દરેક બદલાતા સંજોગો, સંબંધો અને અનુભવો સાથે ટીનેજર્સનું વ્યક્તિત્વ બદલાતું રહે છે

લાડકી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

બે વર્ષના લાંબા અંતરાલ બાદ વિહાને મામાને ત્યાં જવાનો આ વખતે મોકો મળી ગયો. આમ તો બહાર હરવુંફરવું ને આઈસક્રીમ, ગોલા ખાવા કે રોજ બગીચામાં જવું એ બધી વાતોમાં તો એને રસ પડવાનો બંધ જ થઈ ગયેલો, પણ હજુય વિહાને પોતાનાં નાના-નાની પાસે લાડથી રહેવાનું આકર્ષણ એટલું જ હતું.
મોટી થઈ રહેલી વિહાને આમ તો ઘરની બહાર નીકળવાનું આજકાલ નથી ગમતું, પણ ઘરની અંદર રહીને મન ચોતરફ ચોક્કસ ચોકીપહેરો કરી આવે છે ખરા એટલે અહીં પણ એ જ શરૂ થયું. એકાદ દિવસમાં વિહાબહેન જેવાં નવા વાતાવરણમાં સેટ થયાં એટલામાં તેની ચકોર નજરે સામેના ફ્લેટમાં રહેતા નાનકડા પરિવારના થોડા વિચિત્ર વ્યવહારને પારખવામાં વાર લગાડી નહીં. આમ તો પોતે નાની હતી ને અહીં આવતી ત્યારે સામેથી રમવા જતી, ત્યાં રહેતા આરવને બોલાવતી, એકાદ વાર પોતાના જન્મદિવસની પાર્ટી માટે પણ આમંત્રણ આપી આવેલી, પરંતુ આરવ ક્યારેય પણ ન તો રમવા આવે ન કોઈ પાર્ટી કે પિકનિકમાં આવે કે ન કંઈ વાતચીત કરે. અરે, એ તો ઠીક, પણ વિહાએ ક્યારેય એને ઘરની બહાર આવતાં-જતાં પણ નથી જોયો સિવાય કે સવારે સ્કૂલ. એટલે એને જાણવાની આતુરતા આવી કે આખરે આવું કેમ? પછી તો શું જોઈએ, મોકો મળતાં જ એક દિવસ વાત વાતમાં નાનીને એણે પૂછી લીધું, ‘આ સામે પેલો આરવ રહે છે એ કેમ ઘરમાં જ ભરાઈ બેસે છે?’ નાનીએ એને તો ઉડાઉ જવાબ આપી દીધો કે ‘આપણે શું? મને પણ નથી ખબર. જવા દે…’ પરંતુ એ પછી વિહા આઘીપાછી થઈ એટલે સાથે બેસેલા અન્ય પાડોશી સાથે ચલાવી ગોસિપ.
એ પંચાતનો અર્ક એવો હતો કે આરવનાં મમ્મી-પપ્પાને જ બહુ કોઈ સાથે ઘરોબો રાખવાની આદત નહોતી. ઘરમાં રહીને પણ આખો દિવસ માત્ર ને માત્ર ટીવી જોયા સિવાય કશું ખાસ કરતાં નહીં એ સંજોગોમાં આરવ પાસે બાળપણથી લઈને તરુણાવસ્થા સુધી કોઈ મોકો જ નહોતો મળ્યો કે પોતે શું કરવા માગે છે એવો કોઈ વિચાર એના મનમાં આવે એટલે એ પણ એનાં મમ્મી-પપ્પાની ઘરેડમાં જ જીવવા લાગ્યો હતો. પરિણામે એની પાસે ન તો કોઈ ‘ગોલ’ બન્યો કે ન કોઈ ‘રોલ’ રહ્યો. ધીમે ધીમે એનું વરવું સ્વરૂપ બહાર આવવા લાગ્યું તો પણ હજુ તેના પેરેન્ટ્સમાં કોઈ સુધારો નહીં, પરંતુ આરવમાં બગાડ ધીમી પણ મક્કમ ગતિએ ચાલુ જ રહ્યો.
બગાડ એટલે એવો નહીં કે બીજાને કંઈ ખાસ નુકસાન પહોંચે, પરંતુ આરવ દ્વારા પોતાની જાતને અજાણતાં જ પહોંચાડવામાં આવી રહેલું નુકસાન ભયજનક સ્તરે ચોક્કસપણે પહોંચી ગયેલું, જેમ કે સ્કૂલમાં કોઈ મિત્રો ન હોવા, શારીરિક સ્થૂળતા આવવી, જાહેરમાં કે અંગત કોઈ સાથે કેમ વાત કરવી એ ન આવડવું, ટીવીની
આભાસી દુનિયામાં ઓતપ્રોત રહેવું, તરુણ તરીકેની જિંદગીના અનુભવોનો સંપૂર્ણ અભાવ રહી જવો, અતડાપણું અને ચીડિયાપણું એ એના કાયમી સાથીદાર બની ગયેલાં અને આ બધાને લીધે એલિયનની માફક સહુથી અલગ તરી આવવાને કારણે અનુભવાતો ક્ષોભ આરવને પણ અકળાવતો. આનું કારણ હતું દુનિયાના સારા-નરસા સંસર્ગનો અભાવ કે જે થવા તરુણાવસ્થામાં અત્યંત
જરૂરી છે.
