નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ કોઈને કોઈ કારણસર સતત ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તેઓ સતત એક્ટિવ હોય છે અને અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પણ તેઓ ફોટા અને વીડિયો પોસ્ટ કરતાં જ રહે છે. બોલીવૂડની અભિનેત્રીઓને પાછળ મૂકી દે એવી હોય છે તેમની તસવીરો. અમૃતા એક સારા ગાયિકા પણ છે અને એક શ્રેષ્ઠ સમાજસેવિકા પણ છે.
પરંતુ ઘણી વખત પોતાના બેધડક સ્ટેટમેન્ટને કારણે તેઓ વિવાદોમાં પણ ફસાઈ જાય છે.
પોતાના વિચારો તેઓ ખૂબ જ દ્રઢતાથી લોકો સમક્ષ મૂકે છે અને એટલું જ શું કામ રાજકારણ પર પણ તેઓ પોતાના મંતવ્ય વ્યક્ત કરતાં જરાય ખચકાતાં નથી.