કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ગુલામ નબી આઝાદનું છલકાયું દર્દ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કોંગ્રેસ છોડ્યા બાદ ગુલામ નબી આઝાદે ફરી એકવાર મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન તેણે પોતાના પર લાગેલા આરોપોનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ પરિવારના સભ્યોએ જ તેમને ઘર છોડવા પર મજબૂર કર્યા. કોંગ્રેસને હવે મારી જરૂર નથી ત્યારે શાણપણ પોતે જ ઘર છોડવામાં છે. આ સાથે જ ગુલામ નબીએ ભાજપ સાથેના જોડાણ અંગે જવાબ આપ્યો હતો. તેમણે સવાલ કર્યો કે જે વ્યક્તિ (રાહુલ ગાંધી) પોતાનું ભાષણ પૂરું કર્યા પછી પૂર્ણ ગૃહમાં પીએમને ગળે લગાવે છે અને મારી પ્રમાણિકતા અને વફાદારી પર સવાલો ઊભા કરે છે. એ ભાજપ સાથે મળેલા છે કે હું મળેલો છું એ તો જણાવો.
જયરામ રમેશનું નામ લીધા વિના તેમના પર શાબ્દિક પ્રહાર કરતા આઝાદે કહ્યું – સૌથી પહેલા તેમનો ડીએનએ ચેક કરાવવો જોઈએ કે કઈ પાર્ટીમાં તેમના ડીએનએ હતા. આઝાદે કહ્યું કે ‘મોદી એક બહાનું છે, હું તેમની આંખોમાં કણાંની જેમ ખુંચી રહ્યો છું.’ તેમણે કહ્યું કે G23નો પત્ર લખાયો ત્યારથી તેમની સાથે કૉંગ્રેસને વિવાદ છે. તેઓ ક્યારેય ઈચ્છતા ન હતા કે કોઈ તેમને પત્ર લખે, તેમને પ્રશ્ન પૂછે. કોંગ્રેસને બચાવવા માટે દવાની જરૂર નથી. કોંગ્રેસ પાસે ડોક્ટર નથી કમ્પાઉન્ડર છે.
તેમણે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેમણે દેશના સપના પૂરા કર્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.