ભારતીય સંસ્કૃતિમાં ત્રિદેવ પૂજાની ધારણા

ઉત્સવ

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

આ વિશ્ર્વ પોતાની અનંતનિર્હિત નાદયંતથી પ્રવર્તિત છે, જેમાં સૃષ્ટિ, સ્થિતિ અને લયનું ચક્ર ચાલતું રહે છે. ત્રિમૂર્તિમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું ક્રમથી સૃષ્ટિ, સ્થિતિ અને લયના રૂપમાં મૂર્તન થયું છે.
ગૌરીશંકર હ. ઓઝા પોતાના પુસ્તક ‘મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિ’માં લખે છે કે ‘બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને મુખ્ય ત્રણ દેવતા માનવામાં આવે છે. અઢાર પુર્નઓ પણ આ ત્રણેય દેવતાના સંબંધિત છે. વિષ્ણુ, નારદીય, ભાગવત, ગરુડ, પદ્મ, વરાહ પુરાણ વિષ્ણુ સંબંધિત છે, જ્યારે મત્સ્ય, કૂર્મ, લિંગ, વાયુ, સ્કંદ, અને અગ્નિ પુરાણ શિવ સંબંધિત છે તો બ્રહ્માંડ, બ્રહ્મવૈવર્ત, માર્કન્ડેય, ભવિષ્ય, વામન અને બ્રહ્મપુરાણ વિષ્ણુ સંબંધિત છે.’
બ્રહ્માંડ પુરાણમાં આ ત્રણ દેવો સાપેક્ષ સ્થિતિમાં પ્રગટ કરતાં વિષ્ણુ કહે છે કે ‘શિવ આદિ ફળ છે, બ્રહ્મા બીજ છે તથા વિષ્ણુ સ્વયં સનાતન ઉદ્ભવ સ્થાન છે.’
ત્રિદેવની પૂજા પાછળ ભારતીયોની મૂળ ભાવના એ છે કે સૃષ્ટિની રચના, તેના પાલનપોષણ અને એના વિલયની ઘટનાઓ ભિન્ન ભિન્ન પ્રતીત હોવા છતાં પણ તેનું મૂળ કારણ એક છે. બ્રહ્મા સૃષ્ટિકર્તા છે. વિષ્ણુ પાલનકર્તા અને શિવમાં સૃષ્ટિ વિલય થઈ જાય છે. સામાન્યત: ત્રણ શક્તિ પ્રતીત થાય છે, પરંતુ ત્રણેય સમીલિતરૂપમાં એક જ છે. પુરાણોએ આ ભાવનાને આધાર બનાવી ત્રિદેવવાદની ધારણા વ્યક્ત કરી જેને સાહિત્ય અને કલા બંનેએ અભિવ્યક્તિનું માધ્યમ બનાવ્યું. ઊઇંળ ટણૂ શ્ર્નપૈટળ મજ્ઞડજ્ઞ ઢપૃયળષ્જ્ઞ ક્ષૂફળટણ(અર્થાત્ વેદ અને ધર્મશા બધાં એક જ સ્વીકાર કરે છે.) વાયુ પુરાણમાં ઉલ્લેખ છે કે આત્મા ત્રણ રૂપોમાં ધારણ કરી પ્રજાને મોહિત કરે છે. પરોક્ષ રૂપમાં એક હોવા પર આ શક્તિઓ પ્રત્યક્ષ રૂપમાં પૃથક-પૃથક દેખાય છે. ભિન્ન ભિન્ન કાર્યકારી હોવાથી તેનાં નામ, રૂપ અને કર્મ ભિન્ન ભિન્ન દેખાય છે. ઉદાહરણ માટે સૃષ્ટિકાળમાં પરબ્રહ્મની શક્તિ બ્રહ્મા કહેવાય છે, તેને વિષ્ણુ અને શિવ ન કહી શકાય. આ પ્રકારે પાલન શક્તિ વિષ્ણુ કહેવાય, અન્ય નહિ. આ પ્રકારે સંહારક શક્તિ શિવ અથવા રુદ્ર જ કહેવાય, બ્રહ્મા અથવા વિષ્ણુ નહિ. તત્ત્વત: પરિસ્થિતિ અનુસાર પરમેશ્ર્વરે પોતાની પ્રસાર અભિવ્યક્તિ વિભિન્ન રૂપોમાં કરી છે.
