. આ ચિત્રો તેમણે ૧૯૨૭ લઇ ૧૯૩૦ના દસકામાં કર્યા છે.
પરંપરાગત ચિત્રો જે રવિશંકર રાવળ અને કનુભાઇ દેસાઇના ધરાનામાં ચિત્રો થતાં તે લગભગ ડૉ. જયંત ખત્રી સરળતાથી કરી શકતા અને બખૂબીથી કરી શકતા, પરંતુ જે એક પ્રોફેશનલ ચિત્રકાર તરીકે વ્યાવસાયિક ચિત્રો જે બજારમાં મૂકવામાં આવતાં તે પણ એટલી જ કુશળતા અને દક્ષતાથી તેઓ તૈયાર કરતાં જે બધાં જ સ્વરૂપે જોવા મળે… છાયાચિત્રો, વોશ ટેક્નિકના ચિત્રો, નવલકથા કે નવલિકાનાં રેખાચિત્રો કે રેખાંકનો તેઓ ખૂબ જ બખૂબી જ દોરતા તેમાં તેમની ખૂબ જ પરિપકવતા જોવા મળતી.
ચિત્રના જુદાં જુદાં અંગોના અવયવોમાં સમાનતા અને સુમેળ સાચવી ચિત્રનું આલેખન થયું છે. એક અંશની રેખા સાથે બીજા અંશની રેખાનો સુમેળ હોવા જોઇએ તે ચિત્રના એક અંશ સાથે બીજા અંશને વિસંવાદ હોય તો ચિત્રને સુમેળ અને ભાર સામય્યતા (ઇફહફક્ષભય) નો નાશ થાય છે. એટલે જુદા જુદા રસની, જુદી જુદી જાતની અને જુદા જુદા વજનવાળી રેખાઓનો સમન્વય કરીને, ઘણી વિરોધી અને વિરોધી પ્રતિ ધ્વનિવાળી રેખાઓમાં ઐકય સ્થાપવું એ નિપુણ ચિત્રકારનું કર્તવ્ય છે.
ડૉ. જયંત ખત્રીનાં છાયાચિત્રોની વાત કરીએ તો તેમના છાયાચિત્રોનું માધ્યમ, પ્રસ્તુતિ, સંયોજન, વિષયવસ્તુ અને ચિત્ર વિસ્તારને સુપેરે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ડૉ. જયંત ખત્રીના છાયાચિત્રોમાંથી પ્રગટી આવતા તેમના ચિત્ર-અભ્યાસની અનુભૂતિ અને સાહિત્યકારની સંવેદનને સ્પષ્ટ કરી આપ્યા છે.
સાહિત્યકાર અને લેખક શ્રી મહિમ પાંધીએ તેમના અનુભવો ડૉ. જયંત ખત્રી વિશેનાં ચિત્રોના બચપનથી સાક્ષી હતા. કારણ કે શ્રી મહિમ પાંધીના પિતા શ્રી. ડૉ. મનુભાઇ પાંધી અને ડૉ. જયંત ખત્રી બન્ને અભિન્ન મિત્ર હતા અને માંડવી બેયની ભૂમી હતી.
તેમણે લખ્યું છે કે ડૉ. ખત્રી પેન એન્ડ ઇન્કમાં ઘણાં ચિત્રો બનાવ્યાં છે. તેમાં દૃશ્ય ચિત્રો પણ છે. અને વ્યક્તિ ચિત્રો પણ છે. છાયાચિત્ર દ્વારા વાતાવરણ ઊભું કરવાની પણ તેમણે જબરી ફાવટ હતી, વોટર કલરના પ્રમાણમાં મુશ્કેલ માધ્યમને પણ તેઓ એટલી જ સહજતાથી ઉપયોગમાં લેતા હતા. રેખા પરનો તેમનો કાબૂ ગજબનો હતો. દવાખાનાની ટેબલ પર દવાની જાહેરાતના બ્લોટિંગ પેપર પણ ટાંકણીથી રેખાઓ ખોદી તેમણે બનાવેલું કવિવર ટાગોરનું વ્યક્તિ ચિત્ર જોતા પ્રતીતિ થાય છે. માધ્યમની મર્યાદા તેમને કદીએ નડી ન હતી.
