મુવાડાની વેધશાળા રાતે બ્રહ્માંડનો અને દિવસે સૂર્યનો અભ્યાસ કરશે

ઉત્સવ

બ્રહ્માંડ દર્શન – ડો. જે. જે. રાવલ

ગણ્યાં ગણાય નહીં, વીણ્યાં વીણાય નહીં તોય મારી છાબડીમાં માય, આવી જાતની કવિતા કે ઉક્તિ છે. હકીકતમાં ગણ્યાં ગણાય નહીં, વીણ્યાં વીણાય નહીં તે છાબડીમાં કેવી રીતે સમાય? હવે ઉપરોક્ત કવિતા લખવી હોય તો લખાય કે ગણ્યાં ગણાય છે, વીણ્યાં વીણાય છે અને મારી આકાશરૂપ છાબડીમાં માય.
અંગ્રેજીમા બીજી કવિતા છે. ઝૂશક્ષસહય ઝૂશક્ષસહય કશિિંંહય જફિંિ, ઇંજ્ઞૂ શ ઠજ્ઞક્ષમયિ ઠવફિં ઢજ્ઞી અયિ? ઞા ફબજ્ઞદય વિંય ઠજ્ઞહિમ હ ક્ષજ્ઞ વશલવ હશસય ફ ૂફક્ષળજ્ઞક્ષમ શક્ષ વિંય તસુ. આ કવિતા હવે બીજી રીતે ગવાય છે. ઝૂશક્ષસહય ઝૂશક્ષસહય કશિિંંહય જફિંિ, ગજ્ઞૂ સક્ષજ્ઞૂ ૂવફિં ુજ્ઞી ફયિ. ઞા ફબજ્ઞદય ૂજ્ઞહિમ તજ્ઞ વશલવ વીભહયફિ રીક્ષિફભય શક્ષ વિંય તસુ. આમ વિજ્ઞાને જૂની કવિતાઓને ફેરવી નાખી છે. સુંદર સ્ત્રીને હવે આપણે ચંદ્રમુખી ન કહી શકીએ. કારણ કે ચંદ્ર તો કાળો અને કુબડો છે. એ તો સૂર્યનો પ્રકાશ તેના પર પડે છે માટે તે સુંદર દેખાય છે. રાત્રિ આકાશ રૂપી ચંદરવો રંગ-બેરંગી તારાથી ભરેલો છે અને અતિભવ્ય છે. સૂર્ય એક તારો છે, અને બધા તારા સૂર્યો છે. આપણા પ્રાચીન ઋષિ-મુનિઓએ રાત્રિ આકાશના તારા જોઇને કહેલું કે નાના સૂર્ય: કે તારા વિવિધ પ્રકારના સૂર્યો છે. નાનાનો અર્થ ગુજરાતીમાં નાનો (છોટુ) થાય પણ સંસ્કૃતમાં તેનો અર્થ વિવિધ પ્રકારના થાય. ગ્રીક વિદ્વાન ડેમોક્રાઇટસે કહેલું કે જેમ વિશાળ ખેતરમાં હજારો જુવારના દાણા વાવીએ અને માત્ર એક જ છોડ ઉગે તે શક્ય નથી, તેમ જેમ સૂર્યની ફરતે ગ્રહ માળા છે, અને તેમાં પૃથ્વી જેવો ગ્રહ છે, જેની પર જીવન છે, તેમ આ બધા તારા ફરતે ગ્રહમાળા હોવી જોઇએ અને તેમા પૃથ્વી જેવા દર એક ગ્રહ પર જીવન હોવું જોઇએ. એટલે કે આપણે બ્રહ્માંડમાં એકલા નથી. બ્રહ્માંડમાં અબજો અને અબજો જગ્યાઓ એવી છે જ્યાં આપણા જેવું કે આપણાથી ઉતરતું કે ચઢિયાતું જીવન હોવું જોઇએ. પણ તારા આપણા સૂર્યથી એટલા બધા દૂર છે કે તેની ગ્રહમાળામાં જીવન છે કે નહીં તે જાણવું હાલમાં દુષ્કર છે.