એરિક એરિક્સન નામના પ્રખ્યાત જર્મન અમેરિકન સાઇકોએનેલિસ્ટે આપણને ‘થિયરી ઓફ સાઇકોલોજિકલ ડેવલપમેન્ટ’ આપી જે એક બાળકના એડલ્ટ થવા સુધીનાં કુલ વર્ષો દરમિયાન અલગ અલગ ઈમોશનલ તબક્કાઓ કયા કયા હોય છે તે સમજાવી જાય છે જેનો પાંચમો તબક્કો તરુણો માટે ખૂબ અગત્યનો છે, કારણ કે તે લગભગ બારથી ઓગણીસ વર્ષ દરમિયાન તેઓમાં ઉદ્ભવતા આઇડેન્ટિટી ક્રાઇસિસ (શમયક્ષશિિુંં ભશિતશત) અને જ્ઞિહય ભજ્ઞક્ષરીતશજ્ઞક્ષ પર આધારિત છે.
આ જ એ વર્ષો છે જે દરમિયાન ટીનેજર્સની અંદર પોતે કોણ છે? અને શું છે કે પછી શા માટે છે એ મતલબના પ્રશ્ર્નો ઊભા થવાની શરૂઆત થતી હોય છે ત્યારે તેની આસપાસનું વાતાવરણ તેના વ્યક્તિત્વના ઘડતરમાં બહુ મોટો ભાગ ભજવી જતું હોય છે. ટીનેજમાં કેવા સંબંધો, કયા પ્રકારનો સામાજિક માહોલ, કેવા મિત્રો અને કેટલા પ્રમાણમાં આ બધું મળે છે તેની અસર તેઓના માનસિક વિકાસ પર સૌથી વધુ થતી જોવા મળે છે.
હવે તકલીફ અહીં એ છે કે એક એડલ્ટ તરીકે આપણી કોઈ ને કોઈ પ્રકારની પર્સનાલિટી, ઓળખ કે શમયક્ષશિિુંં બની ગઈ છે જેમાં બહુ ઝાઝો ફરક આવવાનો નથી, પરંતુ ટીનેજર્સમાં દરેક બદલાતા સંજોગો, સંબંધો અને અનુભવો સાથે તેમનું વ્યક્તિત્વ બદલાતું
રહે છે.
એટલે આજે તેઓ ડાહ્યા છે ને કાલે એકદમ જ જક્કી. આજે બધું જ સમજી ગયા છે ને કાલે કશું જ મગજમાં નહીં ઉતારે.
આજકાલ જેને ‘હેલિકોપ્ટર પેરેન્ટિંગ’ કહેવાય છે તેની
સમાજમાં લત લાગી છે એના કારણે મોટા ભાગના ટીનેજર્સ
એક એવા દાયરામાં સીમિત રહી જાય છે કે જેમાં તેમની સાચી ઓળખ સાથે તેઓનો પરિચય થવો લગભગ અશક્ય બની રહે
છે, કારણ કે તેઓને પોતાની રીતે અલગ અલગ પરિસ્થિતિઓ મુજબ જાતનું એનેલિસિસ કરવાનો ક્યારેય મોકો જ નથી
મળતો. આ પરિસ્થિતિને એરિક્સન ‘જ્ઞિહય ભજ્ઞક્ષરીતશક્ષલ’ તરીકે વર્ણવે છે.
જેના કારણે પોતે ખરેખર ક્યાં ‘ફિટ’ છે એ જ ખ્યાલ આવતો હોતો નથી. પોતાને સાચ્ચે શું ગમે છે, શું જરૂરિયાત છે એનો લગીરે ખ્યાલ ન હોવાથી તેઓ જિંદગીમાં એક જગ્યાએથી બીજી જગ્યા વચ્ચે અટવાતા રહે છે એ પછી સંબંધો હોય, નોકરી કે વ્યવસાય હોય કે પછી પોતાનું વ્યક્તિત્વ. ક્યારેક અમુક કિસ્સાઓમાં તો હતાશા, નિરાશા, મૂંઝવણો બધું જિંદગીભર પીછો છોડે નહીં એવું પણ બને.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.