ડૉ. ખત્રીની રેખાઓમાં જોમ છે, ગતિ છે. તેમ તેમના ચિત્ર વિષયોમાં પણ સમકાલીન યુગબળોનું પ્રતિબિંબ છે. દેશ એ સમયે સંક્રંાતિકાળમાંથી પસાર થતો હતો. આ બધાની સીધી કે આડકતરી અસર તેમના બળકટ રેખાંકનોમાં ઝિલાઇ છે. ડાબેરી વિચાર શ્રેણી અને ગરીબ તથા કચડાયેલા વર્ગ પ્રત્યેની સહાનુભૂતિ, વ્યવસ્થા સામેનો વિદ્રોહ તેમના અનેક ચિત્રોમાં પ્રતિબિંબિત થાય છે.
તેમણે અનેક વાર્તા ચિત્રો બનાવ્યાં હતાં. આ વાર્તા ચિત્રમાં રોમેન્ટિક વાતાવરણ તેમણે સફળતાપૂવર્ક સજર્યું છે. યુવતીના જલરંગમાં બનાવેલ વ્યક્તિ ચિત્રમાં તેમનો પીંછી અને રંગ પરનો કાબૂ જોવા મળે છે. કાળા રંગના જુદા જુદા શેડ મૂકવામાં ચિત્રકારે સૌથી ઓછો શેડ પદી ક્રમશ: વધુ ઘેરા શેડ મૂકવા પડે છે. સફેદ જગ્યા પહેલેથી ગણતરીપૂર્વક છોડાવી પડે છે. અને સફેદ રંગનો ઉપયોગ થતો જ નથી. ભલભલા ચિત્રકારની કસોટી થતી હોય છે. ત્યારે ડૉ. જયંત ખત્રીએ આ ચિત્રોમાં પણ કમાલ દર્શાવી છે. આ ઉપરાંત અનેક વાર્તા ચિત્રો, પાત્ર ચિત્રો કર્યાં હતાં. સમકાલિન સામયિકોના બહુરંગી મુખપૃષ્ઠ પણ તેમણે બનાવ્યા છે. આ અધૂરા મુખયચિત્રમાં તેમની જલરંગ પરની પકડ દેખાય છે. સુંદર, સમતોલ ચિત્રમાં આછા રંગો મૂકી આકર્ષક રચના તેમણે કરી છે. વચ્ચે જે તે સામયિકનો ‘લોગો’ (કઘૠઘ) મૂકી શકાય એ માટે જગ્યા પણ બખૂબી મૂકી છે.
ડૉ. જયંત ખત્રીનાં છાયાં ચિત્રો વિશે સમીક્ષા કરતાં જર્મન કવિ ગેટે તેમ જ મેશોર ગ્રે શોકનાં છાયાચિત્રો વિશે વાત કરીને ડૉ. જયંત ખત્રીનાં છાયાચિત્રોનું માધ્યમ, પ્રસ્તુતિ, સંયોજન, વિષયવસ્તુ અને ચિત્ર વિસ્તારને સુપેરે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ડૉ. જયંત ખત્રીનાં છાયાચિત્રોમાંથી પ્રગટી આવતાં તેમનાં ચિત્ર અભ્યાસની અનુભૂતિ અને સાહિત્યકારની સંવેદાનને સ્પષ્ટ કરી આપ્યા છે. શ્રી કનુભાઇ પટેલે તેમને આધુનિકતાના અગ્રેસર ચિત્ર સર્જક ડૉ. જયંત ખત્રી છે એમ કહીને સમજાવ્યું છે કે તેમન સર્જન દ્વારા તેમના ચિત્રોના વિષયવસ્તુ, પ્રાંસગિકતા, સંયોજનની શૈલી વગેરેને ધ્યાનમાં રાખીને તેમના સર્જનમાં આધુનિકતા કેવી રીતે પ્રયોજી છે, આ બધાની પાછળ તેમની ચિંતન પ્રક્રિયા કેવી હતી, તેઓ ચિત્રકલાના સમકાલીન ચિત્રકારો કરતાં કેવી રીતે જુદા પડે છે તે રેખાંકિત કર્યું છે. એમના ચિત્રોની આધુનિકતા દર્શાવતા એમના દોરેલાં બે ચિત્રો મૂકીને વિગતવાર સમજ આપવાનો આશય છે. ભારતીય કલાકાર પ્રકૃતિનું અનુકરણ નથી કરતો પરંતુ પ્રતીકો દ્વારા પ્રકૃતિના સ્વાભાવિક પરિબળોના આલેખો કરી ભારતીય જનમાનસને કળાનો અનુભવ કરાવે છે. ભારતીય આધુનિકતા ચિત્રકળાના નવાં રૂપો અને નવા પ્રયોગો સાથે કળા પ્રવાહને વેગ આપે છે. આધુનિક જીવન સ્વતંત્રતા પછીના સમયગાળામાં પ્રવેશે છે, ત્યારે ભારતીય જીવન નવા રૂપાંતરણો ધારણ કરે છે. તેના કારણે
કલાઓ પણ નવાં કલેવર ધારણ કરે છે. ત્યારે એક સર્જક તરીકે ડૉ. જયંત ખત્રીનો કલા પ્રત્યેનો અભિગમ, તેની રજૂઆત અને શૈલી આધુનિકતાના અગ્રેસર છે. તે સિદ્ધ કર્યું છે.