આવું અદ્ભુત આકાશ છે, આવું આ ગહન અને રસપ્રદ બ્રહ્માંડ છે. એકવાર સાતમી સદીમાં થઇ ગયેલા ગુજરાતના મહાકવિ માધ, શિશુપાલ વધ નામના એક સર્જનમાં કહે છે કે ક્ષણ ક્ષણે યન્નવતામુપૈતિ તદેવરૂપમ રમણીયતા:!
રમણીયતા કોને કહેવાય? જે ક્ષણે ક્ષણે નવું રૂપ ધારણ કરે. બ્રહ્માંડ-આકાશ ક્ષણે ક્ષણે નવું રૂપ ધારણ કરે છે, એ જ એની રમણીયતા છે, શોભા છે, વૈભવ છે. એવા તારા છે જે અબજો પ્રકાશ વર્ષ દૂર છે. તેમ છતાં તે ઝળહળે છે, અને આટલે બધે દૂર આપણે પૃથ્વી પરથી તેમને જોઇ શકીએ છીએ. એ દર્શાવે છે કે તેમની પાસે ખૂબ જ ઊર્જા છે. તેમના પ્રકાશને વર્ણપટ્ટમાં જોઇએ તે વર્ણપટ્ટમાં દેખાતી રેખા, વર્ણપટ્ટના લાલ ભાગમાં સ્થળાંતર (તવશરિ)ં થયેલી દેખાય છે. આ દર્શાવે છે કે કાં તો પ્રમાણમાં તે થોડા નજીક છે. પણ ભયંકર ગુરૂત્વાકર્ષણ શક્તિવાળા છે. નહીં તો ભયંકર ગતિથી આપણાથી દૂર જઇ રહ્યાં છે. વિજ્ઞાનીઓ માને છે કે તે કદાચ દૂર દૂર સ્થિત મંદાકિની (ગેલેક્ષી)ના કેન્દ્રો છે, જયાં વિરાટ અતિવિરાટ બ્લેક હોલ હજારો તારાને પ્રકાશમા રૂપાંતર કરી રહ્યાં છે. પૃથ્વી પરથી ગેલેક્ષીના બીજા ભાગો દેખાતાં નથી. તે સ્ટાર (તારા) નથી, કારણ કે સ્ટારમાં આટલો દમ હોય નહીં. વિજ્ઞાનીઓ તેને કવેઝાર (ચીતફયિ)કહે છે. કવેઝાર એટલે કયાઝી સ્ટાર, કેમ કે તારા જેવા દેખાય છે. વિજ્ઞાનીઓ તેથી ગાય છે કે ઝૂશક્ષસહય ઝૂશક્ષસહય ચીફતશ જફિંિ, ઇંજ્ઞૂ શ ૂજ્ઞક્ષમયિ ૂવફિં ુજ્ઞી ફયિ? ઞા ફબજ્ઞદય વિંય શક્ષ વિંય ઠજ્ઞહિમ હજ્ઞ વશલવ, ફયિ ુજ્ઞી ક્ષફળિ જ્ઞિ ફયિ ુજ્ઞી ? કારણ કે ખગોળ વિજ્ઞાનીઓને ખબર પડતી નથી કે તે નજીક છે કે દૂર છે? ખૂબ ગતિવાળા અને ગ્રેવિટીવાળા નજીક છે કે ખૂબ ગતિવાળા દૂર છે.
….. બ્રહ્માંડ ખૂબ રહસ્યમય અને માયાવી છે. બ્રહ્માંડમાં અબજો ગેલેક્ષીઓ છે જેમાં અબજો તારા છે. ગ્રહો છે, ઉપગ્રહો છે, વિશાળ પ્લાઝમાના વાદળો છે, ધૂમકેતુઓ છે, લાખો લધુગ્રહો છે. લધુગ્રહોએ પૃથ્વી પર પડી વિશાળ ક્રેટરો (ઉલ્કાકુંડા) બનાવ્યાં છે. સફેદ, રાતા, કાળા, વામનતારા (ૂવશયિં ઉૂફમિ તફિંતિ) છે. ન્યુટ્રોન તારા અને બ્લેક હોલ્સ છે. પ્લાઝમાના વિશાળ વાદળોમાં તારા જન્મ લે છે.