રેખા ચતુર્વેદી પોતાના મહાશોધ નિબંધ ‘પ્રાચીન ભારતની સંઘાટ પ્રતિમા’માં જણાવે છે કે વિષ્ણુ પુરાણમાં ત્રિમૂર્તિની વંદના આ પ્રકારે કરી છે,
રૂૄસ્ત્રળટ્ટમજ્ઞ લૈઘટજ્ઞ રુમ઼ ાશ્ર્નઠટળે ક્ષળબટજ્ઞ ક્ષૂર્ણીં
્યત્યક્ષળ્રૂ ઇંલ્ક્ષણળધ્ટજ્ઞધ્ટજ્ઞ ણપશ્ર્નટૂફ્ર્રૂ રુઠ્ઠપુટૃ્રૂજ્ઞ॥
વિષ્ણુ પુરાણમાં પૃથ્વી દ્વારા ભગવાનની વંદના કરતાં કહ્યું છે કે તે સંસારની ઉત્પત્તિ, પોષણ અને સંહારના કારણ છે.
શ્રીમદ્ ભાગવતમાં એક પ્રસંગ છે કે પરબ્રહ્મા પોતાની લીલા માટે એકથી અનેક હોવાની ઈચ્છા કરે છે ત્યારે સૃષ્ટિને ઉત્પન્ન કરવાની તેમની રજોમયી ભાવના બ્રહ્માનું રૂપ ધારણ કરે છે અને એકથી અનેક હોવાની ઈચ્છા કરે છે ત્યારે શક્તિ રુદ્ર અથવા શિવનું રૂપ ધારણ કરે છે. સૃષ્ટિના પાલનાર્થે જ્યારે તે સંતોમયી ઈચ્છા કરે છે તો વિષ્ણુરૂપમાં પ્રકટ થાય છે. અંત: ત્રણેય ગુણ અને રૂપ તેમની જ માયા છે. વૈષ્ણવ પુરાણોમાં ત્રિમૂર્તિની પ્રધાનતા છે.
વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવની ત્રિમૂર્તિનું વિવરણ પ્રાપ્ત થાય છે. વૃંદાવન ભટ્ટાચાર્ય આ વિવરણ અનુરૂપ એક પ્રતિમા પ્રાપ્ત થઈ છે જેનું શરીર એક છે તથા માથાં ત્રણ છે. આ પ્રતિમા બ્રહ્મા, વિષ્ણુ અને શિવની સંઘાટ પ્રતિમા છે.
મધ્ય ભારતના પદુલી નામના સ્થળેથી એક ત્રિમૂર્તિ પ્રાપ્ત થઈ છે. આ પ્રતિમા ગ્વાલિયર સંગ્રહાલયમાં છે. આ પ્રતિમાનાં ત્રણ મુખ છે. વચ્ચેનું મુખ આકર્ષક અને સૌમ્ય છે. ડાબી તરફનું મુખ વધુ આકર્ષક તથા કોમળ છે, જ્યારે જમણી તરફનું મુખ ભયંકર (રુદ્ર) છે.
ગોપીનાથ રાવે એક ત્રિમૂર્તિનો ઉલ્લેખ કર્યો છે, જે નાગલપુરમથી પ્રાપ્ત થઇ છે. આ પ્રતિમા પાષાણ નિર્મિત છે. આ ત્રિમૂર્તિના મધ્યમાં વિષ્ણુ, જમણી તરફ બ્રહ્મા અને શિવને પ્રદર્શિત છે. આ પ્રતિમામાં વિષ્ણુ મુખ્ય દેવ છે, કેમ કે તે કેન્દ્રમાં છે.
