મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં સોમવારે વિપક્ષી સભ્યોએ ખેડૂતોને કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન બાબતે આપેલો જવાબ બિનસંતોષપ્રદ હોવાનું જણાવીને સભાત્યાગ કર્યો હતો.
સવારે વિધાનસભાની કાર્યવાહી ૧૧ વાગ્યે ચાલુ કરવામાં આવી કે તરત જ વિપક્ષી નેતા અજિત પવારે કહ્યું હતું કે ખેડૂતોને વરસાદ અને કરાંવૃષ્ટિને કારણે ભારે નુકસાન
થયું છે.
રાજ્યના અધિકારીઓએ પાકને થયેલા નુકસાનની આકારણી/પંચનામા પર સહી કરવાનો ઈનકાર કરી નાખ્યો છે અને તેને કારણે ખેડૂતોને સહન કરવું પડી રહ્યુું છે. રાજ્ય સરકારે આ મુદ્દે વહેલામાં વહેલી તકે પગલાં લેવા જોઈએ.
રાજ્યના પશુપાલન ખાતાના પ્રધાન રાધાકૃષ્ણ વિખે-પાટીલે કહ્યું હતું કે અધિકારીઓને સર્વેક્ષણ અને પંચનામા કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ખેડૂતોને થયેલા નુકસાનના આંકડા હાથમાં આવશે કે તરત તેમને મદદ આપવામાં આવશે.
તેમના જવાબથી અસંતુષ્ટ હોવાનું જણાવીને અજિત પવાર અને અન્ય વિધાનસભ્યોએ ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો. ઉ