સૂર્ય આપણા માટે સર્વસ્વ છે. સૂર્યને લીધે જ પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ થયો છે અને હાલ સુધી ટકયું છે. અને જ્યાં સુધી સૂર્ય ચમકતો રહેશે ત્યાં સુધી જ પૃથ્વી પર જીવન રહેશે, નહીં તો ધબો નમ: થઇ જશે. સૂર્યની હાલની વય ૪.૬ અબજ વર્ષ છે અને હજુ તે લગભગ ચાર અબજ વર્ષ સુધી પ્રકાશતો રહેશે. પૃથ્વી પરનો તે જીવનદાતા છે, ઊર્જા તારો છે, પિતૃ કહો તો પિતૃ અને માતૃ કહો તો માતૃ તારો છે. ભવિષ્યમાં કોયલો, પેટ્રોલ અણુઊર્જા બધુ ખતમ થશે ત્યારે સૂર્ય આપણને ઊર્જા પ્રદાન કરશે. માટે સૂર્યનો અભ્યાસ કરવો જરૂરી છે. પૃથ્વી પરના જીવનને ટકાવવા, સગવડભયુર્ં કરવા વિજ્ઞાનીઓ સૌરવેધશાળા સ્થાપી તેનો અભ્યાસ કરે છે. આપણા મનિષીઓએ કહ્યું છે કે સૂર્ય આત્મા જગત સ્તસ્થુ – અર્થાત્, સૂર્ય જ જગતનો આત્મા છે.
મેડજીના મુવાડામાં સ્થપાયેલી વેધશાળા રાતે બ્રહ્માંડનો અભ્યાસ કરશે. દિવસે સૂર્યનો અભ્યાસ કરશે. રાતે આ વેધશાળા, લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉપગ્રહો અને તારાનો અભ્યાસ કરશે, વિદ્યાર્થીઓને કરાવશે.
મેડજીના મુવાડાના ખગોળ વિજ્ઞાન કેન્દ્રમાં ખગોળ વિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, પ્રાચીન ભારતીય વિજ્ઞાન વિશે નાના મોટા કોર્સીસ ચલાવાય છે. તે ખગોળ વિજ્ઞાનનું સંશોધન કેન્દ્ર છે. તે મહીસાગર જિલ્લાના આદિવાસી પ્રાંતમાં છે. ત્યાં ઉદ્યોગોનો અભાવ હોવાથી રાત્રિ આકાશ ઠીક ઠીક સ્વચ્છ છે.
આ વેધશાળાની સ્થાપનાનો બધો યશ કાંદિલીના વિખ્યાત ડૉક્ટર મનુભાઇ મણીલાલ પટેલને ફાળે જાય છે. આ વેધશાળા અને ખગોળ વિજ્ઞાન કેન્દ્ર મુંબઇની ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી ચલાવે છે જેના અધ્યક્ષ ડૉ. જે. જે. રાવલ છે. અહીં પ્લેનેટેરીયલ સ્થાપવાની પણ વિચારણા થાય છે. જો કોઇ શ્રેષ્ઠીને આ પ્રકલ્પમાં દાન દેવાની ઇચ્છા હોય તેઓ આગળ આવી શકે છે. મહીસાગર જિલ્લાના આ આદિવાસી પ્રાંતમાં જ્ઞાન-વિજ્ઞાનનો પ્રકાશ પાથરવાની આ યોજના છે. મેડજીના મુવાડાની આ અદ્યતન વેધશાળા શરૂ થઇ ગઇ છે. તેનો લાભ ગમે તે માનવી, વિદ્યાર્થી કે વિદ્યાર્થી જૂથ, શિક્ષક વગેરે લઇ શકે છે. અહીં વિજ્ઞાન-ખગોળ વિજ્ઞાનનું પ્રદર્શન છે. અહીં પાવર પોઇન્ટથી વિજ્ઞાન-ખગોળ વિજ્ઞાનના વ્યાખ્યાનો અને ચર્ચા-સવાલ-જવાબો થઇ શકે છે અને અહીં વૈજ્ઞાનિક અને ખગોળ વૈજ્ઞાનિક ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.