એલિફન્ટાની ગુફામાંથી પણ એક પ્રતિમા પ્રાપ્ત થઈ છે જે ત્રણ મુખોવાળી છે. આ પ્રતિમાનું મધ્યમ મુખ્ય અત્યંત સૌમ્ય અને શાંત છે. જમણી તરફનું મુખ ભયંકર છે, જ્યારે ડાબી તરફનું મુખ સુંદર છે, જેમાં વાળના વિન્યાસ છે તથા માથા પર કિરીટ છે. આ પ્રતિમાનો વિષયમાં પણ વિવાદ છે, પરંતુ ધર્મોતેર પુરાણ અનુસાર બ્રહ્મા કેન્દ્રમાં છે એ સમજી શકાય છે, કેમ કે ગ્રંથનો આદેશ છે કે રૂૄસ્ત્રળઞ ઇંળફ્રૂજ્ઞરુદ્યણડજ્ઞમ લળેબ્ર ટઠળ ડરુષઞ ટૂ પૂઈં ફળેત્ ટ્ટપ્ઇંતરુટૃટપ અર્થાત્ બ્રહ્માનું મુખ સૌમ્ય અને શિવનું મુખ રૌદ્ર (ભયાનક) હોવું જોઈએ. આ પ્રકારે આ મૂર્તિ વૈષ્ણવ ત્રિમૂર્તિના રૂપમાં સમજી શકાય છે.
બ્રહ્મા, વિષ્ણુ અને શિવની ત્રિમૂર્તિ પૂજાનો ઉલ્લેખ અભિલેખોમાં પ્રાપ્ત થાય છે. ઉદાહરણરૂપે કલિ સવંત ૫૯૩ના લક્ષ્મણરાજના કરિતલા અભિલેખનો આરંભ બ્રહ્મા, વિષ્ણુ અને શિવની એક સ્તુતિથી થાય છે. સોમવર્મનના કુલૈત તામ્રપત્ર અભિલેખમાં રાજા શાલિવાહનને શિવ, વિષ્ણુ અને બ્રહ્માનો પરમ ભક્ત કહ્યો છે. વિ. સ. ૧૨૫૫ દેવપાલ પરમારના માન્ધાતા તામ્રપત્ર અભિલેખમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવને સમન્વિત રૂપમાં એક સાથે સ્તુતિમાં કૈશ કહ્યા છે. કા = બ્રહ્મા, ઈ = વિષ્ણુ તથા ઈર્શ = શિવ. તેમની પ્રત્યભિક્ષા જળકુમુદીની ભારે અને કુશા ગ્રાસ સાથે કરી છે. આયુધરૂપમાં તેમની સાથે હુંકાર, ચક્ર અને પિનાક (ધનુષ) છે. તેમનાં વાહન હંસ, ગરુડ અને નંદી છે. તેમનું નિવાસ કમળ, જળ અને પર્વત છે.
ગુજરાતના કેસરી નામના સ્થળે એક મંદિરના મંડપમાં શિવ, વિષ્ણુ અને બ્રહ્માની ત્રિમૂર્તિ ઉત્કીર્ણ છે, જે તેની અંતરંગતા દર્શાવે છે.
ત્રિદેવનું એક ભવ્ય મંદિર ઈન્ડોનેશિયામાં છે. આ મંદિરમાં ભગવાન શિવ, બ્રહ્મા, વિષ્ણુ સાથે દેવી દુર્ગાની પણ પૂજા થાય છે. ત્રિમૂર્તિની અવધારણા પ્રતિમાઓના માધ્યમથી કલાકારો અનેક રૂપમાં અભિવ્યક્ત કરતા. ઉદાહરણ રૂપમાં એલિફન્ટાની ત્રિમૂર્તિના અંકન પછી તેની અનેક રૂપોમાં વ્યાખ્યા થઇ. આરંભમાં તેને વૈષ્ણવ ત્રિમૂર્તિ માનતા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.