રોડોસ શહેરનું ઓટોમાન આર્કિટેક્ચર…

વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડ-પ્રતીક્ષા થાનકી

યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ, ઇકોનોમિક ક્રાઇસિસ કે દુકાળ, યુરોપભરમાં અત્યારે બધી તરફથી માઠી બ્ોઠી હોય ત્ોવું લાગ્ો છે, પણ જે લોકો માટે શક્ય છે ત્ો બધાનો પોસ્ટ-કોવિડ પ્રવાસનો જુસ્સો જાણે એ કશાની પરવા કર્યા વિના માત્ર યુ લિવ ઓન્લી વન્સ માનીન્ો જલસા કરવામાં પડ્યા છે. જોકે યુરોપનું લગભગ દરેક શહેર એવી કારમી હિસ્ટ્રીની વાર્તાઓ કહે છે કે અત્યારની પરિસ્થિતિથી ભાગ્યે જ કોઈન્ો ચિંતા થાય. યુરોપ પર આવતી ઐતિહાસિક આફતોનું ઘણે અંશે મુંબઈ જેવું લાગ્ો, સ્પિરિટ એ સ્તરની છે કે કંઈ પણ થાય, અહીંનાં લોકો બ્ોઠાં થઈન્ો લાઇફ આગળ ધપાવ્યે જાય છે. ગ્રીસમાં ઇતિહાસનાં જેટલાં લેયર્સ છે, ત્ો બધાં કોઈ ન્ો કોઈ રીેત્ો રિજનન્ો વધુ આકર્ષક બનાવતાં ગયાં છે. રોડોસ શહેર જાણે યુરોપ, મિડલ ઇસ્ટ અન્ો આફ્રિકાની વચ્ચે એવી રીત્ો ગોઠવાયેલું છે કે અહીંનાં ખૂણાએ ઇતિહાસમાં ઘણો ડ્રામા જોયો છે.
કોલોસસ સ્ટેચ્યુનું વધ્યુંઘટ્યું સ્વરૂપ તો અમે હાર્બર પર જોઈ જ ચૂક્યાં હતાં. હજી શહેરનો મૂળ વિસ્તાર તો જોવાનો બાકી જ હતો. અમે સાઇટસીઇંગની શરૂઆત પ્ોલેસ ઑફ ગ્રાન્ડ માસ્ટર ઑફ નાઇટ્સથી કરી. શહેરની વચ્ચે આવેલો આ ગોથિક કિલ્લો માત્ર જોવા માટે પણ રોડોસ શહેર જવા જેવું છે. સાતમી સદીમાં બંધાયેલા કિલ્લાની જગ્યાએ પહેલાં ગ્રીક ગોડ હિલિઓસનું મંદિર હતું. કિલ્લો બન્યા પછી, એક સમયે માત્ર આર્મી માટે, ક્યારેક ઇટાલિયન રાજા માટે તો ક્યારેક ધાર્મિક નાઇટ્સ માટે, આ કિલ્લો હંમેશાં કોઈ અગત્યના પોલિટિકલ ગ્રૂપનું ઘર બનીન્ો રહૃાો છે. અહીં ભલે ગમે ત્ો રહેતું હોય, ત્ોમાં સમય સાથે એવાં અટ્રેક્ટિવ એલિમેન્ટ્સ ઉમેરાયાં હતાં કે આજે કલા અન્ો આર્કિટેક્ચરના કોઈપણ સ્ટુડન્ટ કે શોખીન માટે તો અહીં આખો દિવસ ક્યાં નીકળી જાય ખબર પણ ન પડે.
મિનારા, મોઝેઇક ચિત્રો, કોતરણી અન્ો મધ્યયુગીન ડિઝાઇન વચ્ચે અમે ત્ો દિવસ્ો તો ફટાફટ આંટો મારી લીધો. અહીં દરેક ચોકની અલગ ખાસિયત હતી. અહીં અક્સપ્લોર કરવામાં અમે છત પર પહોંચી ગયાં. છત પરથી દરિયો જોઈન્ો રોડોસનું જાણીતું દૃશ્ય ફરી દેખાવા લાગ્યું. આ કિલ્લાએ ઘણા એટેક્સ સહૃાા છે. ત્ોન્ો કોઈ જીતી તો નથી શક્યું, પણ અકસ્માત્ો થયેલા ગનપાવડર એક્સપ્લોઝન અન્ો ભૂકંપના કારણે અહીં સૌથી વધુ નુકસાન થયું છે. પ્ોલેસના એક હિસ્સાન્ો આજે આર્કિયોલોજિકલ મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવ્યો છે. અહીં જાણવા મળ્યું કે એક સમયે જો બીજા વિશ્ર્વ યુદ્ધનું પરિણામ અલગ આવ્યું હોત તો મુસોલિનીએ આ કિલ્લાન્ો પોતાના ભવિષ્યના ઘર તરીકે પસંદ કર્યું હતું.
