Homeઆપણું ગુજરાતભાજપના આ દિગ્ગજોના નામ નહીં હોય ઉમેદવારોની યાદીમાં

ભાજપના આ દિગ્ગજોના નામ નહીં હોય ઉમેદવારોની યાદીમાં

રાજકારણ ક્યારે કેવો રંગ પકડે ખબર ના પડે. ગુજરાતના મુખ્યપ્રધાન અને મુખ્ય પ્રધાન પદે રહી ચૂકેલા અનુક્રમે વિજય રૂપાણી અને નીતિન પટેલ સહિત ગુજરાત ભાજપના ઘણા મોટા ચહેરાઓને આવનારી ચૂંટણીમાં ટિકિટ આપવામાં નહીં આવે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી છે. આ મોટા નેતાઓની એક યાદી સોશિયલ મીડિયામાં પણ ફરી રહી છે. વિજય રૂપાણી નીતિન પટેલ ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ઘણા નેતાઓએ લેખિતમાં પોતે ચૂંટણી લડવા ઈચ્છતા નથી તેવો પત્ર પણ આપ્યો છે. આ પત્રો એક જ સરખા ફોર્મેટમાં લખાયા હોવાથી ભાજપના આલા કમાન્ડનો આદેશ હોય અને તેને પાડવામાં આવ્યો હોય તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. આ સાથે  તેઓને ટિકિટ નથી જ મળવાની તેવું લગભગ સ્પષ્ટ થતા નામ કપાયા કે પત્તા કપાયા તેવી ખબરો અને અહેવાલોથી બચવા પોતે જ ચૂંટણી નથી લડવાના તેવો પત્ર તેમને લખી નાખ્યો હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. જોકે આ તમામ ચહેરાઓ એક સમયે ગુજરાત ભાજપને પ્રતિનિધિત્વ કરતા હતા અને તેઓ કેબિનેટ અથવા રાજ્યકક્ષાના પદ પર રહી ચૂક્યા છે અથવા તો ભાજપમાં અને પોતાના મત વિસ્તારમાં સારી એવી પ્રતિષ્ઠા ધરાવે છે, પણ ચૂંટણી ટાણે પક્ષ ત્યારે કેવો નિર્ણય લે તે કોઈને ખબર પડતી નથી. આ નામો સાથે બીજા ઘણા નામ પણ જોડવામાં આવી રહ્યા છે. જોકે ભાજપની પહેલી યાદી જ્યાં સુધી બહાર ન આવે ત્યાં સુધી અટકલોનો માહોલ ગરમ રહેશે. આ નામ નીચે પ્રમાણે છે.

વલ્લભાઈ કાકડીયા

વિજય રૂપાણી

નીમાબેન આચાર્ય

વાસણા આહીર

નીતિન પટેલ

યોગેશ પટેલ

રાજેન્દ્ર ત્રિવેદી

કુમાર કનાણી

કાંતિ બલર

પુરણેશ મોદી

જંખના પટેલ

પંકજ દેસાઈ

પ્રદીપ પરમાર

આઈ કે જાડેજા

સૌરભ પટેલ

કૌશિક પટેલ

વિભારી દવે

રાઘવજી પટેલ

શંભુજી ઠાકોર

બલરામ થવાણી

અરવિંદ રૈયાણી

ગોવિંદ પટેલ

બાઉકુ ઊંધાડ

કેવલ જોશીયારા

આત્મારામ પરમાર

રમણ પટકર

ઈશ્વર પરમાર

આરસી ફળદુ

આ બઘાની કપાશે ટીકીટ.

RELATED ARTICLES

Most Popular