છોટા કાશી તરીકે ઓળખાતા જામનગરના હવાઈચોક વિસ્તારમાં એક મંદિર આવેલું છે જે હજારેશ્વર મહાદેવના મંદિર તરીકે ઓળખાય છે. વિશ્વના જૂજ શિવમંદિરોમાંનુ એક છે જ્યાં ભગવાન શિવના 1001 શિવલિંગ એકસાથે એક જ જગ્યાએ આવેલા છે.
જામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં આવેલો મંદિર હજારેશ્વર મહાદેવના મંદિર તરીકે પ્રખ્યાત છે. આ મંદિરની પુજા વર્ષોથી એક પેઢીના જ પરિવાર દ્વારા કરવામાં આવે છે. વર્ષો પુર્વે સ્વામી ચિતાનંદજી મહારાજે અહીં 1001 શિવલિંગની સ્થાપના કરી હતી. સ્થનિકોના જણાવ્યા મુજબ 250 વર્ષ પૂર્વે સ્વામી ચિતાનંદજી મહારાજજી ભ્રમણ કરતાં કરતાં જામનગર આવી પહોંચ્યા અને જ્યાં અત્યારે મંદિર જે તે જગ્યા પર આવીને ભગવાન શંકરનું તપ કરવાનું વિચાર્યું હતુ. તેઓ હાથમાં શિવલિંગ ઊંચકીને ઊભા રહીને અન્ન-જળ વગર સતત 12 વર્ષ સુધી મહાદેવની આરાધના કરી અને તેની ભક્તિથી ભૂતનાથ મહાદેવ પ્રસન્ન થયા અને ત્યારબાદ સ્વામી ચિતાનંદજીએ સૌ પ્રથમ ભૂતનાથ મહાદેવની લિંગની સ્થાપના કરી. ત્યારબાદ નાના મોટા 1000 શિવલિંગની સ્થાપના કરી હતી. એકસાથે 1001 શિવલિંગના દર્શનનો લાભ લેવા દૂર-દૂરથી ભક્તો આસ્થા અને શ્રદ્ધા સાથે અંહી મહાદેવની પુજા કરવા માટે આવે છે.