ભારતમાં આધુનિકતાના મંડાણ થયાં નહોતાં તે પહેલાં ડૉ. ખત્રી મુંબઇની જહાંગીર આર્ટ ગેલેરીમાં જતા, પેરિસમાં જેમ ચિત્રકારો, કવિઓ, સાહિત્યકારો કોઇ હોટલ કે કોફી હાઉસમાં બેસીને કલાઓ અને કવિતાઓ વિશે ચર્ચા કરતાં તેમ ડૉ. ખત્રી અને તેમના મિત્રો બકુલેશ, મધુકર રાંદેરિયા, ચંદ્રકાન્ત બક્ષી, મધુરાય, વર્ષા અડાલજા, ચુનિલાલ મડિયા, હિના ગાંધી, બલરાજ સહાની વગેરે કોફી હાઉસમાં ગોષ્ઠિ કરતાં.
ડૉ. ખત્રી મોટા ગજાના ચિત્રકાર હતા એવું વિધાન કરીએ અને જો કોઇ પૂછે કે કેવડા મોટા ગજાના? તો તેનો જવાબ તો તેમનાં ચિત્રો, રેખાંકનો આપી શકે, પરંતુ આપણ ચિત્રો, રેખાંકનો આપી શકે, પરંતુ સામાન્ય દૃષ્ટિ એ વાતને મૂકવી હોય તો એમ કહી શકીએ કે ભારતનાં પ્રથમ મહિલા જે આધુનિક ચિત્રકાર અમૃચતા શેરગીલ ખત્રીનાં ચિત્ર મિત્ર હતાં. ડૉ. ખત્રી ચિત્રકળા વિશેની ચર્ચા-પરામર્શ એમની સાથે કરતા બસ, એનાથી મોટી ઓળખની કદાચ જરૂર નથી. જોકે ચિત્રકાર તરીકે તેમની ઓળખ આનાથી ખૂબ જ મોટી છે.
તેમના ચિત્રોમાં આડી, ઊભી, સીધી, ત્રાંસી, ગતિશિખ એમ વિવિધ રેખાનાં મૂલ્ય અને માધુર્ય સાથે કેન્દ્રીય ભાવ અને રસની સ્પષ્ટ અભિવ્યક્તિમાં રેખામેના કથની ડૉ.ખત્રીની કુશળતાનાં ચિત્રોનાં દૃષ્ટાંતોથી સ્પષ્ટ કરી છે. તેમના ‘મૈઘદૂત’, ‘અપ્સરા’, અને ‘તપસ્વી’, ‘પ્રતિક્ષા,’ ‘પનિહારી’ વગેરે પ્રકાશ અને છાયાચિત્રોની તાત્વિક સમજણ આપી છે. પ્રતીકોથી પ્રગટતા ચિત્રના ભાવ અને સૌંદર્ય પણ સ્પષ્ટ કર્યા છે. આ અધ્યાયમાં ખત્રી, ચિત્રકલામાં સમયથી ઘણા આગળ રહી પશ્ર્ચિમનો કોઇ ચિત્રકારથી પ્રેરિત થયા વિના આધુનિક આર્ટના અંશવાળી અભિવ્યક્તિની વાત શ્રી કનુ પટેલે કરી છે. તેમણે કચ્છની જુદી જુદી વર્ણની પરિવારજનોના રેખાંકનો, વાર્તાનાં પાત્રો, અને મુખપૃષ્ઠોના ચિત્રોમાં સંકેતો દ્વારા સ્પષ્ટ થતા ચરિત્રો અને વસ્તુ આપણી સમક્ષ ઉઘડે છે એમાં તેઓ માતબર અને વૈવિધ્યપૂર્ણ કલાના ચિત્રકાર હતા.