Mohali MMS: એક સ્ક્રીનશોટથી છતું થયું રહસ્ય

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મોહાલીના ચંદીગઢ યુનિવર્સિટીની વીડિયો લીક થવાની ઘટના પ્રકરણે જ્યારે આરોપી યુવતીની ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર ધરપકડ પહેલા યુવતીએ અશ્લીલ ફોટા અને વીડિયો ડિલીટ કરી નાંખ્યા હતાં. મેનેજમેન્ટે યુવતીના મોબાઈલથી યુવકને મેસેજ કર્યો ત્યારે તેણે તે વીડિયો ક્લિપનો સ્ક્રીન શોટ મોકલ્યો હતો. પોલીસે યુવતીના સાથીની શિમલામાં ધરપકડ કરી છે. આ મામલે નોંધાયેલી એફઆઈઆર મુજબ આરોપી વિદ્યાર્થીની વોશરૂમમાં છ છોકરીઓનો વીડિયો બનાવી રહી હતી. વોર્ડન આરોપી વિદ્યાર્થિની અને શંકા વ્યક્ત કરનાર છોકરીઓને લઈને ગર્લ્સ હોસ્ટેલ મેનેજર પાસે પહોંચ્યો હતો. જ્યારે આરોપી વિદ્યાર્થિનીને ત્યાં પૂછવામાં આવ્યું તો તેણે ફોટા કે વીડિયો બનાવવાની ના પાડી હતી. મેનેજરે દાવો કર્યો કે જ્યારે તેણે આરોપી વિદ્યાર્થિનીનો મોબાઈલ ચેક કર્યો તો તેમાંથી ફોટો અને વીડિયો ડિલીટ થઇ ગયેલ જણાયા હતા.

આરોપી વિદ્યાર્થિનીના મોબાઈલ પર સતત કોલ અને મેસેજ આવી રહ્યા હતા. જે બાદ મેનેજરને તેના પર શંકા ગઈ. મેનેજરે આરોપી વિદ્યાર્થિનીને કોલ ઉપાડવાનું કહ્યું અને સ્પીકર ચાલુ કર્યું. મેનેજરે વિદ્યાર્થિનીને કહ્યું કે ફોન કરનાર છોકરાને જણાવ કે તેની પાસે જે ફોટા અને વીડિયો છે, તે તેને મોકલો. આ સાંભળીને છોકરાએ તેને અશ્લીલ વીડિયોનો સ્ક્રીનશોટ મોકલ્યો. જ્યારે મેનેજરે કડક પૂછપરછ કરી તો આરોપી વિદ્યાર્થિનીએ બધી વાતને સ્વીકારી લીધી હતી.

આરોપી વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે આ વીડિયો મેં જ બનાવ્યો હતો. મારો મિત્ર સન્ની સિમલામાં રહે છે. આ વીડિયો તેને મોકલ્યો હતો. આ વીડિયો અને આ ફોટો બીજા મોબાઈલમાં કેવી રીતે પહોંચ્યો તેની તેને જાણ નથી. પુષ્ટિ કર્યા બાદ મેનેજરે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી.

SSPનું કહેવું છે કે યુવતીએ માત્ર પોતાનો જ વીડિયો બનાવ્યો હતો. તે જ મોકલવામાં આવ્યો હતો. જોકે તેવો દાવો પણ કરી રહ્યા છે કે તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.