કિલ્લાથી નીકળીન્ો અમે એક કાફેમાં બ્રેક લીધો. રોડોસના કાફેઝની ગોઠવણી જ અલગ હતી. અહીં પણ ફ્રાન્સની માફક સાવ ટચૂકડાં ટેબલ હતાં અન્ો બ્ોઠક માટે મોટાભાગની જગ્યાઓએ ખુરશીની જગ્યાએ દીવાલમાં જ બાંકડા ચણવામાં આવેલા. આ જુનવાણી સ્ટાઇલનાં કાફે પણ કોઈ આર્ટ વર્ક જેવાં લાગતાં હતાં. ગ્રીસનાં પારંપરિક કાફેની જેમ અહીં જૂની રીત્ો કૉફી બનાવવાનાં વાસણો પણ હતાં અન્ો કૉફીન્ો એક વિશેષ હેન્ડલવાળી ટ્રેમાં સર્વ કરવામાં આવી હતી. અમે કૉફી બ્રેક પછી નાઇટ સ્ટ્રીટ પર ચક્કર લગાવ્યું. આ ગલી બરાબર કિલ્લાનું જ એક્સટેન્શન હોય ત્ોવું લાગતું હતું. ગ્રીક આર્કિટેક્ચર પર ઓટોમાન અન્ો ટર્કિશ ઇનલુઅન્સ તો ઘણો જોયો હતો, પણ અહીં નજીકમાં જ જ્યુઇશ ક્વાર્ટર પણ હતું.
શહેરનું મુખ્ય એટ્રેક્શન ગણાતી ઓટોમાન મોસ્ક જોવાનું પણ અમે ચૂક્યાં નહીં. ૧૫૨૨માં બંધાયેલી આ મોસ્ક ત્ો સમયના ઓટોમાન રૂલરન્ો સમર્પિત હતી. એ જ સમય દરમ્યાન શહેરનો કોટ વિસ્તાર પણ બનાવવામાં આવેલો. રોડોસનું આ સ્વરૂપ ત્ોના ઓલ ઇન્ક્લુસિવ રિસોર્ટવાળા સ્વરૂપ કરતાં જરા અલગ જ હતું. રોડ સાઇડ કાફે પછી અહીંનાં રેસ્ટોરાં પણ ટ્રાય કરવાં જ રહૃાાં. સ્થાનિક ક્વિઝિન માટે રોડોસના સૌથી ખ્યાતનામ રેસ્ટોરાં મામા સોફિયામાં બ્ોક્ડ સોલ્ટી પાઇનો સ્વાદ કાયમ માટે યાદ રહી ગયો છે. અહીં હલૌમી ચીઝનું સલાડ પણ જરા અલગ જ લેવલનું હતું. એ સલાડમાં બ્ોરીઝ બાકીનાં શાકભાજી અન્ો ચીઝન્ો વધુ અનોખો બનાવતાં હતાં.
રોડોસની વધુ એક સાઇટ, ઓક્રોપોલિસ ઑફ રોડોસ જોવા માટે અમારે ગાડી લઈન્ો જવું પડ્યું. આ સાઇટ શહેરથી ત્રણ કિમીના અંતરે આવેલી છે. સ્વાભાવિક છે, એક્રોપોલિસ જોવાનું કામ અમે રિસોર્ટ પાછાં ફરતી વખત્ો કર્યું. એથેન્સથી માંડીન્ો લિન્ડોસ, ગ્રીસમાં ઘણાં એક્રોપોલિસ જોયાં હતાં. ત્ોમાં રોડોસનું એક્રોપોલિસ થોડું અંડરવેર્લ્મિંગ નીકળ્યું. ખાસ તો એટલા માટે કે અહીં મૂળ માળખા સિવાય ખાસ ઇમારત બાકી નથી રહી. જોકે એકવાર ત્યાં પહોંચ્યા પછી ત્યાંનું સ્ટેડિયમ, થિયેટર, બાથ, ટેમ્પલના વિસ્તારો દેખાવા લાગ્યા. આ એક્રોપોલિસનું લોકેશન પણ ઘણું ખાસ હતું. બરાબર દરિયા પાસ્ો આવેલી આ આર્કિયોલોજિકલ સાઇટ પર બ્ોસીન્ો વીતી ગયેલા સમયની કલ્પના કરવામાં પણ કલાકો વિતાવી શકાય ત્ોમ છે. રોડોસનો દરેક ખૂણો જાણે ઇતિહાસની ફેન્ટસી કરવા માટે જ બન્ોલો હોય ત્ોવું લાગતું હતું.
રોડોસમાં વળતાં અમે અલગ રસ્તો લીધો. થોડું ભૂલાં પડી ગયાં. આમ તો અહીં બધા રસ્તા ટાપુના સર્ક્યુલર રૂટ જેવા જ હતા, પણ અમે બીજી તરફ નીકળી ગયાં. રાતના અંધારામાં અમારું નાનકડું કારનું કોનવોય જાણે ભૂલાં પડી જવા માટે ખુશ થઈ ગયું હતું. અમારો રોડોસ છોડવાનો સમય નજીક આવી ગયો હતો અન્ો જાણે આ રસ્તો ભૂલવાની સાઇન અમન્ો વેકેશન લંબાવવાનું કહેતી હોય ત્ોવું લાગ્યું. અમે ધાર્યા કરતાં વહેલાં રિસોર્ટ પાછાં પહોંચ્યાં, અન્ો દરેક વેકેશનની જેમ રોડોસનું વેકેશન પણ ધાર્યા કરતાં ટૂંક લાગવા માંડ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.